તંત્રીલેખ

No

Block: Site: Subtree Block

    ભારતની જૂનિયર હોકી ટીમે વર્લ્ડ કપ જીતીને પુરવાર કરી દીધું છે કે ચોક્કસ લક્ષ્યપ્રાપ્તિના ઉદ્દેશ સાથે જો સાતત્યપૂર્ણ પ્રયાસો કરવામાં આવે તો કંઇ પણ અશક્ય નથી. ભારતીય જૂનિયર હોકી ટીમે ભલે દોઢ દસકાના લાંબા અરસા પછી વર્લ્ડ કપ જીત્યો હોય, પણ તેનું વિશેષ મહત્ત્વ છે. આનાથી ખેલાડીઓનો જુસ્સો વધવાની સાથોસાથ મનોબળ પણ મક્કમ બનશે અને તેની દૂરોગામી અસર આગામી દિવસોમાં હોકીની રમત પર પણ જોવા મળશે.

    મનમોહન સિંહના નેતૃત્વ હેઠળની યુપીએ સરકાર વેળા બહુચર્ચિત બનેલું ઓગસ્તા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર કૌભાંડ ફરી સમાચારોમાં છે. ભારતીય મહાનુભાવોના પરિવહનની સુગમતા માટે હેલિકોપ્ટર ખરીદવા રૂ. ૩૬૦૦ કરોડનો સોદો થયો હતો, જેમાં ખાયકી કરવાના આરોપસર સીબીઆઇએ ઇંડિયન એર ફોર્સના નિવૃત એર ચીફ માર્શલ એસ. પી. ત્યાગી તેમજ તેના પિતરાઇની ધરપકડ કરી છે. જેમના શિરે ભારતની હવાઇ સુરક્ષાની જવાબદારી છે તે દળના વડાની ભ્રષ્ટાચારના આરોપસર ધરપકડ થવાની ઘટનાએ  દેશના રાજકીય-સંરક્ષણ ક્ષેત્રે હલચલ મચાવી દીધી છે. 

    વિશ્વમાં સૌથી મોટું લોકતંત્ર હોવાનું બહુમાન ધરાવતા દેશમાં લોકપ્રતિનિધિઓને પોતાનું કામ કરવા માટે, નૈતિક ફરજ બજાવવા માટે રાષ્ટ્રપતિએ જાહેર અપીલ કરવી પડે તેનાથી વધુ શરમજનક પરિસ્થિતિ કોઇ હોય શકે નહીં. મોદી સરકારની નોટબંધીના નિર્ણયનો વિરોધ કરવામાં ૧૬ નવેમ્બરથી શરૂ થયેલું શિયાળુ સત્ર ખોરંભે પડી ગયું છે. રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ સાંસદોને ગૃહની કાર્યવાહીને સુચારુ ઢબે ચલાવવા અનુરોધ કર્યો છે જેથી જનહિત સાથે જોડાયેલા મુદ્દાઓ પર ચર્ચા થઇ શકે, સંસદમાં અટકેલા ખરડાઓ પસાર થઇ શકે. રાષ્ટ્રપતિએ નારાજગી અને અણગમો દેખાડતાં કંટાળેલા સૂરમાં કહ્યું છે કે કમસેકમ ઇશ્વરને ખાતર તો કામ કરો... તેમની આ આજીજી કહો કે વ્યથા સાવ ખોટા તો નથી જ. 

    પાકિસ્તાન ફરી એક વખત આંતરરાષ્ટ્રીય મંચ પર બેનકાબ થયું છે, અને આ વખતે પ્રસંગ હતો ‘હાર્ટ ઓફ એશિયા-ઇસ્તંબુલ પ્રોસેસ’ કોન્ફરન્સ. પંજાબના અમૃતસરમાં યોજાયેલી આ કોન્ફરન્સમાં પાકિસ્તાન પ્રેરિત આતંકવાદનો સતત ભોગ બનતા રહેલા ભારત અને અફઘાનિસ્તાને એકમેકના સાથમાં આતંકવાદ સામે બુલંદ અવાજ ઉઠાવીને આ સમસ્યાને નેસ્તનાબૂદ કરવા માટે તમામ સભ્યોને એક થવા હાકલ કરી હતી. 

    ભારતમાં આજકાલ દેશપ્રેમ શબ્દ કે દેશપ્રેમની ભાવના આજકાલ બહુ ચર્ચામાં છે. નોટબંધીના માહોલે તો આ ચર્ચાને વધુ ઉગ્ર બનાવી છે. તેનો વિરોધ કરનારા દેશવિરોધી છે, અને સમર્થન કરનારા દેશપ્રેમી. આવા બે ભાગમાં વહેંચાયેલા માહોલ વચ્ચે સુપ્રીમ કોર્ટે ધ્યાનાકર્ષક ચુકાદો આપ્યો છે. એક મહત્ત્વના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે ફિલ્મ શરૂ થતાં પૂર્વે દરેક સિનેમાગૃહમાં રાષ્ટ્રગીત વગાડવાનું ફરજિયાત કર્યું છે. સાથે જ કોર્ટે સુચના આપી છે કે રાષ્ટ્રગીત વાગતું હોય ત્યારે દરેક દર્શકોએ ઉભા રહેવું પડશે. આગામી પહેલી જાન્યુઆરીથી આ આદેશ લાગુ થશે.

    અમેરિકા જેવી મૂડીવાદી મહાસત્તા સામે પાંચ-પાંચ દસકા સુધી લગાતાર ઝઝૂમનારા ક્યૂબાના પૂર્વ રાષ્ટ્રપતિ અને ક્રાંતિવીર નેતા ફિડેલ કાસ્ત્રોએ ૯૦ વર્ષની વયે શ્વાસ મૂક્યા. અને જાણે ક્રાંતિકારી ચળવળનું દસકાઓ જૂનું પ્રકરણ બંધ થયું. અડધી સદી કરતાં પણ વધુ લાંબી રાજકીય કારકિર્દી દરમિયાન તેમણે અસાધારણ ઉતાર-ચઢાવનો સામનો કર્યો, અને છતાં તેઓ લગારેય ઝૂક્યા કે ડગ્યા નહીં એ જ વાત તેમના લડાયક મિજાજનો પરચો આપે છે. 

    લોકસભાની ચૂંટણીમાં કમ્મરતોડ ફટકો ખાઇને લગભગ નિશ્ચેતન થઇ ગયેલી કોંગ્રેસને સહેજસાજ કળ વળી રહી હોય તેમ લાગે છે. સંસદમાં વિરોધ પક્ષનું નેતૃત્વ કરી શકાય તેટલી લોકસભા બેઠકો પણ જીતવામાં નિષ્ફળ રહેલા દેશના સૌથી જૂના પક્ષમાં ફરી એક વખત પ્રાણ ફૂંકવા નેતૃત્વ કામે લાગ્યું છે. 

    અમેરિકાએ પાકિસ્તાનને ચેતવણી આપી છે કે પ્રમુખ બરાક ઓબામાના ભારત પ્રવાસ દરમિયાન સીમા પારના ત્રાસવાદની એક પણ ઘટના બનવી જોઇએ નહીં. અને જો આવું બન્યું તો પાકિસ્તાન તેના પરિણામ ભોગવવા તૈયાર રહે.