વડીલો સહિત સહુ વાચક મિત્રો, ચાલો આજે આપણે આપણા અને આપણા સંતાનોના ભવિષ્ય સાથે સંકળાયેલા ગંભીર મુદ્દા વિશે કંઇક વિશેષ જાણીએ, સમજીએ અને વિચારીએ. બ્રિટને યુરોપિયન યુનિયન (ઇયુ)માં રહેવું જોઇએ કે નીકળી જવું જોઇએ તેનો જનમત આગામી ૨૩મી જૂને લેવામાં આવશે. વડા પ્રધાન ડેવિડ કેમરને ચાર સપ્તાહ પહેલાં આ રેફરન્ડમની ઘોષણા કરી હતી. આમ તો આ રેફરન્ડમ, જનમતને ત્રણેક મહિના બાકી છે, પણ એક - એક દિવસ જેમ જેમ આ તારીખની નજીક સરકતા જઇએ છીએ તેમ તેમ રાજકીય ગરમી વધી રહી છે. નેતાઓના સામસામા નિવેદનોનું પ્રમાણ વધી રહ્યું છે. અને આ બધાના પરિણામે મારા-તમારા જેવા આમ આદમીની અવઢવ પણ વધી રહી છેઃ બ્રિટને યુરોપિયન યુનિયનમાં રહેવું જોઇએ કે નહીં?
જીવંત પંથ
Block: Site: Subtree Block
વડીલો સહિત સહુ વાચક મિત્રો, આપણે વીતેલા સપ્તાહે માંડેલી વાતનો વિષય હતો - ‘અંતિમ પર્વને યથાયોગ્ય વધાવીએ તો!’ જેમાં આપણે આજે પણ હકારાત્મક જીવનશૈલી માટે પ્રેરણારૂપ બની રહેલા પંડિત કે. કા. શાસ્ત્રીજીની વાત કરી. આજે આપણે શાસ્ત્રીજીની વિચારસરણીથી તદ્દન બીજા છેડાથી શરૂ કરીએ. યુરોપના કેટલાક દેશોમાં ઐચ્છિક મૃત્યુ માટે અમુક અંશે છુટછાટ છે. આવા દેશોમાં સ્વીત્ઝર્લેન્ડ, જર્મની, હોલેન્ડને મોખરે મૂકાય છે. ઐચ્છિક મૃત્યુ ઝંખતા અસહ્ય બીમાર બ્રિટિશ નાગરિકોમાંથી ચોથા ભાગના અંતિમ શ્વાસ લેવા (કે મૂકવા?) માટે સ્વીત્ઝર્લેન્ડ જાય છે. ૨૦૧૨માં આવા, સૌથી વધુ, ૨૯ દર્દીઓ સ્વીત્ઝર્લેન્ડ પહોંચ્યા હતા. બીજા શબ્દોમાં તમે એમ પણ કહી શકો કે દર પખવાડિયે એક બ્રિટિશ નાગરિક જીવન ટૂંકાવવા સ્વીત્ઝર્લેન્ડ પહોંચે છે.
વડીલો સહિત સહુ વાચક મિત્રો, ગયા સપ્તાહના જીવંત પંથમાં આપે ‘અંતિમ પર્વ’ નામથી પ્રકાશિત થયેલા પુસ્તક વિશે વાંચ્યું. ભાઇશ્રી રમેશ સંઘવી દ્વારા સંપાદિત આ જીવન-ઉપયોગી પુસ્તકમાંથી કેટલાંક ટાંચણો રજૂ કર્યા હતા. અંતિમ પર્વની સુયોગ્ય તૈયારી એ આપણા સંસ્કાર-વારસાનું એક અભિન્ન અંગ છે.
વડીલો સહિત સહુ વાચક મિત્રો, વર્ષો પહેલાં સુપ્રસિદ્ધ મીલીટરી હિસ્ટોરીયન કેપ્ટન લિન્ડલહર્સ્ટનું એક પુસ્તક વાંચ્યું હતું. યુદ્ધભૂમિમાં અપનાવાતા વિવિધ વ્યૂહના ભાગરૂપે તેમાં એટેક એન્ડ ડિફેન્સ - આક્રમણ અને સંરક્ષણ અંગે સુંદર ચર્ચા હતી. જેમાં એક તબક્કે એવો પણ સૂર રજૂ થયો હતો કે માત્રને માત્ર તલવારની તાકાતથી સર્વાંગ-સંપૂર્ણ વિજય શક્ય નથી. સંજોગો પ્રમાણે મગજને પણ ઉપયોગમાં લઈ ‘આગળ વધો કે પાછા હટો’ જેવા નિર્ણયો પણ લેવા પડે.
વડીલો સહિત સહુ વાચક મિત્રો, વિક્રમ સંવત ૨૦૭૦ની વિદાય વેળાએ, આપના પ્રિય ‘ગુજરાત સમાચાર’ના આ વર્ષના અંતિમ અંકના માધ્યમથી આપ સહુ સમક્ષ ઉપસ્થિત થયો છું. બે કર જોડીને આપ સહુના હૃદયમાં બિરાજમાન પરમાત્માને હું વંદન કરું છું. આજે (સોમવાર, ૧૩ ઓક્ટોબરે) આ લખાઇ રહ્યું છે. વહેલી સવારે, પરોઢિયે જ કહોને, ઉઠી ગયો. કેવો મંગળ દિવસ! ઓ કરુણાના કરનારા, તારી કરુણાનો કોઇ પાર નથી... પંક્તિઓ મનમાં ગુંજી રહી હતી અને આંખો ખુલી ગઇ. પરમાત્માની કરુણા અને આપ સહુ આત્મીયજનોનો ઉષ્માપૂર્ણ સહયોગ... કેવો સુભગ સમન્વય.
વડીલો સહિત સહુ વાચક મિત્રો, આજે રવિવારે આ લખાઇ રહ્યું છે. વિજયાદશમી અને દશેરા ત્રીજી ઓક્ટોબરે હતા કે ચોથી ઓક્ટોબરે તેમાં અવઢવ અને વિવાદ હોવાનું સંભળાયું હતું. ચંદ્રની ગતિ અને સ્થિતિ આધારિત આપણું હિન્દુ કેલેન્ડર વિશ્વનું સૌથી પુરાતન હોવાથી અવારનવાર આવું બનતું રહે છે. આપણા જીવનમાં પણ આવું જોવા મળે જ છેને...
રવિવારે ન્યૂ યોર્કના મેડિસન સ્કવેરના ભવ્ય કોન્ફરન્સ સેન્ટરમાં ૨૦ હજાર મહેમાનોને વડા પ્રધાન નરેન્દ્ર મોદી મળશે. તેમને ઉદ્બોધન કરશે. આયોજકોના નિમંત્રણને માન આપીને હું પણ આ પ્રસંગે હાજરી આપવાનો છું ત્યારે આપ સહુ સુજ્ઞ વાચકો સમક્ષ મારા અંતરના ભાવો રજૂ કરતાં હું મારી જાતને રોકી શકતો નથી.
વડીલો સહિત સહુ વાચક મિત્રો, સોમવાર ૨૫ ઓગસ્ટે સોમવતી અમાસની સાથે બેન્ક હોલીડે પણ હતો. જોકે સોમવતી અમાસના લીધે બેન્ક હોલીડે હતો એવું નહોતું, આ તો માત્ર યોગાનુયોગ હતો. બાકી રસોડામાં મોટું રીંગણ કપાયેલું પડ્યું હોય, અને તેમાં કોઇ વ્યક્તિને પોતાના ઇષ્ટદેવના દર્શન થાય કે બીજી કોઇ વ્યક્તિને વળી તેમના ગુરુ કે દેવના નામની ઝલક વર્તાય તેના જેવી જ કંઇક આ વાત છે.
વડીલો સહિત સહુ વાચક મિત્રો, આપ સમા આત્મીયજનોને મારા આરોગ્યની તડકીછાંયડી હું જણાવતો રહું છું. બિચારા બનવા માટે નહીં, પણ મારી સમસ્યા કદાચ કોઇને પોતાની તકલીફના નિવારણમાં ઉપયોગી બની શકે તેવો શુભ આશય તો ખરો જ. રવિવાર, ૨૯ મેના રોજ મોડી બપોરે એક જાહેર કાર્યક્રમમાં ભોજન લીધું. ખોટા સમયે (ભોજનનો નિયત સમય કોરાણે મૂકીને) સ્વાદિષ્ટ ભોજન કદાચ દબાવીને ઝાપટ્યું હશે. મોડી રાત્રે અને બીજા દિવસે બેન્ક હોલીડેના રોજ મારી હોજરી અને પેટના અવયવોએ પણ જાણે આરામ ફરમાવ્યો. મંગળવારે ભારે ડાયેરિયા થઇ ગયા. આ તકલીફ એવી છે જેમાં તન-મન બેચેન પણ બને, અને અશક્તિ પણ વર્તાય. લગભગ પાંચેક દિવસ આ કમઠાણ ચાલ્યું.
વડીલો સહિત સહુ વાચક મિત્રો, આપનો કલમધારી સેવક હાજર છે. ગયા સપ્તાહે મેં ગુલ્લી નહોતી મારી, પરંતુ વાજબી કારણસર મારી ગેરહાજરી હતી. ભારતની કોર્ટકચેરીમાં ગુનેગારના નિવેદન બાદ માનનીય ન્યાયાધીશ સાહેબ કહેતા હોય છે કે તમારી રજૂઆત માન્ય છે... આ જ રીતે આપ સહુ નામદાર વાચકો પાસેથી ‘સી.બી. તમારી રજૂઆત માન્ય છે’ શબ્દો સાંભળવા મારા કાન તરસી રહ્યા છે.
