રમતગમત

No

Block: Site: Subtree Block

    વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશીપ...

    ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી પી.વી. સિંધૂને વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશીપમાં સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો છે. જાપાનની નોજોમી ઓકુહારાએ વિમેન્સ સિંગલ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. સિંધૂનો ફાઇનલમાં નોજોમી ઓકુહારા સામે સંઘર્ષપૂર્ણ મુકાબલામાં ૧૯-૨૧, ૨૨-૨૦, ૨૦-૨૨થી પરાજય થયો હતો. 

    ટીમ ઇંડિયાની ૩-૦થી અજેય સરસાઇઃ...

    જસપ્રીત બુમરાહના ઝમકદાર બોલિંગ પ્રદર્શન (૫ વિકેટ) બાદ રોહિત શર્માની અણનમ સદી (૧૨૪) અને ધોનીની લડાયક બેટિંગ (૬૭ અણનમ)ની મદદથી ભારતે શ્રીલંકા સામેની ત્રીજી વન-ડેમાં ૬ વિકેટે વિજય મેળવ્યો હતો. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાએ ૫૦ ઓવરમાં ૯ વિકેટે ૨૧૭ રન કર્યા હતા. 

    ધોનીનું ૯૯મું સ્ટમ્પિંગ...

    ભારતીય વિકેટકીપર મહેન્દ્રસિંહ ધોનીએ પલેકલમાં શ્રીલંકા સામે રમાયેલી બીજી વન-ડે મેચમાં ધનુષ્કા ગુનાતિલકાનું સ્ટમ્પિંગ કરીને શ્રીલંકાના ભૂતપૂર્વ કેપ્ટન તથા વિકેટકિપર કુમાર સંગાકારાના સર્વાધિક સ્ટમ્પિંગના રેકોર્ડની બરોબરી કરી હતી.

    સદીની સૌથી મોટી ફાઇટઃ મેકગ્રે

    ટી-મોબાઈલ અરેનામાં યોજાયેલી સદીની સૌથી મોટી બોક્સિંગ ફાઈટમાં મિકસ્ડ માર્શલ આર્ટ્સના આઈકન ગણાતા કોનોર મેકગ્રેગોરને હરાવી અમેરિકાનો ફ્લોઈડ મેવેધર ચેમ્પિયન બન્યો છે. પોતાની કારકિર્દીમાં અત્યાર સુધી અપરાજિત રહેલો મેવેધર બે વર્ષ બાદ બોક્સિંગ રિંગમાં ઉતર્યો હતો. આ વિજય સાથે તેણે કારકિર્દીની ૫૦મી જીત મેળવી હતી, જેમાંથી આ તેનો ૨૭મો નોકઆઉટ વિજય હતો. આ વિજય સાથે જ ‘મની મેન’ તરીકે ઓળખાતો મેવેધર ‘હિસ્ટ્રી મેન’ બની ગયો છે. આ વિજય સાથે તેણે બોક્સિંગ રિંગને અલવિદા કરી છે. એક અહેવાલ મુજબ આ મુકાબલા પર ૩૮૩૨ કરોડ રૂપિયાનો દાવ લાગ્યો હતો.

    આઇપીએલના પ્રસારણ હકનું મૂલ્ય

    ક્રિકેટવિશ્વમાં આઈપીએલ નામે જાણીતી ઇંડિયન પ્રીમિયર લીગના મીડિયા અધિકારોનું સોમવારે ઓક્શન થયું હતું, જેમાં ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)ને લોટરી લાગી છે. બોર્ડની સૌથી સફળ ટૂર્નામેન્ટ આઈપીએલના મીડિયા રાઇટ્સ ખરીદવા ૨૪ કંપનીઓ રેસમાં હતી, જે તમામને પાછળ છોડીને સ્ટાર ઇન્ડિયાએ રૂ. ૧૬,૩૪૭.૫૦ કરોડમાં આગામી પાંચ વર્ષ માટે આઈપીએલના પ્રસારણ હકો ખરીદી લીધા છે. સ્ટાર ઇન્ડિયાએ વૈશ્વિક સ્તરે આઈપીએલના પ્રસારણ અધિકાર માટે સૌથી ઊંચી બોલી લગાવી હતી. આમ હવે આઈપીએલ મેચ દર્શાવવાના તમામ અધિકાર આગામી પાંચ વર્ષ સુધી સ્ટાર ઇન્ડિયા પાસે રહેશે. 

    ધોનીનો વિશ્વવિક્રમઃ ૧૦૦ સ્ટમ

    ટીમ ઇંડિયાના એક સમયના સ્ટાર કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ એક વધુ કીર્તિમાન હાંસલ કર્યું છે. શ્રીલંકા સામેની પાંચમી વન-ડે દરમિયાન ચહલની બોલિંગમાં તેણે ધનંજયાને સ્ટમ્પ આઉટ કર્યો હતો. આ સાથે જ ધોનીએ વન-ડે ક્રિકેટમાં ૧૦૦ સ્ટમ્પિંગ પૂરા કર્યા છે. વન-ડે ક્રિકેટના ઈતિહાસમાં ધોની ૧૦૦ સ્ટમ્પિંગ પૂરા કરનારો સૌપ્રથમ વિકેટકપર બની ગયો છે. 

    ચમારા સિલ્વા પર ફિક્સિંગના કા

    શ્રીલંકાના ભૂતપૂર્વ બેટ્સમેન ચમારા સિલ્વા પર વર્ષના પ્રારંભે ફર્સ્ટ ક્લાસ મેચ દરમિયાન કથિત મેચ ફિક્સિંગ બદલ તમામ પ્રકારની ક્રિકેટ ગતિવિધિ પર બે વર્ષ માટે પ્રતિબંધ મૂક્યો છે. શ્રીલંકા ક્રિકેટે ૨૩થી ૨૫ જાન્યુઆરી વચ્ચે પનાડુરા ક્રિકેટ કલબ અને કાલુતારા ફિઝિકલ કલ્ચર વચ્ચે મેચના ત્રીજા દિવસની ઘટનાઓની સાત મહિના તપાસના અંતે આ જાહેરાત કરી હતી. 

    ઇંગ્લિશ ફૂટબોલર વેન રૂનીનું ડ

    ઇંગ્લેન્ડ અને એવર્ટનના સ્ટાર ફૂટબોલર વેન રૂની સામે ડ્રિન્ક એન્ડ ડ્રાઈવનો કેસ સાબિત થતાં બે વર્ષ માટે તેનું ડ્રાઇવિંગ લાઇસન્સ રદ કરાયું છે. આ ઉપરાંત મેજિસ્ટ્રેટ દ્વારા તેને ૧૦૦ કલાકની કમ્યુનિટિ સર્વિસનો આદેશ આપ્યો છે.

    કોરિયા ઓપનઃ સિંધુએ સુપર સિરીઝ...

    ભારતીય બેડમિંટન ખેલાડી પી. વી. સિંધુએ ફાઈનલમાં જાપાનની નોઝોમી ઓકુહારાને ૨૨-૨૦, ૧૧-૨૧, ૨૧-૧૮થી હરાવીને કોરિયા ઓપન સુપર સિરીઝ ટાઈટલ જીતી લીધું છે. આ સાથે સિંધુએ ત્રણ સપ્તાહ પહેલા ઓકુહારા સામે વર્લ્ડ ચેમ્પિયનશીપની ફાઈનલમાં મળેલી હારનો બદલો વાળ્યો છે. સિંધુએ આક્રમક દેખાવ કરતાં એક કલાક અને ૨૪ મિનિટના સંઘર્ષમય મુકાબલામાં જીત મેળવી હતી. આ સાથે સિંધુએ કારકિર્દીનું ત્રીજું સુપર સિરિઝ ટાઈટલ જીત્યું હતું.

    ટી-૨૦માં ઇંગ્લેન્ડને બ્રાથવે

    માત્ર એક જ ટ્વેન્ટી૨૦ મેચ રમવા માટે વેસ્ટ ઇન્ડિઝથી અહીં પહોંચેલા કેપ્ટન કાર્લોસ બ્રાથવેઇટે ફરીથી ઇંગ્લેન્ડ સામે મેચવિનિંગ પ્રદર્શન કરી પોતાની ટીમને વિજય અપાવ્યો છે. આ વખતે તેણે ઘાતક બોલિંગ વડે એકમાત્ર ટી-૨૦ મેચમાં પોતાની ટીમને ૨૧ રનથી વિજય અપાવ્યો હતો.