ભારત, ઇંગ્લેન્ડ અને ઝિમ્બાબ્વેમાં સિરીઝ બાદ આઈસીસી દ્વારા ટી૨૦ની રેન્કિંગ જાહેર કરાઇ છે, જેમાં ભારતીય બેટ્સમેન લોકેશ રાહુલે નવ સ્થાનના ફાયદા સાથે ત્રીજો ક્રમાંક મેળવ્યો છે. જ્યારે ઓસ્ટ્રેલિયન કેપ્ટન એરોન ફિન્ચે ત્રણ સ્થાનના ફાયદા સાથે પ્રથમ સ્થાન મેળવ્યું છે. પાકિસ્તાનના ઓપનર ફખર ઝમાને ત્રિકોણીય સિરીઝમાં શાનદાર પ્રદર્શન કરતાં ૪૪ સ્થાનની લાંબી છલાંગ લગાવતાં બીજો ક્રમાંક મેળવી લીધો છે.
રમતગમત
Block: Site: Subtree Block
ઓપનર રોહિત શર્માની ટી૨૦ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ત્રીજી સદી અને વિરાટ કોહલીના ૪૩ રનની મદદથી ભારતીય ટીમે યજમાન ઇંગ્લેન્ડને સાત વિકેટે હરાવીને ત્રણ મેચની સિરીઝ ૨-૧થી જીતી છે. રવિવારે રમાયેલી મેચમાં ટોસ ગુમાવીને પ્રથમ બેટિંગ કરવા ઊતરેલી ઇંગ્લેન્ડની ટીમે ઓપનર જેસન રોયના ૬૮, બટલરના ૩૪ અને હેલ્સના ૩૦ રનની મદદથી ૨૦ ઓવરમાં નવ વિકેટ ગુમાવી ૧૯૮ રન કર્યા હતા. ભારત તરફથી હાર્દિક પંડ્યાએ ચાર વિકેટ ઝડપી હતી. ૧૯૯ રનના જવાબમાં ભારતે રોહિત શર્માના અણનમ ૧૦૦ અને કોહલીના ૪૩ રનની મદદથી ૧૮.૪ ઓવરમાં વિજય હાંસલ કર્યો હતો.
ભારતની ૧૮ વર્ષીય યુવા એથ્લીટ હિમા દાસે સમગ્ર દુનિયાને પોતાની દાસ બનાવી દીધી છે. તાજેતરમાં ચાલી રહેલા જુનિયર એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ જીતીને તેણે ઇતિહાસ રચી દીધો છે. ભારતનું પ્રતિનિધિત્વ કરી રહેલી હિમા ૪૦૦ મીટરમાં ગોલ્ડ જીતનારી પહેલી ભારતીય અને પહેલી મહિલા ખેલાડી બની છે.
ભારતના સૌથી ફિટ ક્રિકેટરોમાં સ્થાન ધરાવતા મોહમ્મદ કૈફે ૧૩ જુલાઇએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. કૈફ ૧૩ જુલાઈ ૨૦૦૨ના રોજ નેટવેસ્ટ શ્રેણીની ફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે ભારતના વિજયનો હીરો રહ્યો છે. તેણે ૮૭ રનની મેચ વિનિંગ ઈનિંગ્સ રમી હતી. કૈફે ૧૬ વર્ષ બાદ એ જ દિવસે ક્રિકેટને અલવિદા કહી છે. કૈફે ૧૨ વર્ષ પહેલાં ૨૦૦૬માં સાઉથ આફ્રિકા સામે અંતિમ આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. તેણે ટ્વિટ કરીને સંન્યાસની જાહેરાત કરી છે.
પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટર અને અત્યારના રાજકીય નેતા ઈમરાન ખાનને પાંચ 'અનૌરસ' સંતાનો છે અને તેમાં કેટલાક ભારતીય પણ છે. આ ચોંકાવનારો ઘટસ્ફોટ ઈમરાનની ભૂતપૂર્વ પત્ની રેહમ ખાને કર્યો છે.
ઝિમ્બાબ્વેના ક્રિકેટ બોર્ડની આર્થિક હાલત અત્યંત ખરાબ છે અને તેમના ક્રિકેટરોને સમયસર નાણાં ન ચૂકવાતા હોવાથી વારંવાર હડતાળની ધમકી ઉચ્ચારવી પડે છે. જોકે ઝિમ્બાબ્વેના બોર્ડની કંગાળ હાલતના કારણે તેમની મહેમાન બનેલી પાકિસ્તાનની ટીમ કફોડી હાલતમાં મુકાઈ હતી. ઝિમ્બાબ્વેના ક્રિકેટ બોર્ડ પાસે હોટલનું ભાડું ચૂકવવાના નાણાં ન હોવાથી પાકિસ્તાનની ટીમને હરારેમાં જ ફરજીયાત રોકાણ કરવું પડયું હતું.
વિમ્બલ્ડનની ૭૦ મિલિયન પાઉન્ડના ખર્ચે બનેલી ૧ નંબરની કોર્ટની છતને લીધે વિમ્બલ્ડનના શિકારી બાજ રફસને આ વર્ષે બમણું કામ કરવું પડે છે. સમર મેચો દરમિયાન કબૂતરોને ગ્રાઉન્ડમાં આવતા અટકાવવા રફસ છેલ્લાં દસ વર્ષથી ઓલ ઈંગ્લેન્ડ ટેનિસ ક્લબના આકાશનો ચોકી પહેરો કરતું હોવાનું તેની સંભાળ રાખતી ઈમોજન ડેવિસે જણાવ્યું હતું. રફસની સાથે હવે તેનું જુનિયર પોલક્સ પણ જોડાયું છે.
એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ વિજેતા ડાંગની કુમારી સરિતા ગાયકવાડને ગુજરાત સરકાર દ્વારા રૂ. ૧ કરોડનું રોકડ ઇનામ જાહેર કરાયું છે. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ૩૧મી ઓગસ્ટે આ જાહેરાત કરી હતી. સરિતા ઉપરાંત જાકાર્તા સ્થિત એશિયન ગેમ્સના ભારતને સિંગલ્સ ઇવેન્ટમાં બ્રોન્ડ મેડલ અપાવનાર કુમારી અંકિતા રૈનાને રૂ. ૫૦ લાખ અને ટેબલ ટેનિસની ટીમ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ વિજેતા હરમીત દેસાઈ અને માનવ ઠક્કર માટે પણ રૂ. ૩૦ લાખ ઇનામની જાહેરાત મુખ્ય પ્રધાને કરી કરી હતી. મુખ્ય પ્રધાને આ ઉપરાંત કહ્યું હતું કે, સરિતા ગ્રેજ્યુએશનના બીજા વર્ષમાં છે ગ્રેજયુએટ થશે પછી સરકાર તેને સીધી જ કલાસ-૧ની જોબ આપશે.
જાકાર્તા-પાલેમબેંગમાં યોજાયેલી એશિયન ગેમ્સમાં આ વખતે સૌપ્રથમ વાર ઈ-સ્પોર્ટ્સ (ઈલેક્ટ્રોનિક સ્પોર્ટ્સ)નો પણ સમાવેશ કરાયો છે. ઈ-સ્પોર્ટ્સની ‘હાર્ટસ્ટોન’ નામની રમતમાં ભુજના તીર્થ મહેતાએ બ્રોન્ઝ મેડલ જીતીને ઈતિહાસ સર્જ્યો છે. એશિયન ગેમ્સની ઈ-સ્પોર્ટ્સમાં ભારતનો આ સૌપ્રથમ મેડલ છે.
એશિયા કપની રોમાંચક ફાઇનલ મેચમાં ટીમ ઇંડિયાએ બાંગ્લાદેશને ત્રણ વિકેટે હરાવીને ટ્રોફી જીતી લીધી છે. બોલર્સના શાનદાર પ્રદર્શન બાદ કેપ્ટન રોહિત શર્મા, મહેન્દ્ર સિંહ ધોની અને દિનેશ કાર્તિકની મક્કમ બેટિંગની મદદથી ભારતે શુક્રવારે રમાયેલી અને આખરી બોલ સુધી રોમાંચક બનેલી ફાઈનલમાં બાંગ્લાદેશને પરાજય આપ્યો હતો. ભારતે સાતમી વખત એશિયા કપ ટાઈટલ જીતીને ઇતિહાસ રચ્યો છે. બાંગ્લાદેશે આપેલા ૨૨૩ રનના લક્ષ્યાંકને ભારતે અંતિમ બોલમાં પાર પાડ્યો હતો. અંતિમ બોલમાં એક રનની જરૂર હતી અને કેદાર જાધવે ભારતને શાનદાર વિજય અપાવ્યો હતો.
