જીવંત પંથ

No

Block: Site: Subtree Block

    ચેતેશ્વર પૂજારા - રવિન્દ્ર જાડેજા

    વડીલો સહિત સહુ વાચક મિત્રો, કેટલાક વાચકોને લાગશે કે આ ચરોતરનો, અને તેમાં પણ મહીકાંઠા પ્રદેશનો પટેલ ભાયડો આજે કાઠિયાવાડ પર કેમ ઓવારી ગયો છે? આપ સહુનો સવાલ સાચો, પણ આ લેખ પૂરો થયે આપ પણ કહેશો કે મારું બેટું, સી.બી.ની વાત તો સાચી હોં... જેનું ગજું મોટું તેનું ગજવું મોટું એમ કહેવા કરતાં ગજવા કરતાં ય જેનું ગજું મોટું છે તેવી સાધનસંપન્ન વ્યક્તિઓ આજકાલ અખબારોમાં ચમકી રહી છે. તેઓ પોતીકી અસ્ક્યામત અન્યોના હિતાર્થે ન્યોછાવર કરવામાં પાછી પાની કરતા નથી. જોકે આવી વીરતા પ્રમાણમાં ઓછી જોવા મળે છે, પરંતુ આવા ઉદારમના માનવીઓના પ્રતાપે બીજા કેટલાય પણ મોડાવહેલા જાગશે હોં કે... 

    મહામૃત્યુમાંથી અમૃત સમીપેઃ સ

    વડીલો સહિત સહુ વાચક મિત્રો, આજે સોમવાર સવારની વાત છે. હું નિત્ય ક્રમ અનુસાર ન્યૂઝ એજન્ટને ત્યાં મારા અખબારો લેવા ગયો. સાતેક વાગ્યે શોપ ખૂલે અને એક ભારતીય યુવાન કર્મચારી હાજર હોય. સવારે ઠંડી તો સાધારણ કહેવાય તેવી હતી, પણ પવન સુસવાટા મારતો હતો. ઝરમરિયા વરસાદના છૂટાછવાયા ઝાપટાં પણ વરસી જતા હતા. ‘ગુડ મોર્નિંગ...’ કહીને પે’લો જણ બોલ્યો, ‘આ દિવસ તો ટૂંકો ને ટૂંકો થતો જાય છે... ને મારે જ આટલા વહેલા આવવું પડે છે. બસ અને અંડરગ્રાઉન્ડની એકાદ કલાકની જર્ની કરું ત્યારે અહીં પહોંચું ને સાત વાગતા સુધીમાં શોપ ખોલી નાખું. આટલું વહેલું પહોંચવાનું હોય બેડ તો વહેલી પરોઢે જ છોડી દેવો પડે...’

    જીવંત લોકશાહી માટે ચોથી સત્તા

    વડીલો સહિત સહુ વાચક મિત્રો, બીજા વિશ્વયુદ્ધ બાદ વિશ્વના લગભગ ૧૦૦ જેટલા નાનામોટા દેશોએ સ્વતંત્રતા પ્રાપ્ત કરી. ભારતવાસીઓ સકારણ ગર્વ લઇ શકે કે છેલ્લા ૬૮ વર્ષથી વિપરિત સંજોગો અને વિરોધાભાસી વમળો વચ્ચે પણ દેશમાં લોકશાહી ક્રમે ક્રમે વધુ બળવત્તર બની છે. અખબારી સ્વાતંત્ર્યનું અનુદાન પણ સ્વીકારવું જ રહ્યું. અખબારી સમાચાર માધ્યમોને ચોથી સત્તા કહેવાય છે.

    ગગનભેદી જયનાદ... મોદી... મોદી... મો

    વડીલો સહિત સહુ વાચક મિત્રો, બ્રિટન, ભારત કે વૈશ્વિક સ્તરે ભારતવંશીઓમાં આ મોદીમંત્ર ખૂબ ગાજી રહ્યો છે. પક્ષ કરતાં પણ નરેન્દ્રભાઇ મોદીની પ્રતિભા સહુ કોઇને અત્યંત પ્રભાવિત કરી રહી છે. શા કારણે? વેમ્બલી સ્ટેડિયમમાં શુક્રવારે યોજાયેલા ભવ્ય સમારંભ ટાણે આયોજકોએ એક સુવેનિયર પ્રસિદ્ધ કર્યું હતું. તેના એડિટોરિયલ બોર્ડમાં મને પણ કંઇક સેવા કરવાનો લાભ મળ્યો. મારો એક લેખ Secret of Modi Mania પણ તેમાં પ્રસિદ્ધ થયો હતો. આ વેળાના ‘એશિયન વોઇસ’માં આપ સહુ તે વાંચી શકશો. 

    (ડાબે) મનોજ લાડવા, નરેન્દ્ર મોદી અને પરેશ રાવલ

    વડીલો સહિત સહુ વાચક મિત્રો, મથાળામાં લખેલી ઉક્તિ સાચા અર્થમાં જીવનનિચોડ સમાન ગણી શકાય. ગયા સપ્તાહના આપના ગુજરાત સમાચાર અને એશિયન વોઇસમાં લોર્ડ ગુલામભાઇ નૂનના દુઃખદ નિધનના સમાચાર આપે વાંચ્યા હશે. આ માઠા સમાચાર જાણીને હું ખૂબ જ વ્યથિત બન્યો હતો. ગુલામભાઇ સાથે મારે લગભગ ૩૫ વર્ષનો સંબંધ હોવાના કારણે તેમની અનેકવિધ શક્તિને હું જોઇ શક્યો હતો. સમજી શક્યો હતો અને માણી શક્યો હતો. જીવંત પંથના કેટલાય હેતુઓ કે ઉપયોગિતા સંદર્ભે આપે નોંધ્યું હશે કે કોઇ પણ નામ પાડ્યા વગરનો ગર્ભિત સંકેત પણ ઘણું સૂચવી જાય છે. ૫ સપ્ટેમ્બર, ૨૦૧૫ના રોજ મેં આ જ કોલમમાં નામોલ્લેખ વગર એક સજ્જન પ્રત્યેની મારી સંવેદના અને સન્માન પ્રકટ કર્યા હતા. આજે હું જાહેરમાં કહી શકું છું કે એવું મેં સહેતુક કર્યું હતું.

    જ્યોર્જ ઓસ્બોર્ન - ભારત-આફ્રિકા શિખર પરિષદ

    વડીલો સહિત સહુ વાચક મિત્રો, આજે શરદપૂર્ણિમાના શુભ દિવસે આપ સમક્ષ બંદા હાજર છે. શિર્ષકમાં લખવાનું મન થયું હતું કે સત્યવાન સરદાર પણ પછી ભારતીય સંસ્કૃતિના જે ધ્રુવતારકો કહેવાય તેવા સત્યવાન હરિશ્ચંદ્ર અને રાણી તારામતી યાદ આવ્યા. હરિશ્ચંદ્રની તોલે તો કોને મૂકી શકાય? તે જ પ્રમાણે સતી સાવિત્રી પણ એવું જ પાવક નામ આપણા સંસ્કારોની સાક્ષી પૂરે છે. આ અને આવા આપણા દિવ્ય આત્માના જીવનચરિત્ર વિશે આપ સહુ વાચકોને એક નમ્ર વિનંતી કરવાનું મન થયું છે. આજકાલ દરેકના ઘરે, કમ્પ્યુટર અને ઇન્ટરનેટની સુવિધા સુલભ છે. કમસે કમ આપના સંતાનો તો તેનો ઉપયોગ કરતા જ હશે. આપ જાતે કે આપના પરિવારજનો ગુગલ પર આ અને આવા જ પૂણ્યાત્માઓના નામ શોધશો. આપના દિલદિમાગમાં જે નામ ઝણઝણે તેને સંબંધિત માહિતી વાંચશો કે વંચાવશો. હું માનું છું કે મનની આ ‘કસરત’ સર્વપ્રકારે હિતકારી બની રહેશે. 

    ચીનુ મોદીના પુસ્તકનું કવર પેજ -  આઈઆઈએમ અમદાવાદ - બ્રિટનમાં વસવા મથતા નિરાશ્રિતો - બ્રિટનના વડા પ્રધાન ડેવિડ કેમરન અને ચીનના પ્રમુખ શી જિનપિંગ

    વડીલો સહિત સહુ વાચક મિત્રો, આપણા પરિવારમાં કન્યાના શુભ લગ્ન વેળા વરરાજા પધારે અને માંડવે પહોંચે ત્યારે ગોર મહારાજ મોટા સાદે વદે છેઃ વરરાજા પધારે સાવધાન... પરંતુ સવિશેષ તો  આની સાથોસાથ કન્યા પક્ષ પણ સાવધાન થતો હોય છે. એક જમાનો હતો જ્યારે દીકરીને ગાય દોરે ત્યાં જાય તેવું કહેવાતું હતું. જોવા પણ મળતું હતું. હવે સમયના વહેણ સાથે બધું બદલાયું છે. ઊલ્ટું બની રહ્યું છે એમ તો ન કહેવાય, પરંતુ લોકોને હવે દીકરીમાં પણ દૈવત દેખાઇ રહ્યું છે. જો આ દૈવત વહેલું દેખાતું થયું હોત, લોકો નારીશક્તિનો આદર-સન્માન કરતા થયા હોત તો વધુ સારું હોત. પુરુષપ્રધાન સમાજે નારીશક્તિ પર જે જોરજુલ્મો ગુજાર્યા છે તેમાં જરૂર ઘટાડો જોવા મળ્યો હોત તેવું મારું જ નહીં, બહુમતી વર્ગનું માનવું છે.

    જ્હોન બર્ન્સ

    વડીલો સહિત સહુ વાચક મિત્રો, આજે સોમવતી અમાસના શુભ દિવસે આ કોલમ કંડારાઇ રહી છે. આવતીકાલથી નવલી નવરાત્રિનો શુભારંભ થશે. સનાતન સંસ્કૃતિમાં દૈવી આરાધના એ અત્યંત પ્રાથમિક્તા ગણાય છે તો ચાલો... સહુ પ્રથમ માતાજીની સ્તુતિ કરીએ. 

    વિરાસતના વૈવિધ્યમાં વાણી, વિચ

    વડીલો સહિત સહુ વાચક મિત્રો, અંગ્રેજીમાં કેટલાક બોલતા હોય છે કે Be a fly on my shoulder. મતલબ કે મારી સાથે ફરો. તમે આને આપણી ભાષામાં વિહંગાવલોકન પણ કહી શકો. જોકે આપના જેવા માનવંતા વાચકોને એવું કહેવાનું મને વધુ શોભનીય ગણાય છેઃ આવો, મારી સાથે પંખીની પાંખે પધારો. 

    સ્કોટલેન્ડમાં તાજેતરમાં એક અજબ નજારો જોવા મળ્યો. મોટી માછલી નાની માછલીને ઓહયા કરી જતી હોય છે એ તો સહુ કોઇ જાણે છે... પણ તમે ક્યાંય એવું જોયું છે કે નાની માછલી ખુદ કૂદકો મારીને મોટી માછલીના મોંમાં જઇ પડે?! આવું તો નહીં જ જોયું હોય, અને આથી જ અહીં આ ફોટોગ્રાફ મૂક્યો છે. જીવમાત્રને પોતાનું અસ્તિત્વ ટકાવવાની, વધુમાં વધુ લાંબો સમય જીવવાની અબળખા હોય છે.  સાલમન જેવી માછલીઓ પાણીના પ્રવાહની વિરુદ્ધમાં છલાંગ મારી (વખત આવે તો નાના ધોધ જેવા ધસમસતા પ્રવાહ સામે પણ) પોતાની આગવી જીવનશૈલી અપનાવતા હોય છે. આદત પ્રમાણે મારવા ગઈ કૂદકો અને જઈ પહોંચી મોતના મ્હોંમાં)

    વડીલો સહિત સહુ વાચક મિત્રો, ૧૨ વર્ષની વયે હું ભાદરણ હાઇસ્કૂલમાં હું ચોથા ધોરણમાં પ્રવેશ્યો. ૧૭ વર્ષની વયે વડોદરામાં કોલેજમાં જતો થયો. તે પહેલાં ભાદરણ, કરનાળી, ચાણોદ, નડિયાદમાં પ્રાથમિક-માધ્યમિક શાળામાં પણ ભણ્યો. આ તમામ વર્ષો દરમિયાન મારા માટે, સમય મળ્યે, ભજનમંડળીમાં જવું, ગાવું સહજ હતું. અરે... કૂદવાનો પણ લ્હાવો લેતો હતો. (કદાચ તે સમયની કૂદાકૂદના કારણે જ અત્યારે મારા પગમાં જોર જણાય છે!)