ભારતીય ટીમના ઝડપી ગોલંદાજ મહમદ શમી રવિવારે એક માર્ગ અકસ્માતનો ભોગ બન્યો હતો. શમી કારમાં દેહરાદૂનથી દિલ્હી તરફની સફર જઇ રહ્યો હતો ત્યારે તેજ રફ્તારથી જઈ રહેલી ટ્રકે તેમની કારને ટક્કર મારી દેતાં તેમના માથે ઇજા પહોંચી હતી અને તેને ટાંકા આવ્યા છે.
રમતગમત
Block: Site: Subtree Block
બ્રિટિશ-ભારતીય સ્ટીલ ક્ષેત્રના અગ્રણી સંજીવ ગુપ્તાએ ફ્રાન્સની એકમાત્ર એલ્યુમિનિયમ વ્હીલ્સ ઉત્પાદક એ આર ઇન્ડસ્ટ્રીઝ ખરીદવા માટે ઔપચારિક બિડ કરી છે. ગુપ્તાના ગ્લોબલ ઇન્ડ્સ્ટરિયલ ગ્રૂપ GFG (ગુપ્તા ફેમિલી ગ્રુપ) એલાયન્સના સભ્ય લિબર્ટી ગ્રૂપે ફ્રાન્સની કોર્ટમાં આ કંપની માટે બિડ જમા કરાવી છે.
આઈપીએલ-૧૧માં રાજસ્થાન રોયલ્સ માટે પ્લેઓફમાં પ્રવેશવા માટે ખરાખરીનો જંગ ચાલી રહ્યો છે ત્યારે ફોર્મમાં રહેલા બેટ્સમેન જોશ બટલર અને બેન સ્ટોક્સ ટીમનો સાથ છોડી સ્વદેશ પરત ર્યા છે. બંને ખેલાડી ઇંગ્લેન્ડની ટેસ્ટ ટીમ સાથે જોડાયા છે. બંનેને ૨૪ મેથી પાકિસ્તાન સામે શરૂ થઈ રહેલી બે ટેસ્ટ મેચની સિરીઝ માટે ઇંગ્લેન્ડની ટીમમાં સામેલ કરાયા છે.
સાઉદી અરેબિયા ફૂટબોલ ફાઉન્ડેશને લાંચ લેનારા રેફરી ફહદ અલ મિદરાસીને સસ્પેન્ડ કરી નાખ્યો છે.
ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ના પૂર્વ અધ્યક્ષ શશાંક મનોહરને ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)ના ફરીથી સ્વતંત્ર ચેરમેન બનાવાયા છે.
મેચ-ફિક્સિંગમાં કથિત સંડોવણી બદલ બે વર્ષનો પ્રતિબંધ ભોગવ્યા બાદ આઈપીએલમાં પરત ફરેલી ચેન્નઈ સુપર કિંગ્સે પુનરાગમન સાથે જ શાનદાર પ્રદર્શન કરતાં ત્રીજી વખત ટાઇટલ જીત્યું છે. આ સાથે જ તેણે આઈપીએલ ટાઇટલ ત્રણ વખત જીતવાની મુંબઈ ઈન્ડિયન્સના વિક્રમની બરાબરી કરી છે. ચેન્નઈ સુપર કિંગ્સે આ પહેલાં ૨૦૧૦ અને ૨૦૧૧માં પણ ટાઇટલ જીત્યું હતું. રવિવારે વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી ફાઇનલ નિહાળવા મોટી સંખ્યામાં ક્રિકેટચાહકો ઉમટી પડ્યા હતા. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઊતરેલી સનરાઇઝર્સ હૈદરાબાદે કેપ્ટન કેન વિલિયમ્સનના ૪૭ અને યુસુફ પઠાણના અણનમ ૪૫ રનની મદદથી ૨૦ ઓવરના અંતે છ વિકેટના ભોગે ૧૭૮ રન કર્યા હતા. ૧૭૯ રનના લક્ષ્ય સાથે મેદાનમાં ઉતરેલી ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી મેન ઓફ મેચ શેન વોટસને તોફાની બેટીંગ કરતાં સિઝનની બીજી સદી ફટકારીને ટીમને જીત સુધી પહોંચાડી હતી. વોટસનને ૧૧ ચોગ્ગા અને ૮ છગ્ગા સાથે અણનમ ૧૧૭ રન ફટકાર્યા હતા.
વર્લ્ડ ઓફ સ્પોર્ટસમાં વર્ષ ૨૦૧૮માં સૌથી વધુ કમાણી કરતાં ટોચના ૧૦૦ સુપરસ્ટાર સ્પોર્ટસ પર્સન્સની યાદીમાં ટીમ ઇંડિયાના કેપ્ટન વિરાટ કોહલીને સ્થાન અપાયું છે. ધનિકોની સંપત્તિ પર બાજનજર રાખતાં ‘ફોર્બ્સ’ની યાદીમાં સ્થાન મેળવનારા આ એકમાત્ર ભારતીય ખેલાડીની વાર્ષિક કમાણી ૧૬૧ કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. દુનિયાના સૌથી વધુ કમાણી કરતાં ખેલાડીઓની યાદીમાં વિરાટ ૮૩મું સ્થાન ધરાવે છે. ‘ફોર્બ્સ’ના મતે વર્ષ ૨૦૧૮માં દુનિયાનો સૌથી વધુ કમાણી કરતો ખેલાડી અમેરિકાનો બોક્સર ફ્લોઈડ મેવેધર છે. આ તુંડમિજાજી અને પોતાની અઢળક સંપત્તિનો સોશિયલ મીડિયા પર તસવીરો-વીડિયો થકી દેખાડો કરનારા બોક્સરની વાર્ષિક કમાણી આશરે ૧૯૦૭.૧૫ કરોડ રૂપિયા (૨૮.૫ કરોડ ડોલર) જેટલી થાય છે. જ્યારે બીજું સ્થાન આર્જેન્ટીનાના મેજિકલ ફૂટબોલર લાયોનેલ મેસ્સીને મળ્યું છે. મેસ્સીની વાર્ષિક કમાણી રૂપિયા ૭૪૨.૭૮ કરોડ રૂપિયા હોવાનો અંદાજ ‘ફોર્બ્સ’એ માંડયો છે, જે ડોલરમાં ૧૧.૧ કરોડ છે.
ચેન્નઈનો ૧૨ વર્ષ અને ૧૦ મહિનાનો આર. પ્રાગનાન્ધાએ વિશ્વનાં બીજા નંબરનાં ચેસની રમતનાં ગ્રાન્ડ માસ્ટર બનવાની સિદ્ધિ મેળવી છે. માત્ર ત્રણ મહિનાના અંતરના લીધે તે વિશ્વનો સૌથી યુવા ગ્રાન્ડ માસ્ટર બનવાનો ઈતિહાસ સર્જતા રહી ગયો છે.
વિકેટકીપર જોશ બટલર (અણનમ ૧૧૦) અને આદિલ રશીદ (૨૦ રન) વચ્ચે નવમી વિકેટ માટે નોંધાયેલી ૮૧ રનની મહત્ત્વપૂર્ણ ભાગીદારીની મદદથી ઇંગ્લેન્ડે સિરીઝની પાંચમી અને અંતિમ વન-ડેમાં પણ ઓસ્ટ્રેલિયાને એક વિકેટે પરાજય આપી પાંચ મેચની સિરીઝ ૫-૦થી જીતી લીધી છે.
ક્રિકેટની એક વેબસાઈટ દ્વારા ૧૯૯૩થી ૨૦૧૮ના વર્ષ દરમિયાનના ખેલાડીઓના પ્રદર્શનને આધારે સર્વશ્રેષ્ઠ વન-ડે પ્લેઈંગ ઈલેવન જાહેર કરાઈ છે. ઈયાન ચેપલ, સંજય માંજરેકર, જ્હોન રાઈટ, ડેવ વ્હોટમોર, માર્ક નિકોલસની પેનલ દ્વારા આ ટીમ પસંદ કરાઈ છે.
