ઓકલેન્ડઃ વર્લ્ડ કપમાં પાકિસ્તાને આયર્લેન્ડને પરાજય આપ્યો તે સાથે જ ક્વાર્ટર ફાઇનલની આઠ ટીમો નક્કી થઈ ગઈ છે. જેમાં પ્રથમ વખત એશિયાની ચાર ટીમો ભારત, પાકિસ્તાન, શ્રીલંકા અને બાંગ્લાદેશ આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપના ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવવામાં સફળ રહી છે. ટુર્નામેન્ટનું ક્વાર્ટર ફાઇનલ રાઉન્ડ બુધવારથી શરૂ થઇ રહ્યું છે.
રમતગમત
Block: Site: Subtree Block
એડિલેડઃ આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપના ક્વાર્ટર ફાઇનલ રાઉન્ડનો તખતો તૈયાર થઇ ગયો છે. આ રાઉન્ડમાં બન્ને ગ્રૂપની ચાર-ચાર ટીમો ટકરાશે. ક્યા દેશની ટીમે કઇ ટીમને પરાજય આપીને ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે તેના લેખાંજોખાં અહીં રજૂ કર્યા છે.
એડિલેડ, સિડનીઃ આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપનો જુવાળ ચરમસીમાએ પહોંચ્યો છે. ક્વાર્ટર ફાઇનલમાં ટકરાયેલી ગ્રૂપ-એ અને ગ્રૂપ-બીની કુલ આઠ ટીમોમાંથી યજમાન દેશો ઓસ્ટ્રેલિયા અને ન્યૂ ઝીલેન્ડ ઉપરાંત ભારત અને સાઉથ આફ્રિકાની ટીમે સેમિ-ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે.
સ્ટાર ભારતીય પહેલવાન બજરંગ પુનિયાએ ૬૫ કિગ્રા વર્ષમાં વર્લ્ડ રેન્કીંગમાં ટોચનું સ્થાન મેળવ્યું છે.
ક્રિકેટરો અને અભિનેત્રીઓનાં પ્રેમસંબંધનો સિલસિલો વર્ષો જૂનો છે. જોકે કેટલા પ્રેમસંબંધો લગ્નમંડપ સુધી પહોંચ્યા એની ગણતરી આંગળીના વેઢે કરી શકાય! અભિનેત્રી ઈશા ગુપ્તા અને ક્રિકેટર હાર્દિક વચ્ચે પણ ઈલુઈલુ હોવાની ચર્ચા ચાલતી રહેતી હતી, પરંતુ ઈશાએ તાજેતરમાં ઈન્સ્ટાગ્રામના એકાઉન્ટ પર એક એવી પોસ્ટ મૂકી છે જેનાથી તેમના વચ્ચે બ્રેકઅપ થયાના અણસાર આવે છે.
ક્રિકેટર્સ માટે ગ્રેડ સિસ્ટમ લાગુ કરનાર ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)ની જેમ હવે ભારતીય કુસ્તી ફેડરેશને પણ કુસ્તીબાજો માટે કોન્ટ્રાક્ટ ગ્રેડ સિસ્ટમ જાહેર કરી છે. અલબત્ત, ક્રિકેટર્સની તુલનામાં કુસ્તીબાજોને મળનારી રકમ ઘણી ઓછી છે, પરંતુ દેશના કુસ્તીબાજો માટે ફેડરેશનનું આ પગલું ખૂબ જ આવકારદાયક છે. હવે તેઓ અન્ય કોઈ આર્થિક પ્રવૃત્તિના બદલે વર્ષ દરમિયાન કુસ્તીમાં જ ધ્યાન કેન્દ્રિત કરી શકશે. ફેડરેશને પુરુષ અને મહિલા એમ બંનેને તેમના કુસ્તી રીંગ પરના દેખાવના આધારે મૂલવ્યા છે. સ્વાભાવિક છે કે કોમનવેલ્થ ગેમ્સ અને એશિયન ગેમ્સ જેવી સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતનાર બજરંગ પુનિયા, વિનેશ ફોગાટ અને પૂજા ચંદાને ટોપ ગ્રેડ એવા ‘એ’-ગ્રૂપમાં રખાયા છે.
ક્રિકેટર્સ માટે ગ્રેડ સિસ્ટમ લાગુ કરનાર ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)ની જેમ હવે ભારતીય કુસ્તી ફેડરેશને પણ કુસ્તીબાજો માટે કોન્ટ્રાક્ટ ગ્રેડ સિસ્ટમ જાહેર કરી છે. અલબત્ત, ક્રિકેટર્સની તુલનામાં કુસ્તીબાજોને મળનારી રકમ ઘણી ઓછી છે, પરંતુ દેશના કુસ્તીબાજો માટે ફેડરેશનનું આ પગલું ખૂબ જ આવકારદાયક છે. હવે તેઓ અન્ય કોઈ આર્થિક પ્રવૃત્તિના બદલે વર્ષ દરમિયાન કુસ્તીમાં જ ધ્યાન કેન્દ્રિત કરી શકશે.
ભારતના આધારભૂત બેટ્સમેન ચેતેશ્વર પુજારાએ ઓસ્ટ્રેલિયા સામે શરૂ થયેલી શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચમાં ટોપ ઓર્ડરના ધબડકા વચ્ચે નિર્ણાયક બેટીંગ કરતાં ૧૨૩ રનની ક્લાસિક ઈનિંગ રમી છે. આ સાથે તેણે કારકિર્દીની ૧૬મી સદી ફટકારી છે. પુજારાએ તેની ઈનિંગ દરમિયાન ટેસ્ટ ક્રિકેટમાં ૫૦૦૦ રન પૂરા કરવાની સિદ્ધિ પણ મેળવી છે.
ઓસ્ટ્રેલિયન લોઅર ઓર્ડર બેટ્સમેનોના મરણિયા પ્રયાસ છતાં ટીમ ઇંડિયાએ વિરાટ કોહલીના નેતૃત્વમાં અહીં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ૩૧ રને વિજય મેળવ્યો છે. ટીમ ઇંડિયાએ એડિલેડમાં મેળવેલા આ શાનદાર વિજયમાં સૌરાષ્ટ્રના બેટ્સમેન ચેતેશ્વર પૂજારાનું નિર્ણાયક યોગદાન છે. પ્રથમ ઇનિંગમાં શાનદાર ૧૨૩ રન અને બીજી ઇનિંગમાં ૭૧ રન બનાવનાર ચેતેશ્વર પૂજારાને મેન ઓફ ધ મેચ થયો હતો. આ વિજય સાથે ભારતે ચાર મેચની સિરીઝમાં ૧-૦થી લીડ મેળવી છે. ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાની ધરતી પર ૧૦ વર્ષ બાદ પ્રથમ વાર કોઈ ટેસ્ટ મેચ જીતી છે. આ પહેલાં ભારતે ૨૦૦૮માં ઓસ્ટ્રેલિયા સામે પર્થ ટેસ્ટ જીતી હતી. જ્યારે એડિલેડ ઓવલમાં ભારતને ૧૫ વર્ષ બાદ જીત મળી છે. આ મેદાન પર છેલ્લે ભારતે ૨૦૦૩માં ટેસ્ટમેચ જીતી હતી. તે વખતે દ્રવિડે ભારતને ચાર વિકેટે યાદગાર જીત અપાવી હતી.
ભારતીય ક્રિકેટ ટીમે રવિવારે ત્રીજી ટેસ્ટ મેચના પાંચમા દિવસે ઓસ્ટ્રેલિયાને ૧૩૭ રને હરાવીને ચાર ટેસ્ટ મેચની સિરીઝમાં ૨-૧ની સરસાઈ મેળવી છે. ટીમ ઇંડિયાએ મેલબોર્નમાં આ ત્રીજો વિજય ૩૬ વર્ષ બાદ મેળવ્યો છે. ભારતે આ પૂર્વે ૧૯૮૧માં સુનીલ ગાવસ્કરની કેપ્ટનશિપમાં ૫૯ રને અને તે અગાઉ ૧૯૭૭-૭૮માં બિશનસિંહ બેદીની કેપ્ટનશિપમાં ૨૨૨ રને ટેસ્ટ મેચ જીતી હતી. ભારતે ઓસ્ટ્રેલિયાની ધરતી પર એક જ સિરીઝની બે ટેસ્ટ જીતી હોય તેવું ૪૦ વર્ષ બાદ પ્રથમ વખત બન્યું છે. આ પહેલાં ૧૯૭૭-૭૮ના ઓસ્ટ્રેલિયા પ્રવાસ વેળા ભારતે બે મેચ જીતી હતી. ઓસ્ટ્રેલિયામાં ભારતે કુલ સાત ટેસ્ટ જીતી છે, જેમાંથી ત્રણ મેલબોર્નમાં, બે એડિલેડમાં જ્યારે પર્થ અને સિડનીમાં એક-એક જીત મેળવી છે. મેચમાં કુલ નવ વિકેટ ઝડપનાર જસપ્રીત બુમરાહને મેન ઓફ ધ મેચ થયો હતો.
