રમતગમત

No

Block: Site: Subtree Block

    ભારત વન-ડે વર્લ્ડ કપ જીતવા માટ

    કેપ્ટન વિરાટ કોહલીના નેતૃત્વ હેઠળની ટીમ ઇંડિયા આ વર્ષનો વન-ડે વર્લ્ડ કપ જીતવા માટે હોટ ફેવરિટ છે તેમ લેજન્ડ બેટ્સમેન સચિવ તેંડુલકરનું માનવું છે. ૨૦૧૯નો વન-ડે વર્લ્ડ કપ ૩૦ મેથી ઇંગ્લેન્ડ ખાતે શરૂ થઇ રહ્યો છે. 

    ટીમ ઇંડિયા વન-ડે ફોર્મેટમાં ક્...

    ભારતના ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ હાલની ભારતીય ક્રિકેટ ટીમનો જુસ્સો વધારે તેવી ટિપ્પણી કરી છે. તેનું કહેવું છે કે આ ટીમ વન ડે ક્રિકેટ ટીમની શ્રેષ્ઠ ટીમ છે અને વર્લ્ડ કપ માટે તેમની તકો ઘણી ઊજળી છે. 

    ‘ગ્લોબલ સિટીઝન’ પિયુષ ગુડકાનું મેરેથોનની સદી તરફ પ્રયાણ

    પિયુષ ગુડકા કેન્યાના મોમ્બાસામાં બાળપણ વીતાવતા હતા ત્યારે તેમણે મેરેથોન વિશે સાંભળ્યું પણ ન હતું. આજે તેઓ મેરેથોન દોડની સદી તરફ પ્રયાણ કરી રહ્યા છે. તેઓ ૧૭ માર્ચ,૨૦૧૯ના દિવસે ધ લોગીકોમ સાયપ્રસ મેરેથોન દોડવા સાથે સદી પૂર્ણ કરશે. તેઓ સારા ઉદ્દેશો માટે નાણા એકત્ર કરવા પણ દોડમાં જોડાય છે. તેઓ ૧૯૭૨માં સ્થળાંતર કરી લંડન આવ્યા તે પછી તેમનું વિશ્વ જ બદલાઈ ગયું હતું. તેમણે ૧૯૯૪માં પ્રથમ મેરેથોનમાં ભાગ લીધો અને પછી પાછું વળીને જોયું નથી. મેરેથોનમાં જાત-પાત, પૂર્વગ્રહો, વય કે જાતીય સંદર્ભોને કોઈ સ્થાન હોતું નથી. આ જ સમાનતાએ તેમને પ્રભાવિત કર્યા છે.

    દોડવીર સુસાનાહ ગિલની સિદ્ધિઃ સાત દિવસ,સાત ખંડ, સાત મેરેથોન

    ‘તરંગી મહેચ્છા’ તરીકે થયેલો આરંભ આખરે ૩૪ વર્ષીય બ્રિટિશ દોડવીર સુસાનાહ ગિલને મહિલા વિભાગના વિશ્વવિક્રમ તરફ દોરી ગયો હતો. સુસાનાહ ગિલે માત્ર સાત દિવસમાં સાત ખંડમાં સાત મેરેથોન દોડવાનો પડકાર સફળ રીતે પૂર્ણ કર્યો હતો. વર્લ્ડ મેરેથોન ચેલેન્જનો ૨૯૫ કિલોમીટરનો રુટ તેમણે ૨૪ કલાક, ૧૯ મિનિટ અને ૯ સેકન્ડમાં જ પૂર્ણ કરી નવો રેકોર્ડ બનાવ્યો છે. અગાઉ, અમેરિકાની દોડવીર બેકા પિજ્જીએ ૨૦૧૬માં ૨૭ કલાક ૨૬ મિનિટ અને ૩૦ સેકન્ડનો રેકોર્ડ બનાવ્યો હતો. પુરુષ વિભાગમાં અમેરિકાના ૪૪ વર્ષીય દોડવીર માઇક વાર્ડિયને વર્લ્ડ મેરેથોન ચેલેન્જમાં વિજયી બનવા ૨૦ કલાક ૪૯ મિનિટ અને ૩૦ સેકન્ડનો સમય લીધો હતો.

    વિશાખાપટ્ટનમ ટી૨૦માં ભારતનો

    ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમે પ્રથમ ટ્વેન્ટી૨૦ જીતીને ભારત પ્રવાસનો વિજયી પ્રારંભ કર્યો છે. વિશાખાપટ્ટનમમાં રવિવારે રમાયેલી મેચમાં ઓસ્ટ્રેલિયાના પુંછડિયા બેટ્સમેનો ભારે પડયા હતા. પેટ કમિન્સે ભારતીય ફાસ્ટર ઉમેશ યાદવની ઓવરમાં છેલ્લા બે બોલમાં છ રન ફટકારીને હારની બાજીને જીતમાં ફેરવી નાંખી હતી. જીતવા માટે ૧૨૭નો ટાર્ગેટ ઓસ્ટ્રેલિયાએ મેચના આખરી બોલે સાત વિકેટના ભોગે હાંસલ કર્યો હતો. નાટ્યાત્મક ચડાવ-ઉતાર ધરાવતા ટી૨૦મેચમાં વિજય સાથે ઓસ્ટ્રેલિયાએ બે મેચની શ્રેણીમાં ૧-૦થી અજેય સરસાઈ પ્રાપ્ત કરી છે. કોયુલ્ટર-નાઈલ મેન ઓફ ધ મેચ જાહેર થયો હતો. શ્રેણીની બીજી અને આખરી મેચ બુધવારે બેંગલૂરુમાં રમાશે.

    ૧૬ વર્ષનો શૂટર સૌરભ ચૌધરી ગોલ્...

    ભારતીય યુવા શુટર સૌરભ ચૌધરીએ શૂટિંગ વર્લ્ડ કપમાં રવિવારે ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે. ૧૬ વર્ષના સૌરભે ૧૦ મીટર એર પિસ્તોલ ઇવેન્ટમાં ૨૪૫નો સ્કોર કર્યો અને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. આ સાથે જ તેણે ગયા વર્ષે વર્લ્ડ કપમાં યુક્રેનના ઓલેહે (૨૪૩.૬) બનાવેલાં રેકોર્ડને પણ તોડ્યો છે. આ સિદ્ધિ સાથે સૌરભે ભારતને ઓલિમ્પિકનો ત્રીજો ક્વોટા અપાવ્યો છે.

    આઇપીએલનું કાઉન્ટડાઉન શરૂઃ ૨૩

    ટ્વેન્ટી૨૦ ક્રિકેટના મહાકુંભ તરીકે જાણીતી આઇપીએલ ટૂર્નામેન્ટનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થવાની હજુ બાકી હોવાથી આયોજકોએ માત્ર પહેલા બે સપ્તાહનું ૧૭ મેચનું ટાઇમટેબલ જાહેર કર્યું છે, જે અનુસાર ૨૩ માર્ચે ચેન્નઇ સુપરકિંગ્સ અને બેંગ્લોર રોયલ ચેલેન્જર્સ વચ્ચે મેગા મુકાબલો થશે. આયોજકોએ ટૂર્નામેન્ટના ઝાકઝમાળભર્યા ઉદ્ઘાટન સમારંભ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવાના બદલે આ વખતે તે નાણાં પુલવામા આતંકી હુમલાના શહીદ જવાનોના પરિવારનો ફાળવવાની જાહેરાત કરી છે.

    ઓસિઝ ફરી વિશ્વવિજેતા...

    મેલબોર્નઃ ક્રિકેટ વર્લ્ડ કપની રવિવારે રમાયેલી ફાઇનલમાં યજમાન ઓસ્ટ્રેલિયાએ સહ-યજમાન ન્યૂ ઝીલેન્ડને સાત વિકેટે હરાવીને પાંચમી વખત ચેમ્પિયન બનવાનું બહુમાન મેળવ્યું હતું.

    બટલર ‘માંકડેડ’ રનઆઉટઃ અશ્વિન

    આઇપીએલ ટ્વેન્ટી૨૦ ક્રિકેટ લીગમાં સોમવારે કિંગ્સ ઇલેવન પંજાબના સુકાની આર. અશ્વિને પોતાની ટીમ માટે જોખમી બની રહેલા રાજસ્થાન રોયલ્સના બેટ્સમેન જોસ બટલરને ‘માંકડેડ’ રનઆઉટ કરીને ૧૯૪૭માં ભારતે ખેડેલા ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં વિનુ માંકડે ઝડપેલી વિકેટની યાદ તાજી કરાવી હતી. 
    રાજસ્થાન રોયલ્સના બેટ્સમેન માટે ૧૩મી ઓવરનો પાંચમો બોલ નાખવા માટે અશ્વિન છેક સ્ટમ્પ સુધી આવી ગયો હતો. આ સમયે બટલર નોન-સ્ટ્રાઇકર એન્ડ ઉપર હતો અને તેણે રન માટે સામાન્ય સ્ટાર્ટ લીધો હતો. આ સમયે અશ્વિને બોલિંગ કરવાના બદલે જરાક અટકીને બટલર ક્રિઝની બહાર નીકળી જાય ત્યાં સુધી રાહ જોઇ હતી અને જેવો બટલર બહાર નીકળ્યો કે અશ્વિને સ્ટમ્પ પરથી બેઇલ્સ ઉડાવી દીધી હતી.

    ૨૦૨૦ સુધી રવિ શાસ્ત્રી જ ટીમ ઇ

    ઇંગ્લેન્ડના આંગણે રમાનારા વન-ડે વર્લ્ડ કપમાં ભારતનો દેખાવ કેવો રહેશે એ તો સમય જ કહેશે, પણ આ વર્લ્ડ કપ બાદ પણ ટીમ ઇંડિયાના કોચ તરીકે રવિ શાસ્ત્રી જ યથાવત્ રહેશે તેવી પૂરી સંભાવના છે. સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત વિનોદ રાયની આગેવાની હેઠળની કમિટિ ઓફ એડમિનિસ્ટ્રેટર્સ (સીઓએ) રવિ શાસ્ત્રી, બોલિંગ કોચ ભરત અરુણ, બેટિંગ કોચ સંજય બાંગર, ફિલ્ડિંગ કોચ આર. શ્રીધરનો કોન્ટ્રેક્ટ નવેમ્બર-૨૦૨૦ સુધી વધારવા વિચારણા કરી રહી છે. કોચ શાસ્ત્રી અને સપોર્ટ સ્ટાફનો કોન્ટ્રેક્ટ જુલાઇ ૨૦૧૯માં પૂરો થઇ રહ્યો છે.