રમતગમત

No

Block: Site: Subtree Block

    પ્રાઈડવ્યૂ ક્રિકેટર્સ કપ દ્વ

    છઠ્ઠી વાર્ષિક ટુર્નામેન્ટ પ્રાઈડવ્યૂ ક્રિકેટર્સ કપ દ્વારા તેમની પસંદગીની ચેરિટી ‘One Kind Act!’ માટે ૨૧,૫૪૨ પાઉન્ડનું વિક્રમી ભંડોળ એકત્ર કરવામાં આવ્યું છે. પ્રોપર્ટી અને બિઝનેસ કોમ્યુનિટીએ આ ભંડોળ માટે ભારે પ્રતિસાદ આપ્યો હતો. પ્રાઈડવ્યૂ પ્રોપર્ટીઝે ૧૩ રનથી મોનાર્ક કોમર્શિયલને હરાવી પ્રાઈડવ્યૂ ચેમ્પિયન્સ ટ્રોફી હાંસલ કરી હતી. જ્યારે જેડ ફાર્મસીએ ૧૯ રનથી લોગીકેરને હરાવી સતત ત્રીજી વખત પ્રાઈડવ્યૂ ક્રિકેટર્સ કપ હાંસલ કર્યો હતો.

    ઇંગ્લેન્ડના બેટ્સમેન માઇકલ લ

    ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમ અને કાઉન્ટી કલબ નોટિંગહામશાયરના ઓપનર માઇકલ લંબે ક્રિકેટને અલવિદા કર્યું છે. ૩૭ વર્ષીય માઇકલ લંબ ઘૂંટણની ઈજાથી પરેશાન હોવાથી તેણે આ નિર્ણય કર્યો હતો. લંબે કહ્યું હતું કે, નિવૃત્તિ જાહેર કરતાં મને ઘણી નિરાશા થઈ છે. મેડિકલ રિપોર્ટ મુજબ મારા ઘુંટણની ઈજા ઘણી ગંભીર છે. જેને કારણે મને લાગી રહ્યું છે કે હું હવે આગમી સમયમાં ક્રિકેટ નહીં રમી શકું. આથી મેં નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો છે. મને ગર્વ છે કે, હું ઇંગ્લેન્ડ ક્રિકેટ સાથે જોડાયો હતો. હું ટીમના તમામ સાથી ખેલાડીઓનો આભાર માનું છું જેણે મને ઘણો સાથ આપ્યો હતો.

    વન-ડે ટીમમાં પંડ્યા, બુમરાહ, પટ

    ભારતીય ક્રિકેટ ટીમના પસંદગીકારોએ શ્રીલંકા સામેની પાંચ વન-ડે અને એક ટ્વેન્ટી-૨૦ સિરિઝ માટેની ટીમમાં ઓલરાઉન્ડર યુવરાજ સિંહને સામેલ કર્યો નથી. જ્યારે સ્પિનર રવિન્દ્ર જાડેજા અને અશ્વિનની સાથે સાથે મીડિયમ પેસર ઉમેશ યાદવ અને મોહમ્મદ શમીને આરામ આપવાનો નિર્ણય લીધો છે.
    ભારતીય ટીમમાં લોકેશ રાહુલ અને મનીષ પાંડેએ એન્ટ્રી મેળવી છે. તો વડોદરાના ઓલરાઉન્ડર હાર્દિક પંડયાની સાથે ગુજરાતના અક્ષર પટેલ અને જસપ્રીત બુમરાહને  પણ ટીમોમાં સ્થાન આપવામાં આવ્યું છે.

    ટેસ્ટ ક્રિકેટમાં ટીમ ઇંડિયાન

    ભારતીય ક્રિકેટ ટીમે સોમવારે શ્રીલંકાને ત્રીજી ટેસ્ટના ત્રીજા દિવસે એક ઇનિંગ અને ૧૭૧ રને હરાવીને ત્રણ ટેસ્ટ મેચની સિરીઝ ૩-૦થી જીતી યજમાન ટીમનો વ્હાઇટવોશ કર્યો છે. ૧૯૩૨થી ટેસ્ટ ક્રિકેટ રમતી ભારતીય ટીમે આ સિદ્ધિ સાથે જ ટેસ્ટ ક્રિકેટમાં પ્રથમ વાર ૩-૦થી ક્લીનસ્વીપ કરવાનું સ્વપ્ન સાકાર કર્યું છે. વિદેશી ધરતી પર ત્રણ ટેસ્ટ મેચની સિરીઝમાં તમામ ત્રણેય ટેસ્ટ જીતવા માટે ભારતને ૮૫ વર્ષ રાહ જોવી પડી છે. અત્યાર સુધી વિદેશી ધરતી પર ભારતીય ટીમ બે મેચની સિરીઝ ૨-૦થી જ જીતી શકી છે. કોઈ પણ ભારતીય કેપ્ટન ૩-૦ જેટલી વિરાટ સફળતા મેળવી શક્યો નહોતો.

    હાર્દિક પંડ્યાનો વિક્રમઃ ઓવર

    વડોદરાનો તેજતર્રાર યુવા ખેલાડી હાર્દિક પંડ્યા શ્રીલંકા સામેની ત્રીજી ટેસ્ટમાં છવાઇ ગયો હતો. તેણે મેચના બીજા દિવસે ૧૦૮ રનની તોફાની ઇનિંગ રમી હતી. આઠમા નંબરે રમવા આવેલા પંડ્યાએ ૯૬ બોલમાં આઠ ચોગ્ગા અને સાત છગ્ગા ફટકાર્યા હતા. તે દરમિયાન તેણે મલિંડા પુષ્પકુમારની એક ઓવરમાં ૨૬ રન બનાવ્યા હતા. ટેસ્ટ ક્રિકેટની એક ઓવરમાં કોઈ ભારતીય બેટ્સમેને ફટકારેલા આ સૌથી વધારે રન છે.

    પૂજારા માટે આનંદનો ત્રિવેણીસ

    ટેસ્ટ ક્રિકેટર ચેતેશ્વર પૂજારાને ગુરુવારે - ત્રણ ઓગસ્ટે એક દિવસમાં ત્રણ ખુશખબરીઓ મળી હતી. એક તો તે ગુરુવારે ટીમ ઇંડિયા તરફથી કારકિર્દીની ૫૦મી ટેસ્ટ રમવા માટે મેદાનમાં ઉતર્યો હતો. 

    પૂજારા માટે આનંદનો ત્રિવેણીસ

    ટેસ્ટ ક્રિકેટર ચેતેશ્વર પૂજારાને ગુરુવારે - ત્રણ ઓગસ્ટે એક દિવસમાં ત્રણ ખુશખબરીઓ મળી હતી. એક તો તે ગુરુવારે ટીમ ઇંડિયા તરફથી કારકિર્દીની ૫૦મી ટેસ્ટ રમવા માટે મેદાનમાં ઉતર્યો હતો. તેના માટે આનંદની બીજી વાત એ હતી કે તેણે કરિયરની ૧૩મી સદી ફટકારી હતી. અને ત્રીજી મોટી ખુશખબરી એ હતી કે આ જ દિવસે દિલ્હીમાં ભારત સરકારની એવોર્ડ સમિતિએ અર્જુન પુરસ્કાર માટે તેના નામની જાહેરાત કરી હતી. 

    કોહલીની કેપ્ટનશિપમાં સતત આઠમ

    ચેતેશ્વર પૂજારા (૧૩૩) અને અજિંક્ય રહાણે (૧૩૨)ની શતકીય ઈનિંગ બાદ રવીન્દ્ર જાડેજા અને અશ્વિનની વેધક બોલિંગના સહારે ભારતે શ્રીલંકાને બીજી ટેસ્ટ મેચમાં ચોથા દિવસે ઇનિંગ અને ત્રણ ટેસ્ટ મેચની સિરીઝમાં ૨-૦થી કબજો કર્યો છે. 

    પૂજારા માટે આનંદનો ત્રિવેણીસ

    ટેસ્ટ ક્રિકેટર ચેતેશ્વર પૂજારાને ગુરુવારે - ત્રણ ઓગસ્ટે એક દિવસમાં ત્રણ ખુશખબરીઓ મળી હતી. એક તો તે ગુરુવારે ટીમ ઇંડિયા તરફથી કારકિર્દીની ૫૦મી ટેસ્ટ રમવા માટે મેદાનમાં ઉતર્યો હતો. તેના માટે આનંદની બીજી વાત એ હતી કે તેણે કરિયરની ૧૩મી સદી ફટકારી હતી અને ત્રીજી મોટી ખુશખબરી એ હતી કે આ જ દિવસે દિલ્હીમાં ભારત સરકારની એવોર્ડ સમિતિએ અર્જુન પુરસ્કાર માટે તેના નામની જાહેરાત કરી હતી. 

    રિયલ મેડ્રિડને ૩-૨થી હરાવી બાર...

    માયામીના હાર્ડ રોક સ્ટેડિયમ ખાતે યોજાયેલા ચેમ્પિયન્સ કપના મુકાબલા ‘અલ ક્લાસિકો’માં લા લીગા અને યુરોપિયન ચેમ્પિયન રિયલ મેડ્રિડને એક રોમાંચક મુકાબલામાં ૩-૨થી હરાવી ફૂટબોલ ક્લબ બાર્સેલોના બની હતી.