રમતગમત

No

Block: Site: Subtree Block

    ભારતીય બોર્ડનું યોગદાનઃ સુરક

    આઇપીએલ સિઝન-૧૨ના સૌપ્રથમ મુકાબલા અગાઉ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે (બીસીસીઆઇએ) પેરા મિલિટરી ફોર્સ સીઆરપીએફ અને ભારતીય સૈન્યને રૂ. ૨૦ કરોડનું આર્થિક યોગદાન આપીને સ્તુત્ય પગલું ભર્યું છે. 

    વર્લ્ડ કપ જીતવા માટે ભારત માટે...

    ઓસ્ટ્રેલિયાની ધરતી પર ભારતે ૭૦ વર્ષે પ્રથમ વખત ટેસ્ટ શ્રેણી જીતી તે સિદ્ધિનો શિલ્પી છે ચેતેશ્વર પૂજારા. અત્યારે સમગ્ર ક્રિકેટ જગતનું ધ્યાન વન-ડે વર્લ્ડ કપ પર છે ત્યારે ચેતેશ્વરના મતે ટીમ ઇન્ડિયા વર્લ્ડ કપ જીતવાનું મહત્ત્વની દાવેદાર છે.

    વિશ્વભરના સ્પોર્ટ્સ ટીમ માલિ

    વિશ્વના ટોચના ધનાઢ્યોમાં મુકેશ અંબાણી ભલે ૧૩મા ક્રમે હોય, પણ વિશ્વની જુદી જુદી રમતોની ફ્રેન્ચાઇઝી કે લીગ ટીમના માલિકોમાં તેઓ સૌથી ધનિક છે. રમતજગતમાં ફૂટબોલ, અમેરિકન ફૂટબોલ, બાસ્કેટ બોલ, કાર રેસિંગ, બેઝબોલ લીગ અમેરિકા અને યુરોપીયન દેશોમાં વર્ષોથી પ્રચલિત છે અને જે તે દેશના ધનાઢ્યો આવી ટીમ કે ફ્રેન્ચાઇઝીની માલિકી ધરાવે છે. 

    ભારત-પાક. મેચની ટિકિટો ૪૮ કલાક

    સરહદ પર ભલે તણાવભરી પરિસ્થિતિ હોય, પણ ભારત-પાકિસ્તાનની ક્રિકેટ મેચ પ્રત્યે સમર્થકોનો ઉત્સાહ સહેજ પણ ઠંડો પડયો નથી. ઇંગ્લેન્ડના આંગણે આવતા મહિને શરૂ થઇ રહેલા આઇસીસી વર્લ્ડ કપમાં ભારત-પાકિસ્તાન મેચની લગભગ ૨૫ હજાર ટિકિટો માત્ર ૪૮ કલાકમાં વેચાઈ ગઈ હતી. 

    આઇપીએલની દિલધડક ફાઇનલઃ મુંબઇ

    આઇપીએલ ૨૦૧૯ ટૂર્નામેન્ટની આખરી ઓવરના આખરી બોલ સુધી રોમાંચક બની રહેલી ફાઇનલમાં મુંબઇ ઇન્ડિયન્સે ચેન્નઇ સુપર કિંગ્સને એક રને હરાવીને ચોથી વખત ટ્રોફી કબ્જે કરી હતી. રાજીવ ગાંધી સ્ટેડિયમમાં રવિવારે રમાયેલી ફાઇનલમાં મુંબઇએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતાં ૮ વિકેટે ૧૪૯ રન કર્યા હતા. જવાબમાં ચેન્નઇની ટીમ ૭ વિકેટે ૧૪૮ રન કરી શકી હતી. મુંબઇ ઇંડિયન્સ છેલ્લા સાત વર્ષમાં ચોથી વખત ચેમ્પિયન બની છે. આ પહેલાં તે ૨૦૧૩, ૨૦૧૫ અને ૨૦૧૭માં ચેમ્પિયન બની હતી. ૨૦૧૭માં પણ મુંબઇ ટીમે એક રનથી ફાઇનલ જીતી હતી. તે સમયે તેણે રાઇઝિંગ પૂણે સુપર જાયન્ટ્સને હરાવી હતી.

    આંતરરાષ્ટ્રીય ફૂટબોલ ખેલાડી અને ઇંગ્લેન્ડની ટીમના પૂર્વ કેપ્ટન ડેવિડ બેકહામ પર ડ્રાઇવિંગ બેન લગાવાયો છે. બેકહામ હવે ૬ મહિના સુધી કાર નહીં ચલાવી શકે. આ ઉપરાંત તેને ૭૫૦ પાઉન્ડનો દંડ પણ ફટકારાયો છે. તેની સામે કાર ચલાવતા સમયે ફોન વાપરવાનો આરોપ હતો. ૪૩ વર્ષીય બેકહામે કોર્ટમાં આરોપોનો સ્વીકાર કરી લીધો હતો. બેકહામને ગત વર્ષ નવેમ્બરમાં સેન્ટ્રલ લંડનમાં ડ્રાઇવિંગ કરતા સમયે ટ્રાફિક પોલીસે પકડ્યો હતો.

    શ્રીલંકન ક્રિકેટર ગુનાવર્દને...

    શ્રીલંકાના ભૂતપૂર્વ બેટ્સમેન ગુનાવર્દને અને ફાસ્ટ બોલર નુવાન ઝોયસાની સામે આઇસીસીએ મેચ ફિક્સિંગનો આરોપ મૂક્યો છે. આઇસીસીએ બંને ક્રિકેટરોને ખુલાસો કરવા માટે ૧૪ દિવસ સમય આપ્યો છે અને આ પછી તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે તેમ નક્કી લાગે છે. 

    સ્પ્રિન્ટર દુતી ચંદઃ હું સમલૈ

    ભારતની ટોચની સ્પ્રિંટર દુતી ચંદે ખુલાસો કર્યો છે કે, તે સમલૈંગિક સંબંધોમાં છે. તે ભારતની પહેલી એથ્લીટ છે જેણે આ રીતે જાહેરમાં આ વાતનો સ્વીકાર કર્યો છે. દુતીએ ‘ધ સન્ડે એક્સપ્રેસ’ને આપેલી ઈન્ટરવ્યૂમાં આ વાતનો ખુલાસો કર્યો છે. દુતીએ જણાવ્યું છે કે, તે પોતાના વતન ચાકા ગોપાલપુર (ઓડિશા)માં એક યુવતી સાથે રિલેશનશીપમાં છે. જોકે દુતીએ આનાથી વધુ તેના પાર્ટનર વિશે જણાવવાની ના પાડી છે. તે નથી ઈચ્છતી કે તેની પાર્ટનર કોઈ પણ કારણ વગર લોકોની નજરમાં આવે.

    લોર્ડ ગઢિયાએ ટેબીટ ‘ક્રિકેટ ટેસ્ટ’ની પ્રાસંગિકતા વિશે પ્રશ્ર ઉઠાવ્યો

    ઓવલમાં ક્રિકેટ વર્લ્ડ કપની શરૂઆત અગાઉ હાઉસ ઓફ લોર્ડ્સના બ્રિટિશ ભારતીય સભ્યલોર્ડ જિતેશ ગઢિયાએ કન્ઝર્વેટિવ પાર્ટીના ભૂતપૂર્વ ચેરમેન નોર્મન ટેબીટ દ્વારા શરૂ કરાયેલી ‘ક્રિકેટ ટેસ્ટ’ના સતત પ્રાસંગિકતા વિશે પ્રશ્ર ઉઠાવ્યો હતો. ટેબીટે ઈમિગ્રન્ટ્સને ઈંગ્લેન્ડની ટીમ પ્રત્યે વફાદારી દર્શાવવા જણાવ્યું હતું.

    મનીગ્રામ દ્વારા ક્રિકેટના મહ

    ક્રિકેટ વર્લ્ડ કપની મોસમનો આરંભ થઈ ગયો છે. આ સમયે લોર્ડ્સના મીડિયા સેન્ટર ખાતે ICC ક્રિકેટ વર્લ્ડ કપ ૨૦૧૯ સાથે મનીગ્રામના સંબંધને સૌથી રોમાંચક પહેલ ગણાવતા તેના યુરોપીય માર્કેટિંગ હેડ રિચાર્ડ લેવીએ જણાવ્યું હતું કે,‘ ક્રિકેટ વર્લ્ડ કપ સાથે મનીગ્રામનો સહયોગ લોકોને રોમાંચક રીતે નિકટ લાવશે અને રચનાત્મક અનુભવ તરીકે તેને માણવામાં સહાય કરશે.’ આ મીડિયા બ્રીફિંગમાં ઈંગ્લેન્ડના કેપ્ટન ઈયોન મોર્ગન અને ICCના જનરલ મેનેજર કેમ્પબેલ જેમિસન પણ ઉપસ્થિત રહ્યા હતા.