અમેરિકાના ૨૦ વર્ષીય નવોદિત સ્વિમિંગ સ્ટાર સેલેબ ડ્રૈસેલે વિશ્વના મહાન સ્વિમર માઇકલ ફેલ્પ્સના એક જ ચેમ્પિયનશિપમાં સાત ગોલ્ડ મેડલ જીતવાના વર્લ્ડ રેકોર્ડની બરોબરી કરી લીધી છે. આ સાથે સેલેબે સાત ગોલ્ડ મેડલ સાથે ૧૭મી વર્લ્ડ ફિના એક્વેટિક ચેમ્પિયનશીપનું સમાપન કર્યું હતું. વર્લ્ડ ચેમ્પિયનશિપના અંતિમ દિવસે ડ્રૈસેલે ડૂના એરિના ખાતે ચાર બાય ૧૦૦ મીટર મિડલે રિલે બટરફ્લાય રાઉન્ડમાં શાનદાર પ્રદર્શન કરીને અમેરિકન ટીમને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો જે આ ચેમ્પિયનશીપમાં તેનો સાતમો ગોલ્ડ હતો. ફિના ચેમ્પિયનશીપમાં અમેરિકાએ કુલ ૩૮ ગોલ્ડ જીત્યા હતા અને આ ચેમ્પિયનશિપમાં તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું છે. બ્રિટન સાત મેડલ સાથે બીજા ક્રમે રહ્યું હતું.
રમતગમત
Block: Site: Subtree Block
ભારતીય ટીમે શ્રીલંકાને પ્રથમ ટેસ્ટમાં ૩૦૪ રને કચડી નાખીને ત્રણ મેચની શ્રેણીમાં ૧-૦ની લીડ મેળવી છે. જીતવા માટેના ૫૫૦ રનના તોતિંગ લક્ષ્યનો પીછો કરવા ઊતરેલી શ્રીલંકાની ટીમ ૨૪૫ રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી.
રાહુલ દ્રવિડે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી ત્યારે ભારતીય ટીમમાં 'મિ. ડિપેન્ડેબલ'નું સ્થાન કોણ લેશે તેની સામે પ્રશ્નાર્થ હતો. જોકે, ભારતને દ્રવિડના વિકલ્પ માટે વધારે લાંબો સમય રાહ જોવી પડી નહીં અને ચેતેશ્વર પૂજારા તરીકે નવી ‘ધ વોલ’ મળી ગઇ છે. રાજકોટનો ચેતેશ્વર શ્રીલંકા સામે ગુરુવારથી શરૂ થતી બીજી ટેસ્ટ મેચ સાથે કારકિર્દીની ૫૦મી ટેસ્ટ રમવાની સિદ્ધિ હાંસલ કરશે.
અમદાવાદની આંતરરાષ્ટ્રીય ટેનિસ ખેલાડી ઝીલ દેસાઈએ બહામાસમાં ચાલી રહેલા યૂથ કોમનવેલ્થ ગેમ્સમાં ગર્લ્સ સિંગલ્સ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે. આ સાથે તે યૂથ કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ જીતનારી ગુજરાતની પ્રથમ ખેલાડી બની છે. બહામાસમાં ચાલી રહેલી યૂથ કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનો પણ આ સૌપ્રથમ ગોલ્ડ મેડલ હતો.
ઇંગ્લેન્ડની વિમેન્સ ક્રિકેટ ટીમે ભારતીય મહિલા ટીમ માટે હાથવેંતમાં જણાતો વિજય છીનવી લઇને આઇસીસી વિમેન્સ વર્લ્ડ કપ ટાઇટલ જીત્યું છે. ૧૨ વર્ષ પછી ફાઇનલમાં પહોંચેલી ભારતીય ટીમનો નવ રને પરાજય થયો હતો. પ્રારંભે ઈંગ્લેન્ડના બોલિંગ આક્રમણનો જોરદાર સામનો કરનાર ભારતીય ટીમે સાત વિકેટ માત્ર ૨૮ રનમાં ગુમાવી હતી. ઈંગ્લેન્ડે નતાલી સ્કાઈવરની અડધી સદી (૫૧) પછી શ્રબસોલેના તરખાટ (૬ વિકેટ)ની મદદથી વર્લ્ડ કપની ફાઈનલ જીતી લીધી હતી.
ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ટેનિસ સ્ટાર પીટર ડૂહાનનું ૫૬ વર્ષની વયે મોટોર ન્યૂરોન ડિસીસની ગંભીર બીમારી સામે નવ સપ્તાહ ઝઝૂમ્યા બાદ અવસાન થયું છે. ડૂહાને ૧૯૮૯ના વિમ્બલ્ડનના બીજા રાઉન્ડમાં છેલ્લા બે વખતના ચેમ્પિયન બોરીસ બેકરને હરાવીને મેજર અપસેટ સર્જ્યો હતો.
પાકિસ્તાનના ફાસ્ટ બોલર મોહમ્મદ આમેરે કહ્યું છે કે, મારા મતે હાલ વિશ્વનો શ્રેષ્ઠતમ બેટસમેન વિરાટ કોહલી છે. અન્ય બેટ્સમેનોનો દેખાવ સારો હશે, જોકે હું વ્યક્તિગત રીતે કોહલીને શ્રેષ્ઠ બેટ્સમેન માનું છું. આમેરે ટ્વીટર પર ચાહકો સાથેની વાતચીતમાં આમ જણાવ્યું હતું.
સાઉથ આફ્રિકાએ યજમાન ઇંગ્લેન્ડને બીજી ટેસ્ટ મેચમાં ૩૪૦ રનથી કચડી નાખી ચાર ટેસ્ટ મેચની સિરીઝમાં ૧-૧ની બરાબરી કરી છે. પ્રથમ ઇનિંગમાં ૫૪ રન અને બીજી ઇનિંગમાં ૪૨ રન ઉપરાંત મેચમાં કુલ પાંચ વિકેટ ઝડપીને ઓલરાઉન્ડ દેખાવ કરતાં ફિલાન્ડર મેન ઓફ ધ મેચ થયો હતો.
ભારતની સ્ટાર શોટપુટર એથ્લીટ મનપ્રીત કૌર આવતા મહિને લંડનમાં યોજાનારી વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાંથી બહાર થઈ ગઈ છે. બે જ દિવસમાં બીજી વખત તે પ્રતિબંધિત ડ્રગ્સનું સેવન કરવા બદલ દોષિત ઠરી છે.
ઈંગ્લેન્ડના દિગ્ગજ બેટ્સમેન કેવિન પીટરસને ઈંગ્લિશ ક્રિકેટને અલવિદા કરી છે. નેટવેસ્ટ ટ્વેન્ટી૨૦ બ્લાસ્ટમાં સરેનો ક્વાર્ટર ફાઈનલમાં પરાજ્ય થયા બાદ પીટરસને ટ્વિટર દ્વારા પોતાના આ નિર્ણયની જાહેરાત કરી હતી. હવે તે ઈંગ્લેન્ડમાં રમતો જોવા નહીં મળે.
