પૂજ્ય અને પ્રિય મોરારિબાપુની હરિદ્વારમાં યોજાયેલી રામકથાનું ઘરે બેઠાં શ્રવણ કરતો હતો. તેમણે શ્રવણ એટલે કે સાંભળવા સંદર્ભે ઘણી સૂચક અને સહજ વાત કરી, જે ઉપયોગી અને ઉપકારક બંને થઈ શકે એમ છે.
અજવાળું અજવાળું
Block: Site: Subtree Block
સામેના છેડેથી એણે ફોન કાપી નાંખ્યો, એ પછી રશ્મિએ બે-ત્રણ-ચાર વાર ફરી ફોન જોડ્યા પણ એની બહેને ફોન રિસીવ ના જ કર્યા. હીંચકે ઝુલતાં ઝુલતાં રશ્મિ મૌન રહીને વિચારતી રહી. કેમ એ આવું કરતી હશે? સામેના માણસની લાગણી સમજવામાં કેમ પાછી પડતી હશે? આનાથી વધારે તો હું એને કેટલી અનુકૂળ થાઉં? સરવાળે આ બધા પ્રશ્નોના જવાબમાં એને માત્ર ત્રણ અક્ષરોનો એક શબ્દ જડ્યો... સ્વભાવ.
‘વરસાદ વરસે તેની તો આ મૌસમ છે, પણ કોઈની લાગણી બે-મૌસમ વરસે તો અમને ગમે...’ ‘વરસાદ ધોધમાર વરસી રહ્યો છે, ચાલ સખી, નીકળી પડીએ કોઈ લાંબી વાટ, માણીએ ચા અને ગોટાનો સ્વાદ, ઉજવીએ વરસાદી સંગાથ...’ આ અને આવા બીજા ત્રણ-ચાર વરસાદી સ્ટેટ્સ વાંચીને મંદ મંદ હસતાં હસતાં નીલા ‘મમ્મી, હું નીલ સાથે થોડી વાર વરસાદમાં ભીંજાવા જાઉં છું. વળતા સમયે ગરમ નાસ્તો લેતી આવીશ.’
વિશ્વભરમાં પ્રસિદ્ધ અને મારા પ્રિય કવિ-વક્તા-પર્ફોમર ડો. કુમાર વિશ્વાસનો એક વીડિયો મેં હમણાં જોયો. ઈન્ટરવ્યુઅર એમને પૂછે છે કે ‘તમારા ઘરમાં તમને મનપસંદ જગ્યા કઈ છે?’ જવાબમાં તેઓ એમની લાઈબ્રેરી બતાવે છે અને પછી કહે છે કે, ‘આ લાઈબ્રેરીમાં અનેક પુસ્તકો છે, એમાંથી બે મને વિશેષ પ્રિય છેઃ ભગવદ્ ગીતા અને રામાયણ. મારા જીવનમાં જ્યારે જ્યારે કોઈ પ્રશ્ન આવે કે દુવિધા હોય, અથવા આમ પણ સહજ ભાવે આ બંને હું વાંચું છું.’ એમના હૃદયનો આવો ભાવ એમણે વ્યક્ત કર્યો હતો. મને અહીં લખતા આનંદ થાય, સ્મરણ થાય કે એમના કાવ્ય સંમેલનોમાં સુત્રધારની ભૂમિકા નિમિત્તે એમને રજૂ કરવાનો અવસર મને મળ્યો છે.
‘વક્તા, શ્રોતા કે આયોજક, ક્યારેય રામથી મોટા ન હોઈ શકે...’ ‘ઘરમાં જેનું ચિત્ર રાખશો, એવું ચરિત્ર થશે...’ ‘સો ટકા કોપી કરી શકાય, એવા ભગવાન શ્રી રામ છે...’ ‘સેતુ માત્ર સમુદ્ર પર નથી બન્યો વિચારધારાનો પણ સેતુ હોઈ શકે...’ આ અને આવા અનેક નાના-મોટા વિચાર સૂત્રો સાંભળવા મળ્યા બ્રિટનના લેસ્ટર શહેરમાં યોજાયેલી રામકથામાં.
‘અરે, પાગલ થઈ ગઈ છો કે શું? આમ હવામાં ગુલાલ ઊડાડ્યા કરે છે?’ નીલે એની પ્રિય સખી નીલાને પૂછ્યું. જેના જવાબ સુધી પહોંચવા આ બંનેના સંબંધોના શબ્દચિત્રને નીરખવું જરૂરી છે.
‘લ્યો મેડમ, ખાસ તમારા માટે તૈયાર કરાવીને આ સોફ્ટ ડ્રીન્ક્સ લાવ્યો છું.’ અનુજે તોરલને કહ્યું અને પછી તોરલના કાનમાં એણે કાંઈક એવું કહ્યું જેના જવાબમાં તોરલે પાંચ-સાત મિત્રોની હાજરીમાં અનુજને કહ્યું, ‘તારી પાસેથી જ હું શીખી છું કે યોગ્ય પાત્રનો ભરોસો કર્યા પછી ક્યારેય શંકા ન કરવી.’
‘બેટા, તમને અમારી વાતો જૂનવાણી લાગતી હોય, સાંભળવી ન ગમતી હોય તો હવે હું ડાઈનિંગ ટેબલ પર કે ડાયરી થકી સંવાદરૂપે કે પત્ર દ્વારા તમને કંઈ નહીં કહું’, અવિનાશે દીકરીને કહ્યું.
‘આ વખતે ભલે અનહદ પ્રેમ આપ્યો, હવે આવો ત્યારે આટલો બધો પ્રેમ કરતા નહીં કે અમે તમને આવજો કહેવા ઘરના દરવાજા સુધી પણ ન આવી સકીએ.’
‘દેશમાં જઈને બાળકો ઉછેરો, અહીં સ્ત્રી જાતને એકલા રહેવું મુશ્કેલ થશે.’ ૧૯૫૬માં ત્રણ સંતાનો સાથે ઈસ્ટ આફ્રિકામાં રહેતા યુવાન વયે વિધવા થયેલાં શાંતાબહેનને સગાં-સંબંધીઓએ સલાહ આપી. પરંતુ હારે તે બીજા, શાંતાબહેન નહીં.
