જીવંત પંથ

No

Block: Site: Subtree Block

    સાદિક ખાન

    વડીલો સહિત સહુ વાચક મિત્રો, લંડનના મેયર પદની આગામી ચૂંટણી માટે ગયા શુક્રવારે લેબર પક્ષના ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી. વિધિવત્ મતદાન બાદ પાંચ ઉમેદવારોમાંથી શ્રી સાદિક ખાનને લેબર ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા. આ એક ઐતિહાસિક ઘટના જ ગણી શકાય. બૃહદ લંડનની વસ્તી લગભગ ૭૦ લાખની ગણાય છે. સામાન્ય રીતે સુધરાઇ હસ્તક જે જવાબદારીઓ હોય તદ્ઉપરાંત પોલીસ, શિક્ષણ, ટ્રાફિક તેમ જ અન્ય મહત્ત્વની કામગીરી લંડનના મેયર હસ્તક હોય છે. કુલ બજેટ આશરે ૧૭ હજાર મિલિયન પાઉન્ડનું હોવાથી આ પદ ખૂબ અગત્યનું ગણાય છે. વળી, મહાનગર લંડન એ બ્રિટનની રાજધાની હોવાથી આંતરરાષ્ટ્રીય સંબંધોમાં પ

    વડીલો સહિત સહુ વાચક મિત્રો, ગુજરાતમાં આજકાલ એક જ અવાજ સંભળાઇ રહ્યો છે - અનામત આપો, અમને પણ અનામત આપો... પાટીદાર કોમની સાથે સાથે અન્ય સવર્ણો બ્રાહ્મણ, વણિક, લોહાણા, ક્ષત્રિય, સોની, બ્રહ્મક્ષત્રિય વગેરે સહુ કોઇએ શિક્ષણ ક્ષેત્રથી માંડીને સરકારી નોકરીઓમાં અનામતની માગ બાબત અવાજ ઉઠાવ્યો છે. 

    ઐચ્છિક મૃત્યુ, સંથારો અને અસાધ...

    વડીલો સહિત સહુ વાચક મિત્રો, ભારત વર્ષમાં જૈન ધર્મ અને અધ્યાત્મ ઓછામાં ૨૫૦૦ વર્ષથી પ્રચલિત છે. કંઇકેટલીય માન્યતાઓ, રીતરિવાજો અને પરંપરાઓ સનાતન સંસ્કૃતિ અને સનાતન હિન્દુ ધર્મ સાથે સમાનતા ધરાવે છે. જોકે સંથારા મુદ્દે ભારતની હાઇ કોર્ટે કોણ જાણે કેમ એક ઉતાવળો નિર્ણય લઇને અનાવશ્યક અને બેજવાબદારપણે એક નવો વિવાદ છેડ્યો છે તેવું મારું માનવું છે. જૈનોમાં જ સંથારા પદ્ધતિ હોવા છતાં બે મત પ્રવર્તે છે, પરંતુ મારા મતે કોર્ટે આમાં હસ્તક્ષેપ કરવાની જરૂર નહોતી તેવો મારો અંગત મત છે. 

    થોભ નહીં તો ઠપ્પ થઇ જઇશ...

    વડીલો સહિત સહુ વાચક મિત્રો, સંભવ છે કે આપે આ શિર્ષક બીજા સ્વરૂપમાં પણ વાંચ્યુ હશે કે તે વિશે તમે જાણતા હશો. મુંબઇનિવાસી એક જાગૃત નાગરિક અને સ્વાધ્યાય પરિવારના વડા પાંડુરંગ શાસ્ત્રીજીના એક વેળાના નજીકના અનુયાયી હીરાભાઇ ઠક્કરે એક પુસ્તક લખ્યું હતુંઃ થોભ નહીં તો થાકી જઇશ. આ હીરાભાઇ સાહેબ આજે તો આપણી વચ્ચે નથી, પણ એક વેળા તેઓ કર્મયોગ હાઉસ, આપણા કાર્યાલયમાં પધારી ચૂક્યા છે. તેમને અહીં લઇ આવનારા હતા ખબરદાર વાચક નામે ચંદ્રકાન્ત (ચંદુભાઈ) કટારિયા. વર્ષોસુધી કટારિયાસાહેબ મને તંત્રી તરીકે સંબોધીને સપ્તાહમાં બે-ત્રણ પત્રો પાઠવતા હતા. કોઇ કોઇ વાર તો એ-ફોર સાઇઝના ફૂલસ્કેપના ૧૫-૧૫ પાનથી વધુ પણ થઇ જતા. હા, તેમના દરેક અભિપ્રાય સાથે હું સંમત જ હતો કે દરેક મુદ્દે અસંમત જ હતો એમ તો કહી શકાય નહીં. સંમતિ-અસંમતિનો આધાર મુદાઆધારિત રહેતો હતો. ‘ગુજરાત સમાચાર’ - ‘એશિયન વોઇસ’ના સદભાગ્ય છે કે વાચકો નિયમિત રીતે પત્રો પાઠવતા રહ્યા છે, તેમના અભિપ્રાયો, સૂચનો, લાગણીને આ સાપ્તાહિકો થકી વાચા આપતા રહ્યા છે. 

    વડીલો સહિત સહુ વાચક મિત્રો, આજે શનિવારે જીવંત પંથને શબ્દ દેહ સાંપડી રહ્યો છે. આવતી કાલે ૯ ઓગષ્ટ છેને! ‘હિંદ છોડો’ યાદ કરીએ. વહેલી સવારથી કેટલાક ગીતો કાનમાં ગુંજી રહ્યા છે. ‘સહુ ચાલો જીતવા જંગ બ્યુગલો વાગે..’, ‘ડંકો વાગ્યો લડવૈયા શૂરા જાગજો રે..’, ‘કોઇનો લાડકવાયો’, ‘શિવાજીનું હાલરડું...’ આ અને આવા અમર ગીતો આજે મને યાદ આવ્યા. કેમ? આવતા શનિવારે જ્યારે આપ સહુ વાચકોના કરકમળમાં આ અંક સાદર થશે ત્યારે ૬૯મો સ્વાતંત્ર્ય દિન ઉજવાતો હશે. 

    અનુપમ મિશન-ડેન્હામમાં સ્વામીનારાયણ મંદિર, અક્સબ્રિજ નજીક A40ની લગોલગ નયનરમ્ય સ્થળે નૂતન મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા ૧૩ ઓગસ્ટના શુભ દિને સંપન્ન થશે. વધુ માહિતી માટે જુઓ પાન-૨૭ • સનાતન મંદિર, પ્રેસ્ટન• જૈન દહેરાસર, પોટર્સબાર

    વડીલો સહિત સહુ વાચક મિત્રો, આ સપ્તાહે આપ સહુ સમક્ષ આજકાલની વાત કરતાં કરતાં છેલ્લાં છ-સાત દસકાની વાતો ઉપર પણ દૃષ્ટિપાત કરવાની મારી ઇચ્છા છે. સ્મરણોની આ સફર લાંબી ભલે જણાતી હોય, પણ થાક નહીં જ લાગે તેવી આ બંદાની શ્રદ્ધા છે.

    વડીલો સહિત સહુ વાચક મિત્રો, હું સાચે જ આપ સહુનો ખૂબ ઋણી છું. પત્રકારત્વના આ વ્યવસાયમાં કંઇ કેટલીય વખત પૂર્વઆયોજિત કાર્યક્રમમાં ફેરફાર કરવાની મજબૂરી ઉભી થાય. જોકે મહદ્અંશે આ બધું અંતે તો સારું જ નીવડે. આજે જીવંત પંથ દ્વારા આપ સહુ સમક્ષ ઉપસ્થિત થવામાં સોમવારના સાંજના ચાર વાગી ગયા છે. આપ નામદાર વાચકોની કોર્ટમાં, આ સાક્ષી નજરે નિહાળેલો, જાતે અનુભવેલો અહેવાલ રજૂ કરવા હાજર થયો છે.

    પહેલું સુખ તે જાતે નર્યા......

    વડીલો સહિત સહુ વાચક મિત્રો, આ શિર્ષકના પાંચ શબ્દોમાં ત્રણ બાબતને પ્રાધાન્ય આપ્યું છે. મનુષ્ય સહિતના સર્વ જીવો માટે પ્રાથમિક અગત્યતા પોતાના આરોગ્યની છે. સુખ એક અર્થમાં તન, મન અને, અમુક અંશે, ધનનું ગણી શકાય, પણ મનનો પ્રભાવ (કંટ્રોલ) શરીર પર વધુ રહેતો હોવાથી મન અને તનનું સુખ સૌથી અગત્યના ગણવામાં આવે છે.

    પહેલું સુખ તે જાતે તર્યા......

    વડીલો સહિત સહુ વાચક મિત્રો, યુરોપના એકીકરણ માટે છેલ્લા ૭૦ વર્ષથી ચાલી રહેલા પ્રયાસોમાં ૨૩ જૂને જાણે ધરતીકંપ થયો છે. છેલ્લા ૪૩ વર્ષથી યુરોપિયન યુનિયનના મહત્ત્વના સભ્ય રહેલા બ્રિટને હવે તેની સાથે છેડો ફાડવાનો નિર્ણય કર્યો છે. ૨૮ દેશોના સંગઠન એવા યુરોપિયન યુનિયન (ઇયુ)માં બ્રિટન મોડું મોડું છેક ’૭૩માં જોડાયું. બ્રિટન આ ક્લબનું મેમ્બર થયું તે અગાઉ પણ દેશવાસીઓનો એક વર્ગ આ મામલે હિચકિચાટ અનુભવતો રહ્યો છે. આ માટે બ્રિટિશ પ્રજા બીજા યુરોપિયન દેશો કરતાં કદાચ પોતાને અલગ કક્ષાના, ઊંચા પ્રકારના ગણતી હોવાનું પણ એક કારણ માની શકાય. આ સિવાય બીજા પણ કારણો હોય શકે છે.

    લાગ્યા ઘાને વીસરી શકવા કાંઇ સા...

    વડીલો સહિત સહુ વાચક મિત્રો, જે કોઇ વ્યક્તિ ગુજરાતી ભાષા-સાહિત્ય, સવિશેષ તો કવિતા, અને તેમાં પણ વળી કલાપીના કેકારવમાં રસ ધરાવતી હશે તેને તો કદાચ ખ્યાલ આવી જ ગયો હશે કે શિર્ષકમાં ટાંકેલા શબ્દો કલાપીની એક સંવેદનશીલ કવિતાની પંક્તિ છે. એક જ વિષયના બે પાસાં ઉપર સૂરસિંહ તખતસિંહ ગોહિલે રચેલી બન્ને કવિતાઓ આ સાથે રજૂ કરું છું. એક કવિહૃદય તરીકે કલાપીના વ્યક્તિત્વની ચર્ચાનો અત્રે અવકાશ ન હોવા છતાં એટલું તો કહી શકાય કે કાઠિયાવાડના એક નાનકડા રજવાડાના આ ઉર્મિશીલ રાજવીએ ૨૬ વર્ષની વયે કાયમી વિદાય લેતાં પહેલાં આપણી ભાષાને એક હંમેશાનું નજરાણું આપ્યું. તેનું નામ છે ‘કલાપીનો કેકારવ’.