રમતગમત

No

Block: Site: Subtree Block

    ૧૫ વર્ષીય આકાશે એકેય રન આપ્યા

    રાજસ્થાનના ૧૫ વર્ષના તરવરિયા તોખાર જેવા બોલર આકાશ ચૌધરીએ એક ટ્વેન્ટી૨૦ મેચમાં એક એવો અનોખો રેકોર્ડ બનાવ્યો છે કે મેચ જોનાર પણ દંગ થઇ ગયા છે.

    ઇંગ્લેન્ડને વધુ એક ઝટકો, જેક બ

    ઇંગ્લેન્ડના ઝડપી બોલર સ્ટીવન ફિન ઇજાને કારણે એશિઝ સિરીઝમાંથી નીકળી ગયા બાદ હવે ઝડપી બોલર જેક બોલને પણ ઇજાગ્રસ્ત થયાના અહેવાલ છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયા ઇલેવન સામેની ચાર દિવસીય મેચ દરમિયાન તેને ઇજા થઇ હતી.

    ડર્બી ક્રિકેટર શિવ ઠાકોર

    ડર્બીશાયરના ૨૪ વર્ષીય ક્રિકેટર અને મૂળ ગુજરાતી શિવ ઠાકોરને સધર્ન ડર્બીશાયર મેજિસ્ટ્રેટ કોર્ટે હાઉસિંગ એસ્ટેટ નજીક બે મહિલા સામે ‘એક્સપોઝ’ થવાનો દોષી ગણાયો છે. શિવે પોતાના બચાવમાં જણાવ્યું હતું કે તેને પોતાને આગળ અને પાછળ ‘વ્યવસ્થિત’ કરવાની ટેવ છે. ઠાકોર ઈંગ્લેન્ડની અંડર-૧૯ ટીમ ઉપરાંત, લેસ્ટરશાયર તરફથી પણ રમ્યો છે. ડર્બી મેકવર્થમાં ૧૨ અને ૧૯ જૂને બે આરોપમાં તેની ધરપકડ કરાઈ હતી. ઠાકોરને ૨૪ નવેમ્બરે સજા જાહેર કરાશે અને ત્યાં સુધી તેને બિનશરતી જામીન પર મુક્ત કરાયો હતો. ડર્બીશાયર કાઉન્ટી ક્રિકેટ ક્લબે શિવ ઠાકોરને હાલ સસ્પેન્ડ કર્યો છે.

    કૃણાલ પંડ્યા - પંખુડી શર્મા સા

    આઇપીએલમાં મુંબઈ ઇન્ડિયન્સ તરફથી રમતો સ્ટાર ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યા ડિસેમ્બરના અંતમાં પંખુડી શર્મા સાથે પ્રણય સૂત્રમાં બંધાવાનો છે. આ શાનદાર લગ્ન સમારંભ મુંબઈની જે. જે. મેરિયોટ હોટેલ ખાતે યોજાવાનો છે.

    રોહિત શર્મા ભારતનો ૨૪મો વન-ડે

    શ્રીલંકા સામેની વન-ડે સિરિઝમાં કેપ્ટન વિરાટ કોહલીને આરામ આપવામાં આવ્યો છે. વિરાટની ગેરહાજરીમાં રોહિત શર્મા ટીમનું નેતૃત્વ સંભાળશે. આ સાથે જ રોહિત ભારતીય વન-ડે ટીમનો ૨૪મો કેપ્ટન બનશે. આ સાથે જ તે મુંબઈનો સાતમો ક્રિકેટર હશે જે મહત્ત્વપૂર્ણ જવાબદારી સંભાળશે. વિરાટ છેલ્લા ઘણા સમયથી સતત ક્રિકેટ રમી રહ્યો હતો.

    એક દસકા બાદ... ઓસ્ટ્રેલિયાએ એશિ

    સ્ટાર ઓપનર ડેવિડ વોર્નર અને બેનક્રોફ્ટે ઓસ્ટ્રેલિયાને એશિઝ ક્રિકેટ શ્રેણીની પ્રથમ ટેસ્ટમાં ઇંગ્લેન્ડ સામે ૧૦ વિકેટે ધમાકેદાર વિજય અપાવ્યો છે. ઓસ્ટ્રેલિયાએ સોમવારે ટેસ્ટ મેચના છેલ્લા દિવસે ૫૦ ઓવરમાં વિના વિકેટે ૧૭૦ રનનો લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. સ્ટિવ સ્મિથને મેન ઓફ મેચ જાહેર કરાયો હતો. આ સાથે જ ઓસ્ટ્રેલિયાએ પાંચ મેચની શ્રેણીમાં ૧-૦ની લીડ મેળવી લીધી છે. આ સાથે ઓસ્ટ્રેલિયાએ પૂરા ૧૦ વર્ષ બાદ ઇંગ્લેન્ડ સામે ૧૦ વિકેટે વિજય મેળવ્યો છે.

    નાગપુર ટેસ્ટઃ ભારતનો સૌથી મોટ

    ભારતીય ટીમે નાગપુર ટેસ્ટમાં શ્રીલંકાને એક ઇનિંગ્સ અને ૨૩૯ રનથી કારમો પરાજય આપીને ત્રણ મેચની શ્રેણીમાં ૧-૦ની લીડ મેળવી છે. આ સાથે જ ભારતીય ટીમે ટેસ્ટ ઇતિહાસમાં પોતાના સર્વશ્રેષ્ઠ વિજયના રેકોર્ડની બરોબરી પણ કરી છે. ભારતે ૨૦૦૭માં બાંગ્લાદેશને આટલા અંતરથી હરાવ્યું હતું. ટેસ્ટ ક્રિકેટમાં શ્રીલંકાનો આ અત્યાર સુધીનો સૌથી નાલેશીભર્યો પરાજય છે તો આ તેનો ૧૦૦મો પરાજય પણ છે. 

    ૧ વર્ષમાં ૧૦ સદીઃ કોહલી પ્રથમ

    કેપ્ટન વિરાટ કોહલીની (૨૧૩) પાંચમી બેવડી સદી અને રોહિત શર્માએ (અણનમ ૧૦૨) ચાર વર્ષ બાદ નોંધાવેલી સદીની મદદથી ભારતે શ્રીલંકા સામે સ્થિતિ અત્યંત મજબૂત કરી હતી. ભારતે પ્રથમ દાવ છ વિકેટે ૬૧૦ રનના સ્કોરે ડિકલેર કર્યો હતો. પ્રથમ ઇનિંગ્સના આધારે ભારતે ૪૦૫ રનની જંગી લીડ મેળવી હતી. 

    ટેસ્ટ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં

    ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) ટેસ્ટ ક્રિકેટને વધુ લોકપ્રિય બનાવવા માટે વર્લ્ડ ચેમ્પિયનશિપનો પ્લાન બનાવ્યો છે. જોકે, આમાં એવું પણ બની શકે છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલાઓ ન યોજાય.

    ૧ વન-ડે, ૧૭ ઓવર, ૯ ઝીરો, બે રનમાં

    ક્રિકેટના ઈતિહાસમાં કોઈ પણ મેચમાં કોઈ ટીમ ફક્ત બે રનમાં આઉટ થઈ ગઈ હોય તેવી ઘટના ક્યારેય બની નથી, પરંતુ ૨૪ નવેમ્બરે નાગાલેન્ડ અને કેરળની અંડર-૧૯ મહિલા ક્રિકેટ મેચમાં આ નાલેશીજનક વિક્રમ નોંધાયો છે. નાગાલેન્ડની ટીમ ફક્ત બે જ રનમાં આઉટ થઈ ગઈ હતી. ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ની વિમેન્સ અંડર-૧૯ વન-ડે ક્રિકેટ લીગ અને નોકઆઉટ ટૂર્નામેન્ટમાં ગંટુરમાં કેરળ સામે રમાયેલી મેચમાં નાગાલેન્ડની ટીમ ૧૭ ઓવરમાં ફક્ત બે જ રનમાં આઉટ થઈ ગઈ હતી. ટીમની નવ ખેલાડી ખાતું પણ ખોલાવી શકી ન હતી. જ્યારે એક રન વાઈડનો હતો. ટીમ માટે ઓપનર રીમાર્કાબ્લી મેનકાએ ૧૮ બોલમાં એક રન નોંધાવ્યો હતો. કેરળે ફક્ત એક બોલમાં જ લક્ષ્યાંક પાર પાડીને મેચ જીતી લીધી હતી.