અતીતથી આજ

No

Block: Site: Subtree Block

    ‘ઉર્દૂ શાયરી મેં ગીતા’માં વૈજ

    અનવર જલાલપુરીના ગીતા અને ભગવાન કૃષ્ણના પ્રેમમાં એમનો ધર્મ ક્યાંય અવરોધ પેદા કરતો નથી. ગીતા માત્ર યુદ્ધ માટે શસ્ત્રો ઉઠાવવાનો ઉપદેશ કરતી હોવાનું માનનારાઓ ગીતાના મર્મને સમજ્યા જ નથી. ગાંધીજી કહે છે: એક પાપી બીજા પાપીનો ન્યાય કરી તેને ફાંસીએ લટકાવવાનો દાવો કેવી રીતે કરી શકે?

    દલા તરવાડીનું રાજકારણ: આંધ્ર હ...

    મહારાષ્ટ્ર અને જમ્મૂ-કાશ્મીરની બબ્બે રાજધાની પછી આંધ્રમાં ત્રણ રાજધાની. મુખ્ય પ્રધાન જગન રેડ્ડીને અનુસરીને ભાજપના ય ત્રણ-ત્રણ નાયબ મુખ્ય પ્રધાન. કેન્દ્ર પણ હવે નાગપુર કે મહિસૂરને રાજધાની બનાવવા વિચારે તો નવાઈ નહીં.

    ભારતની આઝાદીનો સમય બદલીને મધર

    ક્યારેક ભારતીય વડા પ્રધાનો પણ ભારતના પ્રજાસત્તાક દિવસ અને આઝાદીના દિવસમાં ગોટાળા કરી બેસે છે એટલે ભારતીય પ્રજાસત્તાક દિવસ ૨૬ જાન્યુઆરી આવવામાં છે ત્યારે આઝાદી અને પ્રજાસત્તાક ભારતની કેટલીક રસપ્રદ વાતો છેડવાનું મન થાય એ સ્વાભાવિક છે.

    મહાત્મા ગાંધીની આજના સંદર્ભમ

    મહાત્મા ગાંધી દુનિયાભરમાં અને ખાસ કરીને ભારતમાં કાયમ બહુચર્ચિત અને પ્રેરક વ્યક્તિત્વ રહ્યા છે એટલે ૩૦ જાન્યુઆરી ૧૯૪૮ના રોજ એમણે જીવનલીલા સંકેલ્યાને દાયકાઓ વીત્યા પછી પણ એમની પ્રસ્તુતતા આપણને ફરીફરીને એમના જીવન અને કવનની સમીક્ષા કરવા પ્રેરે છે.

    ગાંધીજી જેવાં વ્યક્તિત્વો તો

    મહાત્મા ગાંધી ભારતીય સમાજના સમગ્રલક્ષી પરિવર્તનના આગ્રહી હતા અને આઝાદી તો એમના નેતૃત્વમાં અંગ્રેજ શાસન સામે લડાયેલા જંગની આડપેદાશ હતી, એના સહિતની વાત આપણે ગત અંકે કરી ગયા. ગાંધીજીના જીવનનાં કેટલાંક વિવાદ સર્જક પાસાં સાથે જ દેશ અને દુનિયા આખી ગાંધીને આજે કેમ સ્મરે છે એની વાત પણ આપણે હવે અહીં કરીશું.

    બાંગલાદેશમાં આર્થિક વિકાસ, દુ

    દેશના મુખ્ય આર્થિક સલાહકાર કે. વી. સુબ્રમણિયન ૩૧ જાન્યુઆરી ૨૦૨૦ના રોજ ભારતીય અર્થકારણની કથળેલી અવસ્થા વિશેનો આર્થિક સર્વેક્ષણ રજૂ કરી રહ્યા હતા ત્યારે યુનિવર્સિટી ઓફ ઢાકાનાં તિથી માંડલ અમારી ચીમનભાઈ પટેલ ઈન્સ્ટિટ્યૂટનાં વિદ્યાર્થીઓ સમક્ષ બાંગલાદેશ આર્થિક ક્ષેત્રે તમામ પાડોશી દેશોની તુલનામાં સૌથી ઊંચો વિકાસ દર હાંસલ કરી રહ્યાની વિગતો સાથે પોતાના દેશના વર્તમાન પ્રવાહો રજૂ કરી રહ્યાં હતાં. ક્યારેક તિથી ગુજરાત યુનિવર્સિટીમાં અમારાં વિદ્યાર્થી રહ્યાં. અત્યારે પોતાના દેશની પ્રતિષ્ઠિત યુનિવર્સિટીમાં કાર્યરત છે. 

    હિંદુ દેવીઓનાં નગ્ન ચિત્રો દોરીને એમ. એફ. હુસૈન કલાકારની મૌલિકતાનો આશરો લે કે મેચ ફિક્સિંગમાંથી છટકવા અઝહરુદ્દીન મુસ્લિમ ઓળખ આપે તે યોગ્ય નથી

    ગાંધીનગરને આંગણે અનામત આંદોલનનું સમાધાન કરાવવામાં અંતે ગુજરાત સરકારને સફળતા મળી, પણ એ થાગડથીગડ સમાધાન કહી શકાય. હજુ અસંતોષની આગ બુઝાવવામાં સફળતા મળી નથી. આદિવાસી અને બીજા વર્ગોમાં અસંતોષ અને અદાલતી ચક્રવ્યૂહ ચાલુ જ રહેવાનો છે.

    રખે આશ્ચર્ય પામતા: મહારાષ્ટ્ર

    વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત પછી મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના બદલાયા સૂર • કોંગ્રેસપ્રમુખ સોનિયા ગાંધીને મળ્યા પહેલાં સીએએ-એનપીઆર-એનસીઆરને ટેકો • નીતીશ-સુશીલ સરકારના બિહાર મોડેલને હવે મુંબઈમાં અપનાવાય એવાં એંધાણ • પવારના રિમોટથી ત્રસ્ત શિવસેના પ્રમુખને ઝીલવા સંઘ અને ભાજપ બેઉ તૈયાર