વડીલો સહિત સહુ વાચક મિત્રો, આ સપ્તાહે આપણે A Millennial Moment નામના એક એવા અભ્યાસુ ગ્રંથની, અમુક અંશે, સમાલોચના કરવાના છીએ, વિગતે ચર્ચા કરવાના છીએ જે કામ ખરેખર તો મુશ્કેલ છે. 175 પાનમાં - હજારો શબ્દોમાં, અનેકવિધ પ્રસંગો - દૃષ્ટાંતો - ઘટનાઓ - અભિપ્રાયો રજૂ થયા હોવાથી તેની સંતોષજનક તારવણી રજૂ કરવાનું કામ ઘણું જવાબદારીભર્યું છે, તો તેમાં ઘણી મર્યાદાઓ પણ રહેલી છે. શબ્દબ્રહ્મ - શબ્દનાદ - બ્રહ્મનાદ એ ઉદ્ગારથી, લખાણથી અને હાવભાવથી પ્રચંડ શક્તિ ધરાવે છે. કોઇ (અલૌકિક) પળે ઇશ્વરસમર્પિત મહાપુરુષ દ્વારા થયેલા ઉદ્ગાર - ક્રિયા - દિશાસુચન એ ક્યારેક એવી જ ગેમચેન્જર ઘટનાનું નિર્માણ કરે છે.
જીવંત પંથ
Block: Site: Subtree Block
A Millennial Moment પુસ્તકમાં બિક્રમ વહોરાએ કેટલાય મહાનુભાવોના મંતવ્યો જાણ્યા પછી લખ્યું છે કે બીએપીએસની નામના, તેના શુભ કાર્યનો સંદેશો, તેની વ્યવસ્થા, શિસ્ત, નીતિમત્તા એટલા ઉચ્ચ છે કે વિવાદ સર્જાવાનો સવાલ જ નથી.
A Millennial Moment પુસ્તકમાં લેખક બિક્રમ વહોરાએ નોંધ્યું છે એમ અબુધાબીનું બીએપીએસ હિન્દુ મંદિર પ.પૂ. પ્રમુખ સ્વામી મહારાજની અધ્યાત્મિક તપસ્યા - શક્તિ - ઉદારતા, સંસ્થાનો સર્વધર્મ સમભાવનો અભિગમ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રતિબદ્ધતા અને પ.પૂ. મહંત સ્વામી મહારાજની આધ્યાત્મિક તથા સમર્પિત પવિત્રતાનું પ્રતીક છે.
10 ફેબ્રુઆરી 2024નો આ પ્રસંગ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અબુધાબીના પ્રવાસે હતા અને યુએઇના પ્રેસિડેન્ટ અને અબુધાબીના શાસક શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાનના સત્તાવાર નિવાસસ્થાન કસર-અલ-વતન (પ્રેસિડેન્ટ હાઉસ) ખાતે બન્ને નેતાઓ વચ્ચે બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં ચર્ચાનો એક વિષય હતો મંદિર પ્રોજેક્ટ.
અસંખ્ય અબાલ-વૃદ્ધોની જેમ પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજ સાથે અમારો પણ ત્રણ (અને હવે ચાર) પેઢીનો નાતો રહ્યો છે. એટલું જ નહીં, પરંતુ આવા ઊંચા ગજાના માનવીને નજીકથી નિહાળવાના મને અસંખ્ય અમોલા અવસર પણ સાંપડ્યા છે. જરાક ભૂતકાળમાં ડોકિયું કરીએ તો...
વડીલો સહિત સહુ વાચક મિત્રો, નવમી એપ્રિલે આ ગગો આયખાનું 87મું વર્ષ પૂરું કરીને 88મા વર્ષમાં પ્રવેશ્યો છે. એટલે શું? પછી શું? આ કે આવા કોઇ સવાલના મારી પાસે જવાબ નથી. પણ હા, એટલું જરૂર કહી શકું કે જીવનને ભરપૂર જીવી રહ્યો છું. ઉંમરના આંકડાએ શરીરનું જોર ઘટાડ્યું હશે, પણ બંદાનો જુસ્સો બરકરાર છે. વીસી, ત્રીસી કે ચાલીસીમાં હતો એવો જ - દમદાર. માન્યામાં ના આવતું હોય તો પૂછી લેજો મારા સાથી - સંગાથીઓને...
વડીલો સહિત સહુ વાચક મિત્રો, 1948ની વાત છે. આણંદ ખાતે સ્ટેશન રોડ ઉપર મ્યુનિસિપાલિટી મથક સામે બાકરોલના શ્રી પરષોત્તમ દેવજીના આલિશાન મકાનના પ્રાંગણમાં વ્યાયામ શાળાની એક બેઠકે બેઠો હતો. મને યાદ છે તે સમયે કોઇકે ગીત કહો તો ગીત અને ભજન કહો તો ભજન લલકાર્યું કે જીવન પંથ ખૂટે ના મારો, જીવન પંથ ખૂટેના... મિત્રો, અમુક શબ્દો, અમુક સ્થળે, અમુક વાતાવરણમાં સાંભળીએ છીએ ત્યારે તે દિલોદિમાગમાં જડાઇ જતા હોય છે. આ શબ્દોનું પણ કંઇક આવું જ કહી શકાય.
વડીલો સહિત સહુ વાચક મિત્રો, વિક્રમ સંવત 2081માં આપણી આ પ્રથમ મુલાકાત છે. આપ સહુ માનવંતા વાચક છો, ગ્રાહક છો, કૃપાવંત છો. આપ સહુનો અંતઃકરણપૂર્વક આભાર માનું છું. વીતેલા વર્ષમાં કહો કે છેલ્લા થોડાક વર્ષોમાં ‘જીવંત પંથ’ની અનિશ્ચિતતા બદલ ક્ષમા માગું છું. સાચું કહું તો મનેય મન તો બહુ જ હોય છે કે આપ સહુ સમક્ષ રૂ-બ-રૂ થાઉં, થોડોક વિચારવિનિમય થાય, થોડીક દુઃખની ને ઘણીબધી સુખની વાતો કરીએ. એકમેકને મળી હૈયે આનંદ હિલોળા લે. પરંતુ સમયનો અભાવ નડી જાય છે. ખેર, આ જ તો જીવન છે ને... આપણું ઇચ્છયું બધું શક્ય બને તે જરૂરી નથી.
મને એક વખત ગુજરાતમાં પાણીની કટોકટી અનુભવી રહેલા ઉત્તર ગુજરાત અને કચ્છ જેવા વિસ્તારો પર ધ્યાન કેન્દ્રિત કરતા સેમિનાર માટે અમદાવાદમાં હાજરી આપવાની તક સાંપડી હતી. આ સંદર્ભે ચર્ચામાં ઓછો વરસાદ, પાણીની તંગી તેમજ તે સમયે નહિ મળી રહેલાં નર્મદાના નીર જેવી સ્રોતોની ગેરહાજરીના કારણે સર્જાતા પડકારો સહિતના મુદ્દાઓનો સમાવેશ થયો હતો.
વડીલો સહિત સહુ વાચક મિત્રો, વિદાય લઇ રહેલા ઇસ્વી સન 2024ના છેલ્લા સપ્તાહમાં ‘જીવંત પંથ’ સાથે સેવક આપની સેવામાં હાજર છે. ક્રાંતિકારી લેખક-પત્રકાર નર્મદની સુપ્રસિદ્ધ રચના ‘જય જય ગરવી ગુજરાત...’ની પંક્તિઓ આ થોડામાં ઘણું કહી જાય છેઃ શુભ શુકન દીસે, મધ્યાહન શોભશે, વીતી ગઇ છે રાત...
