વડીલો સહિત સહુ વાચક મિત્રો, આખું બ્રિટન આજે સોમવારે બેન્ક હોલિડે મનાવી રહ્યું છે, પરંતુ આ સંદેશાવાહક ફરી એક વખત આપની સેવામાં હાજર છે. ગયા સપ્તાહે કેટલાક તાજા અને મહત્ત્વના ઘટનાક્રમ અંગે વિગતવાર સમાચાર પીરસવાના હોવાથી આ લેખમાળામાં મુદત પાડી. પણ આ મુદત કેવી હતી?!
જીવંત પંથ
Block: Site: Subtree Block
વડીલો સહિત સહુ વાચક મિત્રો, ગયા શનિવારે એક અગત્યની ધાર્મિક ચર્ચાસભામાં હાજરી આપવાનો મને સોનેરી અવસર સાંપડ્યો. વેસ્ટ લંડનના શેફર્ડબુસ વિસ્તારમાં લંડન સેવા સંઘનું એક નાનું, પણ પ્રાણવાન મંદિર છે. ચાલીસેક વર્ષ પૂર્વે સાઉથ અમેરિકાના ગયાનાથી લંડન આવીને સ્થાયી થયેલા સ્વામી નિર્લિપ્તાનંદજી આ મંદિરના પ્રણેતા છે. તેમના વાણીવર્તનમાં સાચા અર્થમાં સાધુતા અને સરળતા જોઇ શકાય છે. ત્યાં ડો. જતીન સહા હિન્દુ ધર્મની સાચી સમજ વિષયે એક વ્યાખ્યાનમાળા રજૂ કરી રહ્યા છે. તે કાર્યક્રમમાં એક અતિથિ વક્તા તરીકે મને પણ કંઇક લાભ મળ્યો. આ કે તે શું છે એ વિશે સંશોધન કરવાનું કે સમજણ આપવાનું કામ વિજ્ઞાનનું છે, પણ તે શા માટે છે? શા કારણે છે? વગેરે પ્રશ્નોના (સંતોષજનક) ઉત્તર આપવામાં વિજ્ઞાન કદાચ ઊણું ઉતરે તેમ ચિંતકોએ અનુભવ્યું છે. આ અધ્યાત્મનો, ધર્મનો વિષય ગણાય. સનાતન ધર્મ કોઇ પુસ્તકોના આધારે ઉદભવ્યો નથી.
વડીલો સહિત સહુ વાચક મિત્રો, સ્વામી કૃપાલાનંદજીના બહુ જ જાણીતા ભજનની એક પંક્તિ મને બસ યાદ રહી ગઇ છે. (જીવન પંથ ખૂટે ના મારો...) કહોને, મારા દિલોદિમાગ પર અંકિત થઇ ગઇ છે. છેક ૧૯૬૦થી આ ભજનને સાંભળતો - ગણગણતો આવ્યો છું, પરંતુ આખું ભજન તો યાદ રહ્યું જ નથી. આ આખું ભજન ધરાવતો સંગ્રહ મારા વેરવિખેર પુસ્તકાલયમાં છે તો ખરો, પરંતુ હાથવગો ન હોવાથી ઘણી જ ઇચ્છા હોવા છતાં આખું ભજન આપની સમક્ષ રજૂ કરી શકતો નથી.
વડીલો સહિત સહુ વાચક મિત્રો, આજકાલ બ્રિટન સહિત દુનિયાભરમાં ધનાઢયોની અસ્ક્યામતોની યાદી નામે રિચ લિસ્ટ પ્રકાશિત કરવાની મોસમ ખીલી છે. મસમોટી કંપનીઓના માંધાતાઓ કે પારિવારિક સંપત્તિના ધનાઢ્યોના અધધધ આંકડાઓ જૂઓ તો આંખો પહોળી થઇ જાય. સંપત્તિનો આંકડો કાગળ પર માંડો તો માળું માથું ખંજવાળવું પડે કે કરોડ, અબજ કે ખર્વ તો સમજ્યા મારા ભ’ઇ પણ તેનાથીય વધુ મોટો આંકડો હોય તો તેને લખવો કઇ રીતે?! મિત્રો, ધનાઢયોની સંપત્તિના આ આંકડાઓ જોઇને બહુમતી વર્ગ એવા ખયાલમાં રાચતો હોય છે કે આટલા બધા નાણાં હાથમાં હોય તો માણસને બીજું જોઇએ શું? આખી દુનિયા મુઠ્ઠીમાં આવી જાય. દુનિયાના દરેક સુખ હાથવેંતમાં હોય.
વડીલો સહિત સહુ વાચક મિત્રો, ગયા શુક્રવારે સેન્ટ્રલ લંડનમાં આવેલા ચેધામ હાઉસના સંકુલમાં ડો. કરતાર લાલવાણીના પુસ્તક 'The Making of India: The Untold Story of British Enterprise'નો વિમોચન સમારંભ યોજાયો હતો. આપ સહુએ એશિયન વોઇસના ૨ એપ્રિલ, ૨૦૧૬ના અંકમાં (પાન નં. ૧૪) પર આ પુસ્તકનો પરિચય વાંચ્યો હશે અને આ કે આવતા સપ્તાહના અંકમાં આપને વિમોચન સમારંભનો અહેવાલ પણ વાંચવા મળશે.
વડીલો સહિત સહુ વાચક મિત્રો, કોઇ પણ વ્યક્તિએ એવું સહેજ પણ માનવાની (કે તેનો અમલ કરવાની) જરૂર નથી કે આયુષ્યના ૮૦મા પગથિયે પગલું માંડ્યું એટલે નિવૃત્તિના બાંકડે બેસી જ જવું જોઇએ. થોડોક પો’રો ખાવ તે વાત અલગ છે, બાકી તો (જીવનને ચેતનવતું રાખવા) સતત સક્રિયતા સિવાય આરો નથી. બ્રિટનમાં બેડમિન્ટ્નની રમતમાં મોખરાનું સ્થાન ધરાવતા ભારતવંશી રાજીવ યોસેફનો હમણાં એક લેખ વાંચ્યો. તેઓ કહે છે કે The secret is to keep your core mussel switched on. બેડમિન્ટન ચેમ્પિયનના આ વાક્યનો હું અર્થ કરું છુંઃ શરીરના દરેક અંગ-ઉપાંગોને હંમેશા કાર્યરત રાખો. જીવનમાં હકારાત્મક વલણ અપનાવો. બસ, બધું આપોઆપ ગોઠવાઇ જશે. નામી-અનામી જે કોઇ બહેનો કે ભાઇઓએ વર્ષગાંઠ નિમિત્તે આશીર્વાદ સમાન સંદેશા પાઠવ્યા છે તે સહુનો આભારી છું. મને તો ક્યારેય એ સમજાયું જ નથી કે કેટલાક લોકો સાચી ઉંમર જણાવવામાં કોણ જાણે શા માટે સંકોચ રાખતા હશે.
વડીલો સહિત સહુ વાચક મિત્રો, આમ તો આજની વાતના પ્રારંભે હું સો દા'ડાના સાસુના તો એક દા'ડો વહુનો એવી કોઇ ગુજરાતી ઉક્તિ ટાંકીને શરૂઆત કરી શક્યો હોત, પરંતુ કોણ જાણે કેમ આ કે આના જેવી કોઇ કઢંગી કહેવત ટાંકવાનું મારું મન થતું નથી. કારણ? આજે હું જે કેટલાક મુદ્દા આપ સહુની સમક્ષ રજૂ કરવા માંગુ છું તે એટલા સંવેદનશીલ (મારી દૃષ્ટિએ જ સ્તો) છે કે તેના વિશે મતભેદ સંભવ છે. હું મારી વાત, મુદ્દા મૂકી રહ્યો છું, મારો તર્ક રજૂ કરી રહ્યો છું, પરંતુ આપ સહુ સુજ્ઞજનો આ અંગે શું માનો છો તે જાણવા હું વિશેષ ઉત્સુક છું.
વડીલો સહિત સહુ વાચક મિત્રો, ઇસ્ટરની ચાર રજાઓ એ ક્રિસમસ વેકેશન કરતાં જરાક જુદા પ્રકારની છે. દરેક પરંપરાનો પાયો ધર્મ અને આસ્થા હોય છે. ક્રિસમસ પર્વે ઇસુ ખ્રિસ્તનો જન્મ થયો અને ઇસ્ટરમાં વધસ્તંભ પરથી ઉતારવામાં આવ્યા. ખ્રિસ્તી ધર્મની આગવી દેન મને ખૂબ પ્રભાવિત કરે છે. ઓલ્ડ ટેસ્ટામેન્ટ (બાઇબલ)માં હિંસા, વેરઝેર, અંધશ્રદ્ધા એવું ઘણું બધું હતું, પણ ન્યૂ ટેસ્ટામેન્ટમાં વધુ દયા, સંવેદના, સહયોગ જેવા પરિબળો પ્રાધાન્ય ભોગવે છે.
વડીલો સહિત સહુ વાચક મિત્રો, શિર્ષકના પાંચ શબ્દો વાંચીને લગારેય એવું ન વિચારતા કે આ માણસના માથામાં સુખનો ફાંકો છવાયો છે કે આ તો સી.બી.નો અહં બોલે છે. આ શબ્દો દ્વારા તો હું મારી આપના પ્રત્યેની કૃતજ્ઞતા, પરમાત્મા પ્રત્યેની ભાવના વ્યક્ત કરી રહ્યો છું. વાત માન્યામાં ન આવતી હોય તો ચાલો, મારી સાથે પૂર્વ લંડનના ઇલફર્ડ સ્થિત વીએચપી સંકુલમાં. ત્યાં એક બાજુ સુંદર મજાનું સનાતન મંદિર આપ જોઇ રહ્યા છો.
વડીલો સહિત સહુ વાચક મિત્રો, ‘જીવંત પંથ’ની આ શબ્દયાત્રામાં સાંપ્રત જીવનના પ્રવાહો અંગે કંઇક નવીન, કંઇક નક્કર, કંઇક અર્થપૂર્ણ, કંઇક ઉપયોગી રજૂઆત કરવાનો મારો વિવિધલક્ષી ઉદ્દેશ રહ્યો છે. કેટલાક વાચકોને મારી આ રજૂઆતમાં વિદ્વતા જોવા મળતી હોય કે કોઇના મનમાં - મારા વિશે - આવી કોઇ છબી ઉપસતી હોય તો તેનો ખુલાસો આવશ્યક છે. મારો આવો કોઇ દાવો પણ નથી, અને હું આવા કોઇ ભ્રમમાં રાચતો પણ નથી. હા, એટલું અવશ્ય કહી શકું કે રોજના ચાર-છ કલાક વાંચનનો અવસર સાંપડે છે. વર્ષોજૂના આ મહાવરાથી જાતભાતના વિષયોની માહિતી નજર તળેથી પસાર થતી રહે છે. ઘણી વખત કંઇક વાંચીએ ને એમ થાય કે આ વાત તો બહુજન હિતાય, બહુજન સુખાય છે તો તેને લોકો સુધી પહોંચાડવી જોઇએ. પરમાત્માની કૃપાથી મારો વ્યવસાય પણ અખબારી પ્રકાશનનો હોવાથી સોનામાં સુગંધ ભળી છે.
