પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)એ સુપર લીગ ટ્વેન્ટી૨૦માં ફિક્સિંગ કરવા બદલ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર ખાલીદ મસૂદ પર પાંચ વર્ષનો પ્રતિબંધ મૂક્યો છે.
રમતગમત
Block: Site: Subtree Block
ન્યૂઝીલેન્ડે આવતા મહિને ભારતમાં રમાનારી ત્રણ વન-ડેની સિરીઝ માટે નવ ખેલાડીઓના નામ જાહેર કર્યા છે જ્યારે બાકીના છ ખેલાડી હાલ ભારતમાં રમતી ન્યૂઝીલેન્ડ-એ ટીમમાંથી પસંદ કરાશે.
એશિયન ગેમ્સ ૨૦૧૪ની વિમેન્સ રિલેમાં ગોલ્ડ મેડલ જીતનાર સ્પ્રિન્ટર પ્રિયંકા પવાર ડોપ ટેસ્ટમાં નિષ્ફળ જતાં તેના આઠ વર્ષનો પ્રતિબંધ લદાયો છે. પ્રિયંકાને હૈદરાબાદમાં ઇન્ટરસ્ટેટ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ દરમિયાન પ્રતિબંધિત ડ્રગ્સનું સેવન કરવાના મામલે દોષિત જાહેર કરાઇ છે.
મોઇન અલીની તોફાની સદી (૧૦૨) બાદ લિયામ પ્લેન્કેટે ઝડપેલી પાંચ વિકેટની મદદથી ઇંગ્લેન્ડે રવિવારે રમાયેલી ત્રીજી વન-ડેમાં વેસ્ટ ઇન્ડિઝને ૧૨૪ રને હરાવીને પાંચ મેચની શ્રેણીમાં ૨-૦ની લીડ મેળવી છે.
રોહિત શર્મા (૭૧) અને અજિંક્ય રહાણે (૫૫)ની પ્રથમ વિકેટ માટે શતકીય ભાગીદારી બાદ હાર્દિક પંડયાની આક્રમક અર્ધી સદી (૭૮)ની મદદથી ભારતે ઓસ્ટ્રેલિયાને ત્રીજી વન-ડેમાં પાંચ વિકેટે હરાવી પાંચ વન-ડેની સિરીઝમાં ૩-૦ની અજેય લીડ મેળવી છે. આ વિજય સાથે ભારતીય ટીમે વન-ડે રેન્કિંગમાં સાઉથ આફ્રિકાને પછાડી નંબર વનનું સ્થાન મેળવ્યું છે.
દારૂ પીને જાહેરમાં મારામારી કરવાના કેસમાં પોલીસે ધરપકડ કરી હોવા છતાં ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ (ઇસીબી)એ નીતિમત્તા નેવે મૂકીને બેન સ્ટોક્સને એશિઝ ટીમમાં વાઈસ કેપ્ટન તરીકે સામેલ કર્યો હતો. જોકે હવે સ્ટોક્સનો બ્રિસ્ટલમાં નાઈટ કલબ બહાર મારામારી કરતો વીડિયો જાહેર થતાં ક્રિકેટ બોર્ડને તેને સસ્પેન્ડ કરવાની ફરજ પડી છે. આ ઉપરાંત એશિઝ શ્રેણીમાં તેનું સ્થાન પણ જોખમાયું છે.
ભારતીય ટીમે એશિયા કપ મેન્સ હોકી ટૂર્નામેન્ટની રોમાંચક ફાઈનલમાં મલેશિયાને ૨-૧થી હરાવીને ટાઇટલ જીતી લીધું છે. આ સાથે જ ભારત ૧૦ વર્ષ બાદ ફરી એક વખત એશિયા કપ ચેમ્પિયન બન્યું છે. ભારતે છેલ્લે ૨૦૦૭માં એશિયા કપમાં ચેમ્પિયન બન્યું હતુ, જે પછી આ પહેલી વખત ભારતીય મેન્સ હોકી ટીમે ટૂર્નામેન્ટ જીતીને નવા વર્ષને ટ્રોફી સાથે આવકાર્યું છે. ૨૨ ઓક્ટોબરે ઢાકામાં રમાયેલી ફાઇનલમાં ભારતીય હોકી ટીમ તરફથી રમનદીપ સિંહે અને ત્યાર બાદ લલિત કુમાર ઉપાધ્યાયે ગોલ ફટકાર્યા હતા. મલેશિયા તરફથી એકમાત્ર ગોલ શહરીલ સાબાહે નોંધાવ્યો હતો.
કેપ્ટન વિરાટ કોહલીએ ‘અંગત કારણ’થી ડિસેમ્બરમાં શ્રીલંકા સામે રમાનારી મેચમાં રમવાથી બ્રેક માગ્યો છે. વિરાટ કોહલીની આ માગણીને ધ્યાનમાં રાખીને જ પસંદગીકારોએ પ્રથમ બે ટેસ્ટ માટે જ ભારતીય ટીમની જાહેરાત કરી છે. આમ, કોહલી શ્રીલંકા સામેની અંતિમ ટેસ્ટ, ત્રણ વન-ડે, ત્રણ ટ્વેન્ટી૨૦માં ભાગ લેશે નહીં.
મેલબોર્નઃ ઓસ્ટ્રેલિયા અને ન્યૂ ઝીલેન્ડના સંયુક્ત યજમાનપદે શરૂ થઇ રહેલો આઇસીસી વર્લ્ડ કપ ઘણા દિગ્ગજો માટે અંતિમ વર્લ્ડ કપ બની રહેશે અને આ તમામ ખેલાડીઓ પોતાની કારકિર્દીના અંતિમ વિશ્વ કપને યાદગાર બનાવવા ઇચ્છે છે.
સાતમી એશિયન વિમેન્સ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં 'સુપરમોમ' એમ સી મેરી કોમે ગોલ્ડ મેડલ જીત્યો છે. તેણે ફાઇનલમાં સાઉથ કોરિયાની કિમ હ્યાંગને પરાસ્ત કરી હતી. એશિયન ચેમ્પિયનશિપમાં આ તેનો પાંચમો ગોલ્ડ મેડલ છે. મેરી કોમ પાંચ વખતની વર્લ્ડ ચેમ્પિયન પણ છે. આમ તે એશિયન તથા વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પાંચ-પાંચ ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ મહિલા બોક્સર છે.
