નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે ૨૨ જાન્યુઆરીએ ક્રિકેટચાહકોને ફરી રમતમાં વિશ્વસનીયતા અને પારદર્શકતાની આશા જાગે તેવો સીમાચિહન રૂપ ચુકાદો આપ્યો છે તે સાચું, પણ ૧૩૦ પાનાના રિપોર્ટમાં કોર્ટે શ્રીનિવાસન્, મયપ્પન્, કુન્દ્રા અને ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડની જ ઝાટકણી કાઢી છે. મુદ્ગલ કમિટીએ જે ખેલાડીઓની પૂછપરછ કરી હતી તેમની સંદિગ્ધ ભૂમિકાનો ક્યાંય ઉલ્લેખ જોવા મળતો નથી.
રમતગમત
Block: Site: Subtree Block
નવી દિલ્હીઃ આઇપીએલ સ્પોટ ફિક્સિંગમાં સુપ્રીમ કોર્ટના ચુકાદાની કેટલાય મોટા માથાઓથી માંડીને ટીમને અસર થશે. ચુકાદાથી કોને કેવી અસર થશે તે જાણો...
સિડનીઃ ટીમ ઇંડિયાના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ આઇપીએલ સ્પોટ ફિક્સિંગ અંગે આખરે ચૂપકીદી તોડતાં જણાવ્યું હતું કે મારી સામે (સ્પોટ ફિક્સિંગમાં સંડોવણીના) ભલે કોઈ પુરાવા મળ્યા નથી, પરંતુ મારા નામ અંગે થઈ રહેલી વિવિધ ચર્ચા તથા અટકળો ટૂંક સમયમાં પૂરી થાય તેવું હું માનતો નથી.
ભારતનો બેડમિન્ટન ખેલાડી બી. સાઇ પ્રણિત થાઇલેન્ડ ઓપનમાં ચેમ્પિયન બન્યો છે. ટૂર્નામેન્ટમાં ત્રીજા ક્રમાંકિત પ્રણિતે મેન્સ સિંગલ્સની ફાઇનલમાં ઇન્ડોનેશિયાના જોનાથન ક્રિસ્ટીને સંઘર્ષપૂર્ણ મુકાબલામાં ૧૭-૨૧, ૨૧-૧૮, ૨૧-૧૯થી હરાવી સુપર સિરીઝનું ટાઇટલ જીત્યું હતું.
એજબસ્ટન ગ્રાઉન્ડમાં ભારત-પાકિસ્તાન વચ્ચે વન-ડે મેચનો પ્રારંભ થયો તે પહેલાં તહરિક-એ-કાશ્મીર યુકે નામના પાકિસ્તાન પ્રેરિત જૂથ દ્વારા કાશ્મીરની આઝાદી માટે નારેબાજી કરાઈ હતી. આ સંગઠનના લોકોએ ભારતવિરોધી દેખાવો પણ કર્યા હતા. જોકે સ્ટેડીયમની બહાર થયેલા દેખાવો દરમિયાન ભારત તરફી પ્રક્ષકોએ પણ સામી નારાબાજી કરી હતી. ભારતીય મૂળના દર્શકોએ 'મોદી મોદી' તેમજ 'કાશ્મીર હમારા હૈ'ના સુત્રોચ્ચારો તેમજ બ્યુગલોનો ઘોંઘાટ કરી કાશ્મિર તરફી દેખાવકારોને પડકાર્યા હતા. જોકે બન્ને જુથો વચ્ચે કોઇ ઝપાઝપી થઇ હોવાના અહેવાલો નથી. આ અંગેની વિડીયો ક્લીપ વોટ્સએપ અને ફેસબુક જેવા સોશ્યલ મીડીયા પર પણ ફરતી થઇ હતી.
આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની ભારત અને પાકિસ્તાન વચ્ચે બર્મિંગહામમાં રમાયેલી સૌપ્રથમ મેચમાં વિજય માલ્યા સ્ટેડિયમમાં હાજર હોવાની તસવીરો ટ્વીટર પર વહેતી થઈ હતી.
ટીમ ઇન્ડિયાએ રવિવારે એજબસ્ટન મેદાનમાં રમાયેલી મેચમાં કટ્ટર પ્રતિસ્પર્ધી પાકિસ્તાનને ૧૨૪ રને હરાવીને ચેમ્પિયન્સ ટ્રોફીમાં વિજયી પ્રારંભ કર્યો હતો. ભારતે પ્રથમ બેટિંગ કરતાં ૪૮ ઓવરમાં ત્રણ વિકેટે ૩૧૯ રન કર્યા હતા. વરસાદના વારંવાર વિઘ્ન બાદ પાકિસ્તાનને જીત માટે છેલ્લે ૪૧ ઓવરમાં ૨૮૯ રનનો લક્ષ્યાંક મળ્યો હતો. જોકે સમગ્ર ટીમ ૩૩.૪ ઓવરમાં ૧૬૪ રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી ઉમેશ યાદવે ત્રણ જ્યારે હાર્દિક પંડયા અને રવીન્દ્ર જાડેજાએ ૨-૨ વિકેટ ઝડપી હતી. જ્યારે મેન ઓફ ધ મેચ યુવરાજ સિંહ થયો હતો.
ગયા રવિવારે રજાનો દિવસ અને બર્મિંગહામ ખાતે ભારત-પાકિસ્તાન વચ્ચે ચેમ્પીયન ટ્રોફીની ક્રિકેટ મેચ યોજાઇ હતી એટલે બન્ને દેશોના ક્રિકેટ ચાહકો બર્મિંગહામના એજબસ્ટન ખાતે મેચ માણવા ઉમટ્યા હતા. ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ એટલે બે દેશો વચ્ચે યુધ્ધ જામતું હોય એટલો જુસ્સો બેઉ તરફ જોવા મળે. રવિવારે સવારે સ્પેશીયલ પાકિસ્તાની ફલેગ અંકિત બસો લઇને ઉમટેલા પાકિસ્તાની ક્રિકેટ રસિકોએ અત્યંત ખાતરીપૂર્વકના નિવેદનો સાથે ટી.વી. ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, “રમઝાનના રોજા વખતે ભારત સામે પાકિસ્તાન ટક્કર લેવાનું છે એટલે "ઇન્સાલ્લાહ હમ હી મેચ જીતેંગે"!! પાકિસ્તાન ધ્વજ ચીતરેલા ચહેરા અને ટોપીઓ પહેરી તેમજ પાકિસ્તાની ધ્વજ અંકિત "કાશ્મીર હમારા હૈ"ના બેનરો સાથે આવેલા ઝનૂની પાકિસ્તાની ક્રિકેટ રસિકોનો પારો રવિવારે સાંજે સાવ નીચે ઉતરી ગયેલો જણાયો.
જોની બેરિસ્ટોરના અણનમ ૬૦ રનની મદદથી ઇંગ્લેન્ડે ત્રણ મેચની સિરીઝની પ્રથમ ટી૨૦ ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચમાં સાઉથ આફ્રિકાને આસાનીથી નવ વિકેટે હરાવ્યું હતું. આ સાથે જ ઈંગ્લેન્ડે શ્રેણીમાં ૧-૦ની લીડ મેળવી લીધી છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરનાર સાઉથ આફ્રિકાએ ત્રણ વિકેટે ૧૪૨ રન કર્યા હતા, જેના જવાબમાં ઇંગ્લેન્ડે ૩૩ બોલ બાકી રાખીને વિજય મેળવ્યો હતો. મેન ઓફ ધ મેચ બેરિસ્ટોએ ૩૫ બોલનો સામનો કરીને છ બાઉન્ડ્રી તથા બે સિક્સર ફટકારી હતી.
ન્યૂ ઝીલેન્ડ ક્રિકેટ ટીમના વિકેટકિપર બેટ્સમેન લ્યૂક રોન્કીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. ન્યૂ ઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે ૨૨ જૂને આ જાહેરાત કરી હતી. રોન્કીએ ૨૦૦૮થી ૨૦૦૯ દરમિયાન ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમ તરફથી ચાર વન-ડે અને ત્રણ ટી૨૦ મેચ રમી હતી. ૨૦૧૩માં તે પોતાના વતન ન્યૂ ઝીલેન્ડ પરત ફર્યા હતા.
