ગુજરાતના બહુચર્ચિત ગુલબર્ગ સોસાયટી હત્યાકાંડમાં ૧૪ વર્ષ બાદ ચુકાદો આવ્યો છે. અમદાવાદની સ્પેશ્યલ કોર્ટના આ ચુકાદા પર સમગ્ર દેશ નજર માંડીને બેઠો હતો. કોર્ટે ૨૪ આરોપીઓને કસૂરવાર ઠરાવ્યા છે, જ્યારે ૩૬ને નિર્દોષ છોડ્યા છે. દોષિતોને સજા હવે સંભળાવવામાં આવશે, અને જેમને નિર્દોષ મુક્ત કરાયા છે તેની પાછળના કારણ-તારણ પણ કોર્ટ હવે જાહેર કરશે.
તંત્રીલેખ
Block: Site: Subtree Block
ભારત-ઈરાનના સંબંધો ઇતિહાસ જેટલા પુરાણા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઈરાન પ્રવાસ દરમિયાન તેમના સમોવડિયા હસન રુહાની સાથેની મુલાકાત વેળા આ લાગણી વ્યક્ત કરી હતી. આ શબ્દોમાં રતિભારેય અતિશ્યોક્તિ ન હોવા છતાં હકીકત એ છે કે - સમય અને સંજોગની માગ હોવા છતાં - બન્ને દેશો આ સદીઓ પુરાણા સંબંધોનો અન્યોન્યના લાભાર્થે ઉપયોગ કરવામાં કાચા પડ્યા છે.
ભારતના પાંચ રાજ્યો - આસામ, પશ્ચિમ બંગાળ, તામિલનાડુ, કેરળ અને પોંડિચેરીના ચૂંટણી પરિણામો પર નજર ફેરવતા જણાય છે કે દરેક રાજ્યોમાં અલગ પક્ષ કે યુતિએ વિજય હાંસલ કર્યો છે. લોકચુકાદો ભલે વૈવિધ્યસભર જણાતો હોય, પરંતુ તેમાં એક સમાનતા પણ છે. અને આ સમાનતા એટલે કોંગ્રેસનો કારમો પરાજય. સદીપુરાણા આ પક્ષે ભારતમાં વધુ બે રાજ્યો - આસામ અને કેરળમાં સત્તા ગુમાવી છે. એક માત્ર પોંડિચેરીમાં સત્તા હાંસલ કરી છે. જોકે માત્ર ૩૦ બેઠકો ધરાવતા ખોબા જેવડા રાજ્યમાં - અને તે પણ ડીએમકે સાથે યુતિ સાધીને - મેળવેલા આ વિજયને કેટલું મહત્ત્વ આપવું તે અલગ ચર્ચાનો વિષય છે.
ભારતના નાણા પ્રધાન અરુણ જેટલી ટોચના કાનૂનવિદ્ હોય શકે છે, પરંતુ એટલા મોટા કાનૂનવિદ્ પણ નહીં કે દેશના ન્યાયતંત્રને તેની મર્યાદાનો અહેસાસ કરાવતા રહે. વીતેલા સપ્તાહે જેટલીએ દેશના પાટનગરમાંયોજાયેલા એક કાર્યક્રમમાં ન્યાયતંત્રને પોતાની ‘લક્ષ્મણ રેખા’ આંકી લેવાની સલાહ આપી દીધી.
એક સમયે રાજદ્વારી સંપર્કોથી માંડીને વેપાર-વણજ ક્ષેત્રે ગાઢ સંબંધો ધરાવતા ભારત-નેપાળ દ્વિપક્ષીય સંબંધોમાં છેલ્લા કેટલાક સમયથી દિન-પ્રતિદિન અંતર વધી રહ્યું છે. બે દેશો વચ્ચેના સંબંધમાં આવો રાજકીય તનાવ સામાન્યતઃ નાના રાષ્ટ્ર માટે નુકસાનકારક સાબિત થતો હોય છે, પરંતુ અહીં ઉલ્ટું છે. વ્યૂહાત્મક દૃષ્ટિકોણથી મૂલવીએ તો આ તનાવ નેપાળ જેવા નાના રાષ્ટ્ર કરતાં ભારત જેવા વિશાળ રાષ્ટ્ર માટે વધુ ચિંતાજનક છે કારણ કે ભારતથી દૂર જઇ રહેલું રહેલું નેપાળ ચીનની સોડમાં ભરાઇ રહ્યું છે. અને ભારતને કનડવા હંમેશા તત્પર ખંધું ચીન નેપાળ પર અછોવાનાં કરી રહ્યું છે.
ભારત આખાને બળબળતા ઉનાળાએ લપેટમાં લીધું છે. કોઇ કોઇ રાજ્યોમાં છૂટાછવાયા કમોસમી વરસાદને બાદ કરતાં આકાશ અગનજવાળા વરસાવી રહ્યું છે.
એનડીએ સરકારે વધુ એક યુ-ટર્ન લીધો છે. સરકાર યુપીએની હોય કે એનડીએની, સમય-સંજોગ જોઇને તેની નીતિમાં ફેરબદલ કરે તો તેમાં કંઇ નવાઇની વાત નથી, પણ વાત વિદેશ નીતિની હોય અને તેમાંય મુદ્દો જમ્મુ-કાશ્મીર સાથે સંકળાયેલો હોય ત્યારે ‘યુ-ટર્ન’ ચર્ચાસ્પદ ન બને તો જ નવાઇ.
મુંબઇમાં ભ્રષ્ટાચાર અને ગેરરીતિઓના પાયા પર ઉભી થયેલી આદર્શ હાઉસિંગ સોસાયટીની ૩૧ માળ ઊંચી ઇમારત તોડી પાડવાનો મુંબઇ હાઇ કોર્ટે યથાયોગ્ય જ આદેશ આપ્યો છે. આદર્શ હાઉસિંગ કૌભાંડને ભારતમાં ઊંડી જડ ઘાલી ગયેલા ભ્રષ્ટાચારનું સૌથી કલંકિત ઉદાહરણ ગણી શકાય.
ભારતના સરકારી તંત્ર માટે રવિવારનો દિવસ ખરેખર શરમજનક ગણી શકાય. દેશના ન્યાયતંત્ર પર દિન-પ્રતિદિન વધી રહેલા કેસોના ભારણ અને ન્યાયતંત્ર સામેની મુશ્કેલીઓની વાત કરતાં કરતાં સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ટી. એસ. ઠાકુર એટલા ભાવુક થઇ ગયા કે તેમની આંખોમાંથી આંસુ વહી ગયા. પ્રસંગ હતો પાટનગરમાં યોજાયેલા મુખ્ય પ્રધાનો અને હાઇ કોર્ટના ચીફ જસ્ટિસોની પરિષદનો.
‘ઈસરો’ના ટૂંકાક્ષરી નામે જાણીતા ઇંડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશને રવિવારે તેની સિદ્ધિઓના છોગામાં વધુ એક સફળતાનું પીછું ઉમેર્યું છે. ‘ઈસરો’એ વાતવારણમાંથી જ ઓક્સિજન મેળવીને તેનો ઉપયોગ કરવાની ક્ષમતા ધરાવતા સ્ક્રેમજેટ એન્જિનનું સફળ પરીક્ષણ કર્યું હતું.
