વડીલો સહિત સહુ વાચક મિત્રો, આમ જૂઓ તો આ કોલમ થકી લેખક અને આપ સહુને જોડતો વૈચારિક તંતુ વધુને વધુ મજબૂત બની રહ્યો છે. દિન-પ્રતિદિન મારી આ હૈયાવાણી વધુ સત્વશીલ બને, શક્તિ-સંવર્ધક બને અને પ્રત્યેક વાચક તથા સમાજ તેના થકી વધુ જોમવંતો બને તે મારો મુખ્ય ઉદ્દેશ કે મંત્ર રહ્યો છે.
જીવંત પંથ
Block: Site: Subtree Block
વડીલો સહિત સહુ વાચક મિત્રો, ત્રણ સપ્તાહ પૂર્વે - ૨૫ જૂનના અંકમાં મેં આ જ કોલમમાં એક ગીત ટાંક્યું હતુંઃ ઝાંખો ઝાંખો દીવો મારો જોજે ઓલવાય ના... આ લેખના મથાળામાં આ ગીતની જ એક પંક્તિ ટાંકી છે. જીવમાત્ર પ્રગતિના પંથે સતત આગેકૂચ કરવા માટે આતુર હોય છે. કીડીમંકોડાથી માંડીને મસમોટા પ્રાણીઓ આવી લાગણી કે ભાવના ધરાવતા હોય છે. ઢેલ સમક્ષ મોર નૃત્ય કેમ કરે છે? કે પછી પોતાની સત્તા, સંપત્તિ, પરિવાર, અનુયાયીની સંખ્યા કે આવા પરિવારો પ્રત્યે નાનામોટા દરેકનો લગાવ હોય છે. ગરીબ-તવંગર હોય કે સંત-મહાત્મા આવી મોહમાયામાંથી સાવ વિમુક્તિ ક્યારેય મળતા નથી.
વડીલો સહિત સહુ વાચક મિત્રો, આજે શનિવારે લંડન અને બ્રિટનમાં આ વર્ષનો સૌથી ઉષ્માપૂર્ણ દિવસ હોવાનું હવામાન ખાતાનો વર્તારો જણાવે છે (સોમ-મંગળ વધુ ગરમી). યોગાનુયોગ મને પણ લાંબી લટાર મારવાનો અને આપ સાથે પરોક્ષ રીતે સંવાદ કરવાનો અવસર સાંપડ્યો. ગુજરાત સમાચાર અને એશિયન વોઇસમાં પ્રકાશિત થતી વાચનસામગ્રી વિશે આપે સર્વેના માધ્યમથી રજૂ કરેલા સ્પંદનોનો રિપોર્ટ હું મેળવી રહ્યો છું. એક એક્સપર્ટ પણ તેનું વિશ્લેષણ કરી રહ્યા છે. જોકે સર્વેના પ્રાથમિક તારણોના આધારે હું એટલું અવશ્ય કહી શકું કે આપને પ્રકાશન સામગ્રીથી મહદ અંશે સંતોષ થઇ રહ્યો છે અને આ વાતને હું અમારું સદભાગ્ય સમજું છું. સાથેસાથે જ વધુ સત્વશીલ, વિવિધલક્ષી અને સર્વાંગી પ્રગતિને પ્રોત્સાહન આપે તેવી વાચનસામગ્રી પીરસવા અને નીતનવીન વિવિધ પ્રકારના આયોજનો કરવાને પણ અમારી ફરજ સ્વીકારું છું.
વડીલો સહિત સહુ વાચક મિત્રો, જીવમાત્રમાં પ્રેમની ભાવના સદા સર્વદા વિદ્યમાન છે. અરે, બાપલ્યા... તેના ઉપર જ તો મારી - તમારી- આપણા સહુની આખી દુનિયા નભે છે. જગતનિયંતાએ આ સૃષ્ટિનું સર્જન કર્યું. ઉત્ક્રાંતિના નિયમ કે પછી અન્ય કારણસર જીવજંતુ સહિત માનવજીવન વિકસ્યું. અને વિસ્તર્યું. (કમસે કમ પૃથ્વી પર તો આપણે એવું અનુભવીએ છીએ.) એક અર્થમાં જોઇએ તો પ્રેમ અને સગાઇ શબ્દો તો બે જ છે, પણ તેની સમજ અનેકવિધ રીતે વ્યક્ત થઇ શકે તેવી છે.
વડીલો સહિત સહુ વાચક મિત્રો, શનિવારે બપોરે સ્વામીબાપા ધામમાં ગયા એમ જાણ્યું. કેટલાક સમયથી તેમની તબિયત નાદુરસ્ત હતી એટલે આ ખબરને સાવ આશ્ચર્ય તો ન કહી શકાય, છતાં પણ હૃદય સોંસરવો આઘાત જરૂર અનુભવ્યો. વિશ્વસમસ્તમાં સનાતન ધર્મનો ધ્વજ ઊંચા આસમાનમાં લહેરાવનાર ધર્મપ્રવર્તકની વિદાયના સમાચાર જાણીને ભાગ્યે જ કોઇ એવું હશે જેણે આંચકો નહીં અનુભવ્યો હોય.
વડીલો સહિત સહુ વાચક મિત્રો, રિયો દી’ જાનેરોમાં સંપન્ન થયેલી ઓલિમ્પિકમાં ગ્રેટ બ્રિટને સાચે જ ડંકો વગાડ્યો છે. આ અંકમાં અન્યત્ર તે વિશેના વિવિધ સમાચારો વાંચી શકશો. દેશની વસ્તીના પ્રમાણમાં Team GBએ મેળવેલા મેડલની તુલના કરો તો ગ્રેટ બ્રિટિશ ખેલાડીઓની સિદ્ધિને અવ્વલ દરજ્જાની ગણી શકાય. સૌથી વધુ મેડલ યુનાઇટેડ સ્ટેટ્સને મળ્યા. અને બીજા નંબરે યુનાઇટેડ કિંગ્ડમને. યુનાઇટેડ કિંગ્ડમના છેલ્લા ૧૦૦ વર્ષના ઇતિહાસ પર નજર ફેરવશો તો જણાશે કે આ વખતે બ્રિટનને (વસ્તી ૬ાા કરોડ) સૌથી વધુ એવોર્ડ મળ્યા છે. પછીના નંબરે ચીન આવ્યું. યુએસની વસ્તી ૩૨.૧ કરોડ છે. ચીનની ૧૪૦ કરોડ. જે તે દેશને મળેલા એવોર્ડની તેની વસ્તીના પ્રમાણમાં સરેરાશ કાઢવામાં આવે તો કહી શકાય કે ચીનને લગભગ બે કરોડ નાગરિક દીઠ એક મેડલ, અમેરિકાને ૨૬ લાખની વસ્તીદીઠ એક મેડલ જ્યારે ગ્રેટ બ્રિટનને નવ લાખ માથા-દીઠ એક મેડલ મળ્યો છે. બ્રિટન આ ગણતરી પ્રમાણે તો અઢળક મેડલ લઇ આવ્યું છે તેવું કહેવાની જરૂર ખરી? વસ્તી ઓછી, પણ સિદ્ધિ મોટી.
વડીલો સહિત સહુ વાચક મિત્રો, લેખનું મથાળું વાંચીને રખે એવું ધારી લેતા કે લગ્નની ચોરીમાં બેઠેલા મહારાજ જેમ વારંવાર ઘોષણા કરતા હોય છે તે અર્થમાં ઉપરના ત્રણ શબ્દો ઉચ્ચારી રહ્યો છું. સમય એ તો સતત ચાલતી પ્રક્રિયા છે. સમયની સમજ ન હોય તેનો સમય વહી જાય છે. હમણાં, રાબેતા મુજબ, મારે લંડનની ટ્યુબ, ટ્રેન અને બસમાં આવનજાવનનો સાચે જ બહુ લાભ સાંપડ્યો.
વડીલો સહિત સહુ વાચક મિત્રો, બ્રિટન તેમજ અમેરિકામાં રાજકીય ક્ષેત્રે કંઇક અવનવી અને વિચિત્ર ઘટનાઓ આકાર લઇ રહી છે. શનિવારે લેબર પાર્ટીના નેતાપદની ચૂંટણીના પરિણામો જાહેર થયા. જંગી સરસાઇ સાથે જેરેમી કોર્બિનનો વિજય થયો. ત્રણ-ચાર લાખ સભ્યો ધરાવતી લેબર પાર્ટીના નેતાપદે ચૂંટાવું એક વાત છે, અને - દેશનો શાસક નક્કી કરતી - ચારેક કરોડ મતદારોની રાષ્ટ્રીય ચૂંટણીમાં વિજય હાંસલ કરવો તેમાં આસમાન-જમીનનો ફરક છે. સ્વાભાવિક છે કે દેશના સુકાનીની પસંદગી કરતી ચૂંટણીમાં જ્વલંત જીત મેળવવી વધુ અગત્યની બાબત ગણી શકાય. લેબર પક્ષના નેતા તો ચૂંટાઇ ગયા. હવે થોડાક સમયમાં પક્ષના છાયા પ્રધાનમંડળની રચના પણ થઇ જશે. જોકે ખાટલે મોટી ખોડ એ છે કે પાર્લામેન્ટમાં - હાઉસ ઓફ કોમન્સમાં - બિરાજતા લેબર સાંસદોમાંથી લગભગ ૭૫ ટકા જેરેમી કોર્બિનની તરફેણમાં નથી. થોડાક સમય પૂર્વે થયેલા મતદાનનું તારણ છે. (આમ છતાં જેરેમી કોર્બિન પક્ષના નેતાપદે ચૂંટાઇ આવે છે તેને સમયની બલિહારી ગણવી કે પછી પક્ષની કમનસીબી ગણવી તે નક્કી કરવાનું કામ આપ સહુ સુજ્ઞ વાચકો પર છોડી દઉં છું.)
વડીલો સહિત સહુ વાચક મિત્રો, વીતેલા સપ્તાહે મેં સંતોષ અને અસંતોષ મુદ્દે કેટલાક વિચારો વ્યક્ત કર્યા હતા. જેમ સંપૂર્ણ અહિંસા કે સંપૂર્ણ સિદ્ધિ કે પછી અન્ય કોઇ બાબત સંપૂર્ણપણે લગભગ અશક્ય છે, કંઇક તેવું જ સંતોષ કે અસંતોષ વિશે પણ કહી શકાય. સંપૂર્ણ અહિંસાનો વિચારમાત્ર અશક્ય અને અવાસ્તવિક છે. તમારા પરિવારજન ઉપર કોઇ હુમલો કરે તો તેવા સંજોગોમાં માત્ર શાંતિમંત્રના પાઠનું રટણ કરવું યોગ્ય ગણાય ખરું? મહાત્મા ગાંધીને સહુ કોઇ અહિંસાના પરમ સાધક તરીકે ઓળખે છે. જ્યારે જમ્મુ અને કાશ્મીર રાજ્ય ઉપર પાકિસ્તાન પ્રેરિત તાયફાવાળાઓએ હુમલો કર્યો ત્યારે આ જ અહિંસાના પૂજારીએ પ્રાર્થનાસભાને સંબોધતાં સશસ્ત્ર હુમલાઓ સામેના પ્રતિકારને સ્વીકાર્ય ગણ્યો હતો. બીજી બાબત પણ બહુ સ્પષ્ટ છે. આપ સહુ સંમત થશો જ કે સંપૂર્ણ સંતોષ કે વધારે પડતો સંતોષ વાજબી પણ નથી... અને આવકાર્ય પણ નથી.
વડીલો સહિત સહુ વાચક મિત્રો, જીવમાત્ર પાંચમાં પૂછાવાની પળોજણમાં ઓછાવત્તા અંશે સતત પરોવાયેલો હોય છે. સંપત્તિ, સત્તા, સુકિર્તિની ઝંખના જાણે જન્મ સાથે જ જોડાયેલા રહે છે. સ્વભાવના બીજા બે લક્ષણો પણ આમાં ઉમેરી શકાય - સંતતિ અને વિષય વાસના. આ વિષય વાસના શબ્દ કેટલાકને ગુજરાત સમાચાર જેવા પારિવારિક અને સમાજપરસ્ત સમાચારપત્રમાં કદાચ ન જચે, પણ અંતે ઓ’લા કીમિયાગર, સર્જનહારે આ બધા જ પરિબળોને શરૂઆતથી જ જીવમાત્રમાં આરોપ્યા છે. અરે, મનુષ્ય શું, વનસ્પતિ, ફળફુલ પણ વધુ આકર્ષક બનવા માટે કેવા રૂપરંગ ધારણ કરે છે કે સુગંધ કેળવે છે.
