ક્રિકેટની રમત થતી થકી આવકની વહેંચણીને લઈ છેલ્લા ત્રણ મહિનાથી ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) અને ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) વચ્ચે ચાલી રહેલા વિવાદનો આખરે અંત આવ્યો છે. આઈસીસી અને બીસીસીઆઈ વચ્ચે થયેલી સહમતી બાદ નવા રેવન્યૂ મોડલ મુજબ ૪૦ કરોડ ૫૦ લાખ ડોલર બીસીસીઆઈને મળશે. લંડનમાં યોજાઈ રહેલી આઈસીસીની વાર્ષિક બેઠકમાં આ અંગેની સહમતી સધાઈ હતી.
રમતગમત
Block: Site: Subtree Block
ડરહામ કાઉન્ટી ક્રિકેટ ક્લબના માળખામાં ફેરફારના ભાગરુપે બે નવા ડિરેક્ટરની નિયુક્તિની જાહેરાત કરવામાં આવી છે. પ્રતિષ્ઠિત બિઝનેસમેન પોલ વૂલસ્ટોન અને નયનેશ દેસાઈ ન્યૂકેસલસ્થિત સ્વતંત્ર એમ્પ્લોયમેન્ટ કન્સલ્ટન્ટ્સ NRG થકી પસંદગીની લાંબી પ્રક્રિયા પછી બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં સામેલ કરાયા છે. પોલ અને નયનેશ વર્તમાન બોર્ડ મેમ્બર્સ ક્લબ ચેરમેન સર ઈયાન બોથામ, ચીફ એક્ઝિક્યુટિવ ડેવિડ હાર્કર, ફિલ કોલીન્સ અને બોબ જેક્સન સાથે જોડાશે.
કેપ્ટન કોહલીની વિક્રમી સદીની મદદથી ભારતે સાત જુલાઇએ રમાયેલી પાંચમી અને અંતિમ વન-ડેમાં વેસ્ટ ઇન્ડિઝને આઠ વિકેટે હરાવીને પાંચ મેચની શ્રેણી ૩-૧થી જીતી હતી. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરનાર વિન્ડીઝે નવ વિકેટે ૨૦૫ રન કર્યા હતા. જવાબમાં ભારતે ૩૬.૫ ઓવરમાં બે વિકેટે ૨૦૬ રન બનાવી વિજય હાંસલ કર્યો હતો.
મોઇન અલીએ ઝડપેલી છ વિકેટની મદદથી ઇંગ્લેન્ડે લોર્ડસમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં સાઉથ આફ્રિકાને ૨૧૧ રનથી હરાવ્યું છે.
ઓડીસાના ભુવનેશ્વરમાં યોજાયેલી ૨૨મી એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયશીપમાં ભારતે શાનદાર દેખાવ કરતાં ૧૨ ગોલ્ડ, પાંચ સિલ્વર અને ૧૨ બ્રોન્ઝ સાથે મેડલ ટેલીમાં ટોચનો ક્રમ મેળવ્યો હતો. ચીનની ટીમ ૮ ગોલ્ડ સાથે ૨૦ મેડલ જીતીને બીજા ક્રમે રહી હતી.
અફઘાનિસ્તાનના શફિકુલ્લાહ શફકે ટી૨૦ ક્રિકેટમાં ધમાકેદાર બેટિંગ કરતાં ૭૧ બોલમાં ૨૧૪ રન ફટકાર્યા હતા. આ દરમિયાન તેણે ૧૫ બાઉન્ડ્રી અને ૨૧ સિક્સર ફટકારી હતી. શફિકુલ્લાહ સ્થાનિક ટી૨૦ ટૂર્નામેન્ટમાં ખતીજ ક્રિકેટ એકેડમી તરફથી રમતા આ સ્કોર કર્યો હતો.
ગુજરાતના પ્રથમ ગ્રાન્ડ માસ્ટર તેજસ બાકરેએ નવી દિલ્હીમાં યોજાયેલી કોમનવેલ્થ ચેસ ચેમ્પિયનશીપના ઓપન વિભાગમાં નિર્ણાયક વિજય સાથે બ્રોન્ઝ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે. આ સાથે તેજસ કોમનવેલ્થ ચેસની અત્યંત મુશ્કેલી ઓપન કેટેગરીમાં મેડલ જીતનારો પ્રથમ ગુજરાતી બન્યો છે.
ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન મિતાલી રાજે મહિલા ક્રિકેટ વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા સામેની વન-ડે મેચમાં ૬૯ રન કરતાં જ વન-ડે ક્રિકેટમાં સૌથી વધુ રન કરનારી પ્રથમ ખેલાડી બની છે. મિતાલીએ ઇંગ્લેન્ડની પૂર્વ ક્રિકેટર શાર્લોટ એડવર્ડને પાછળ રાખી આ સિદ્ધિ મેળવી છે. એડવર્ડે ૧૯૧ વન-ડે મેચમાં ૫,૯૯૨ રન કર્યા હતા, જેમાં ૯ સદી અને ૪૬ અર્ધી સદી સામેલ હતી.
ભારતીય ટીમના કોચ તરીકે વરાયેલા રવિ શાસ્ત્રીની સેલરી અંગેનો નિર્ણય હજુ સુધી લેવામાં આવ્યો નથી. જોકે તેને સાતથી સાડ સાત કરોડ રૂપિયા વાર્ષિક પગારની ઓફર કરાય તેવી શક્યતા છે. ભારતીય ટીમના પૂર્વ કોચ અનિલ કુંબલેની વાર્ષિક પગાર નવ કરોડ રૂપિયા હતો, જે કોઈ પણ કોચને ચૂકવવામાં આવેલી સૌથી મોટી રકમ હતી.
ટેનિસ વિશ્વના મહાન ખેલાડી સ્વિત્ઝર્લેન્ડના રોજર ફેડરરે એવી અનોખી સિદ્ધિ મેળવી છે, જે ૧૪૦ વર્ષના વિમ્બલ્ડન ગ્રાન્ડ સ્લેમ ટેનિસ ટૂર્નામેન્ટના ઇતિહાસમાં કોઈ ખેલાડીએ હાંસલ કરી નથી. ‘સ્વિસ એક્સપ્રેસ’ તરીકે જાણીતા ફેડરરે રવિવારે રમાયેલી મેન્સ સિંગલ્સની એકતરફી ફાઇનલમાં ક્રોએશિયાના મારિન સિલિચને ૬-૩, ૬-૧, ૬-૪થી હરાવીને કારકિર્દીમાં આઠમી વખત વિમ્બલ્ડન ટાઇટલ જીત્યું હતું.
