ઓસ્ટ્રેલિયા સામેની ચોથી ટેસ્ટ મેચની પહેલી ઇનિંગમાં ‘ધ વોલ’ ચેતેશ્વર પૂજારા ભલે બેવડી સદી ફટકારવાનું ચૂકી ગયો હોય, પરંતુ તેણે ૯૦ વર્ષ જૂના રેકોર્ડને તોડયો છે. પૂજારાએ આ ઇનિંગમાં ૩૭૩ બોલનો સામનો કરી ૧૯૩ રન કર્યા છે. આ સાથે ચેતેશ્વર પૂજારા ઓસ્ટ્રેલિયાની ધરતી પર ચાર મેચ કે તેનાથી ઓછી મેચની સિરીઝમાં સૌથી વધુ બોલ રમનાર ખેલાડી બની ગયો છે. પૂજારાએ આ પ્રવાસમાં અત્યાર સુધી ૧,૨૫૮ બોલ રમ્યા છે. ચેતેશ્વર પૂજારાએ ઇંગ્લેન્ડના હર્બટ સટક્લિફનો રેકોર્ડ તોડયો હતો, જેમણે ૧૯૨૮માં એશિઝ સિરીઝની ચાર મેચની સાત ઇનિંગમાં ૧,૨૩૭ બોલનો સામનો કર્યો હતો.
રમતગમત
Block: Site: Subtree Block
દક્ષિણ આફ્રિકાના પૂર્વ સુકાની હેન્સી ક્રોન્યેને સંડોવતા અને વર્ષ ૨૦૦૦માં બહુ ગાજેલા ક્રિકેટ મેચ ફિક્સિંગ કેસમાં ચાવીરૂપ આરોપી સંજીવ ચાવલાના પ્રત્યાર્પણનો માર્ગ સાત જાન્યુઆરી, સોમવારે વેસ્ટમિન્સ્ટર કોર્ટે ખુલ્લો કર્યો છે. ૫૦ વર્ષીય ચાવલાને દેશનિકાલ કરવા માટે ધ વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટની કોર્ટે લીલી ઝંડી દેખાડી છે. હવે પ્રત્યાર્પણના ઔપચારિક હુકમ માટે આ કેસ હોમ સેક્રહેટરી સાજીદ જાવિદ પાસે જશે.
હાર્દિક પંડ્યાએ ટીમ ઇંડિયામાં પ્રભાવશાળી પુનરાગમન કરતાં શાનદાર કેચ ઝડપ્યો હતો અને ૧૦ ઓવરમાં ૪૫ રન આપી બે વિકેટ ખેરવી હતી. કેપ્ટન વિરાટ કોહલીએ ત્રીજી વન-ડે બાદ હાર્દિકના સમાવેશને આવકારતા જણાવ્યું હતું કે, હાર્દિક પંડ્યાના સમાવેશનો મને આનંદ છે. તે એક એવો ખેલાડીને છે જે ટીમને સંતુલન પૂરું પાડે છે. હાર્દિક જે રીતે બોલિંગ કરી રહ્યો હતો તે દર્શાવે છે કે તે પોતાનું કૌશલ્ય વધારવા ખૂબ જ મહેનત કરી રહ્યો છે. હાર્દિક જેવો ખેલાડી બેટિંગ-બોલિંગ-ફિલ્ડિંગ ત્રણેય મોરચે શ્રેષ્ઠ પ્રદર્શન માટે કોઈ કસર બારી રાખતો નથી. સારી વાત એ છે કે હાર્દિક હકારાત્મક માનસિક્તા સાથે પુનરાગમન કર્યું છે.
ભારતીય ટીમે યજમાન ન્યૂ ઝીલેન્ડને સતત ત્રીજી વન-ડેમાં હરાવીને પાંચ વન-ડે મેચની સિરીઝમાં ૩-૦ની અજેય સરસાઈ મેળવી સિરીઝ કબ્જે કરી છે. ભારતીય ટીમે પ્રથમ વન-ડે આઠ વિકેટે અને બીજી વન-ડે ૯૦ રને જીતી હતી. ત્રીજી વન-ડેમાં ટીમ ઈન્ડિયાના બોલરોએ શાનદાર બોલિંગ કરતાં ન્યૂ ઝીલેન્ડ ૪૯ ઓવરમાં ૨૪૩ રનમાં ઓલઆઉટ કર્યું હતું. ૨૪૪ રનના લક્ષ્યાંક સામે રોહિત શર્મા અને વિરાટ કોહલીની અર્ધી સદી તેમજ રાયડુ અને કાર્તિક વચ્ચે ચોથી વિકેટ માટે નોંધાયેલી અણનમ ૭૭ રનની ભાગીદારીની મદદથી ૪૩મી ઓવરમાં સાત વિકેટે વિજય મેળવી લીધો હતો.
હાર્દિક પંડ્યાએ ટીમ ઇંડિયામાં પ્રભાવશાળી પુનરાગમન કરતાં શાનદાર કેચ ઝડપ્યો હતો અને ૧૦ ઓવરમાં ૪૫ રન આપી બે વિકેટ ખેરવી હતી. કેપ્ટન વિરાટ કોહલીએ ત્રીજી વન-ડે બાદ હાર્દિકના સમાવેશને આવકારતા જણાવ્યું હતું કે, હાર્દિક પંડ્યાના સમાવેશનો મને આનંદ છે. તે એક એવો ખેલાડીને છે જે ટીમને સંતુલન પૂરું પાડે છે. હાર્દિક જે રીતે બોલિંગ કરી રહ્યો હતો તે દર્શાવે છે કે તે પોતાનું કૌશલ્ય વધારવા ખૂબ જ મહેનત કરી રહ્યો છે. હાર્દિક જેવો ખેલાડી બેટિંગ-બોલિંગ-ફિલ્ડિંગ ત્રણેય મોરચે શ્રેષ્ઠ પ્રદર્શન માટે કોઈ કસર બારી રાખતો નથી. સારી વાત એ છે કે હાર્દિક હકારાત્મક માનસિક્તા સાથે પુનરાગમન કર્યું છે.
આઈસીસી એવોર્ડ્સ ૨૦૧૮માં ટીમ ઇંડિયાનો કેપ્ટન વિરાટ કોહલી છવાઈ ગયો છે. તેણે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) દ્વારા અપાતા ત્રણેય એવોર્ડ પોતાના નામે કર્યા છે. તાજેતરમાં જાહેર કરાયેલા એવોર્ડમાં માત્ર કોહલીનું જ નામ ચર્ચામાં હતું. આઈસીસીએ તેને આઈસીસી મેન્સ ક્રિકેટર ઓફ ધ યર ૨૦૧૮ પસંદ કર્યો છે. આમ તેને સર ગારફિલ્ડ સોબર્સ ટ્રોફી અપાશે. આ ઉપરાંત કોહલીની પહેલી વખત આઈસીસી મેન્સ ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ યર તરીકે પસંદગી થઇ છે. તો તેને આઈસીસી મેન્સ વન-ડે ક્રિકેટર ઓફ ધ યર તરીકે પણ પસંદ કરાયો છે.
ઓસ્ટ્રેલિયા બાદ ન્યૂઝીલેન્ડની ધરતી યજમાન દેશને હરાવીને વિજયપતાકા લહેરાવનાર ટીમ ઇંડિયા હેમિલ્ટન પહોંચીને પાણીમાં બેસી ગઇ હોય તેમ અત્યાર સુધીનો સૌથી મોટા પરાજય પોતાના નામે કર્યો છે. ન્યૂ ઝીલેન્ડ સામેની ચોથી વન-ડેમાં ભારતીય ટીમે ઝડપી બોલર ટ્રેન્ટ બોલ્ટ અને કોલિન ડી ગ્રાન્ડહોમની ઘાતક બોલિંગ સામે ઘૂંટણ ટેકવી દીધા હતા અને વન-ડેમાં બોલ બાકી રહેવાની દૃષ્ટિએ સૌથી મોટા પરાજયનો સામનો કર્યો હતો.
ન્યૂ ઝીલેન્ડ વિરુદ્ધ શ્રેણી જીત્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમ વન-ડે રેન્કિંગમાં બીજા સ્થાને પહોંચી છે. જ્યારે કેપ્ટન વિરાટ કોહલી અને ઝડપી બોલર જસપ્રિત બુમરાહે પોત-પોતાની કેટેગરીમાં ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે.
ભારતીય ટીમે વેલિંગ્ટનમાં રમાયેલી પાંચમી અને અંતિમ વન-ડેમાં ન્યૂ ઝીલેન્ડને ૩૫ રને હરાવી પાંચ મેચની વન-ડે સિરીઝમાં ૪-૧થી ઐતિહાસિક જીત મેળવી છે. ભારતીય ટીમે ન્યૂ ઝીલેન્ડની ધરતી પર પ્રથમ વાર ૪-૧થી વન-ડે શ્રેણી વિજય થયો છે. આ પહેલાં ભારતે ૨૦૦૯માં ન્યૂ ઝીલેન્ડને તેની ધરતી પર પાંચ મેચની સિરીઝમાં ૩-૧થી જીત મેળવી હતી.
ભારતીય મહિલા અને ન્યૂ ઝીલેન્ડ મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે પહેલી ફેબ્રુઆરીએ સિરીઝની ત્રીજી અને અંતિમ વન-ડે મેચ હેમિલ્ટનના સડન પાર્ક ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાઈ હતી. આ મેદાન પર ટોસ માટે ઊતરતાં જ મિતાલી રાજે ઇતિહાસ રચી દીધો હતો. આ તેની કારકિર્દીની ૨૦૦મી વન-ડે મેચ હતી. આમ મહિલા વન-ડેમાં તે સૌથી વધુ વન-ડે રમનાર વિશ્વની પ્રથમ મહિલા ક્રિકેટર બની છે. આ ઉપરાંત કેપ્ટન તરીકે પણ આ તેની ૧૨૩મી મેચ હતી તે પણ એક રેકોર્ડ છે.
