જીવંત પંથ

No

Block: Site: Subtree Block

    જે હસ્ત ઝૂલાવે પારણું, તે જગ પર...

    વડીલો સહિત સહુ વાચક મિત્રો, આજે આપ સહુ સમક્ષ એક અત્યંત જરૂરી વિષયની ચર્ચા કરવાનો હું પ્રયાસ કરી રહ્યો છું. આમાં કેટલો સફળ રહ્યો કે નિષ્ફળ એ તો આપ સહુ સુજ્ઞજનો જ (વણલખ્યા નિયમ અનુસાર) નક્કી કરજો... બાકી આ બંદો તો પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવવા શક્ય તમામ પ્રયાસ કરશે જ.

    યુરોપિયન એકીકરણની જટિલ સમસ્ય

    વડીલો સહિત સહુ વાચક મિત્રો, શનિવાર ૨૦ ફેબ્રુઆરીએ ૧૦ ડાઉનિંગ સ્ટ્રીટના પ્રવેશદ્વારે ઉભા રહીને વડા પ્રધાન ડેવિડ કેમરને રાષ્ટ્રજોગા નિવેદનમાં જણાવ્યું કે યુરોપિયન યુનિયન (ઇયુ) સાથે નવ મહિનાની ચર્ચાના અંતે હવે આપણે સમાધાન સાધી શક્યા છીએ. ૨૩ જૂનના રોજ આ દેશમાં રેફરન્ડમ (એક પ્રકારનો જનમત) લેવાશે. તેમાં બ્રિટને યુરોપિયન યુનિયનમાં રહેવું કે નહીં (In અથવા Out) તે વિશે દરેક બ્રિટિશ નાગરિકે મત આપવો જોઇએ કેમ કે, સરકારનું તો શું સમસ્ત રાષ્ટ્રનું ભાવિ આ નિર્ણય પર અવલંબે છે. 

    પીડાજનક અને વસમી વિદાયનો હૃદય

    વડીલો સહિત સહુ વાચક મિત્રો, આજે મારે આપ સહુ સમક્ષ એક એવા પ્રશ્નની છણાવટ કરવી છે જે ઓછાવત્તા અંશે, પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે, વાંચતાં-જાણતાં આપણને અત્યંત પીડા કે સંતાપ થાય. આ સાવચેતી સાથે જ આ કુટપ્રશ્નની ચર્ચા અમુક રીતે આવશ્યક હોવાનું માનું છું, પણ ચાલો નિયમ પ્રમાણે શરૂઆત અપોષણથી કરીએ.

    ઉષા મહેતા

    વડીલો સહિત સહુ વાચક મિત્રો, સેમ્યુઅલ જ્હોન્સન એટલે અંગ્રેજી ભાષાના પ્રખર ભાષાશાસ્ત્રી. આપણે ત્યાં જેમ પાણિની મુનિએ વ્યાકરણ રચ્યું કે સવાયા ગુજરાતી સાબિત થયેલા અંગ્રેજ કિન્લાક ફાર્બસે (તેમજ નર્મદે) ગુજરાતી ભાષાને શું શાં પૈસા ચારના દાયરામાંથી બહાર કાઢવાનું અદભૂત કાર્ય કર્યું તેમ સેમ્યુઅલ જ્હોન્સને ૧૭૫૫માં ‘ગ્રેટ ઇંગ્લીશ ડિક્શનરી’ની રચના કરી હતી. શબ્દ નાનો હોય કે મોટો, બાળક આપોઆપ જ તેને ઉચ્ચારતું હોય છેને?! મા... મા... એમ બોલતાં તેને શીખવવું પડતું નથી. સમયના વહેવા સાથે આ બાળક વયસ્ક બને છે અને સમય તથા સંજોગો સાથે સમન્વય સાધતા સાધતા શબ્દસૃષ્ટિને આત્મસાત કરતું જાય છે. 

    ચેરિટીના નામે ચરી ખાનારાઓ ચેત

    વડીલો સહિત સહુ વાચક મિત્રો, વૈશ્વિક સ્તરે ધનવાન વધારે ધનિક બની રહ્યા છે અને અછતવાળા પ્રમાણમાં વધુ અછતવાળા બની રહ્યા છે. કેટલાકને આ વાત કદાચ માન્યામાં નહીં આવે, પણ આંકડાઓ તો આ ચોંકાવનારી કડવી હકીકત ઉજાગર કરે જ છે. દુનિયામાં કુલ ૬૨ બિલિયોનેર્સ એવા છે કે જેમની સંપત્તિનો સરવાળો માંડશો તો જણાશે કે વિશ્વની કુલ સંપત્તિમાંથી લગભગ અડધોઅડધ સંપત્તિ તેમના હસ્તક છે. અડધમાં રામ અને અડધમાં ગામ એવી કહેવત તો આપણે સહુ જાણીએ છીએ, પરંતુ અહીં તો એક ટકામાં ‘રામ’ અને બાકીના ૯૯ ટકામાં આખી દુનિયા સમાય જતી હોવાનો ઘાટ છે. વિશ્વના ૬૨ ધનાઢય મહાનુભાવોની યાદીમાં તમને ભારતીય વંશજોના નામ પણ જોવા મળશે. ધનાઢયોની આ યાદી તમને ‘ગુજરાત સમાચાર’માં અન્યત્ર વાંચવા મળશે જ તેથી તેનું પુનરાવર્તન ટાળી રહ્યો છું, પરંતુ આપ સહુ સુજ્ઞ વાચકોને એક અનુરોધ અવશ્ય કરવાનો કે તેના પર એક નજર અવશ્ય ફેરવજો.

    વડીલો સહિત સહુ વાચક મિત્રો, બ્રિટનમાં જીવંત લોકશાહી છે અને વાસ્તવમાં અસરકારક વેલ્ફેર સિસ્ટમ પણ આપણે અનુભવીએ છીએ. બ્રિટન વિશ્વમાં આર્થિક રીતે ભલે સૌથી ધનાઢય રાષ્ટ્ર ન હોય, પરંતુ આ દેશની ધરતી પર વસતી કોઇ પણ વ્યક્તિને સાવ ભૂખ્યા પેટે પડી રહેવાની મજબૂરી તો નથી જ. 

    પહેલું સુખ તે જાતે નર્યા...

    વડીલો સહિત સહુ વાચક મિત્રો, શીર્ષકમાં ટાંકેલા પાંચ શબ્દોના અર્થ તો અનેક છે, પરંતુ સાદા શબ્દોમાં એટલું કહી શકાય કે આપણી તબિયત સારી તો સુખનું પહેલું પગથિયું ચઢી ગયા સમજી લો. પહેલું સુખ તે જાતે નર્યામાં ‘સુખ’ અને ખાસ તો તેની સાથેનો ‘જાતે’ શબ્દ કંઇક અધિક સૂચક છે. જેવી દૃષ્ટિ તેવી સૃષ્ટિ. કરો તેવું પામો. જેવા વિચાર, વાણી અને વર્તન તેવું પરિણામ તેવા વિવિધ અર્થઘટન કરવા આપણને શક્તિમાન બનાવે છે.

    વડીલો સહિત સહુ વાચક મિત્રો, ૨૦૧૬ના વર્ષમાં આપ સહુ સુજ્ઞજનો સમક્ષ હાજર થવામાં હું ગૌરવ અનુભવું છું.  સદભાગી છું. મથાળામાં ટાંકેલી કવિ-રાજ સુન્દરમની પંક્તિઓમાં પહેલા સાત શબ્દો જેમના તેમ રાખ્યા છે, પણ પછીના સાત શબ્દોમાં મેં છૂટછાટ લીધી છે. ભાંગવું અને સર્જવું - આ ક્રિયા આમ જૂઓ તો યુગો યુગોથી કુદરત સહજપણે કરતી જ આવી છે. પરંતુ માનવસર્જીત પ્રવૃત્તિમાં સર્જન કરવા માટે, ખાસ કરીને બારીક ચીજોનું સર્જન કરવા માટે, નાની છીણી અને નાની હથોડી ઉપયોગી બનતી હોય છે. નિસ્ડનમાં બીએપીએસ મંદિર, પ્રેસ્ટનમાં ગુજરાત હિન્દુ સોસાયટીનું મંદિર અને વલ્લભનિધિના ઇલિંગ રોડ પર આવેલા મંદિરના નિર્માણ વેળા, હોદ્દાની રુએ, મારી પણ કેટલીક જવાબદારી હતી. અવારનવાર હું ત્યાં ચાલી રહેલા કામના સ્થળની મુલાકાત લેતો હતો. આરસપહાણ જેવા પથ્થરની શીલા પર એકાગ્ર થઇને કોઇ આકૃતિ કે પ્રતિમા કંડારાઇ રહી હોય તે નિહાળવું એ પણ એક લ્હાવો છે. કેટલી બધી ધીરજ માગી લેતું આ કાર્ય છે. કૌશલ્ય હોય, હૈયાસૂઝ હોય, કળા પણ હોય, પરંતુ એકાગ્રતા ન હોય તો?! કૌશલ્ય, હૈયાસૂઝ, કળાના ત્રિવેણીસંગમમાં એકાગ્રતાનું ચોથું પરિબળ ઉમેરાય તો જ તે ધગશ સાચા અર્થમાં મૂર્તિમંત બનતી હોય છે તેનો હું સાક્ષી બન્યો છું.

    સેવા, સંસ્કૃતિ, સંગઠન અને સજાગ

    વડીલો સહિત સહુ વાચક મિત્રો, દરિયો ખેડવાનું સાહસ આપણી નસ-નસમાં વહે છે એ વાત સાથે ભાગ્યે જ કોઇ અસંમત થશે. તમે જૂઓને... ગુજરાત બહાર કરોડો ગુજરાતીઓ વસે છે. મુંબઇ જેવા પચરંગી મહાનગરમાં ૩૦થી ૩૫ ટકા વસ્તી તો ગુજરાતીઓની છે! ભારતના લગભગ દરેક નાના-મોટા શહેર-નગરમાં તમને ગુજરાતી મંડળ જોવા મળશે.

    હાશ, હવે મોટી હેરાનગતિ તો ગઇ......

    વડીલો સહિત સહુ વાચક મિત્રો, આપ સહુને એક સપ્તાહના વિરામ બાદ ફરી મળી રહ્યો છું, પણ ભરોસો રાખજો બાપલ્યા... ગુલ્લી મારીને ક્યાંય જલ્સા કરવા તો નહોતો જ ગયો. આપણે સહુએ સાથે મળીને ચલાવેલી ચળવળની ફળશ્રુતિ સ્વરૂપ શરૂ થયેલી લંડન-અમદાવાદની ડાયરેક્ટ ફ્લાઇટમાં બેસીને બંદા ગુજરાત પહોંચ્યા હતા. અને અમદાવાદ પહોંચ્યા બાદ એક સાથી પ્રવાસીનો સૌથી  સાંભળેલો પહેલો પ્રતિસાદ એટલે મથાળામાં ટાંકેલા શબ્દો.