ભારતીય વેરિએન્ટ B.1.617.2ની માયાજાળથી કોવિડના કેસીસમાં ઉછાળો આવ્યો છે. આ સંદર્ભે વેક્સિનેશન પર ફરી ધ્યાન કેન્દ્રિત કરવા અને સામાન્યપણે રસીકરણને વધુ તીવ્ર બનાવવા પર ભાર મૂકાઈ રહ્યો છે. વેક્સિનેશનની સાથોસાથ માસ્ક પહેરવા, અને શારીરિક અંતર જાળવવા, વારંવાર હાથ ધોવા સહિતના સાવચેતીના અન્ય મહત્ત્વપૂર્ણ પગલાં પર ભાર મૂકાયો છે.
તંત્રીલેખ
Block: Site: Subtree Block
ભૂતપૂર્વ બ્રિટિશ વડા પ્રધાન ડેવિડ કેમરને સંસદીય કમિટી સમક્ષ પોતાની નિર્દોષતા પૂરવાર કરવાનો ઘણો પ્રયાસ કર્યો છે પરંતુ, તેમાં તો સફળ થયા નથી. બ્રિટિશરો જે શાલીન મૂલ્યો માટે જાણીતા છે તેનાથી વિરુદ્ધ પોતાના બચાવ માટે આરોપીના પિંજરામાં ઉભા રહેવું કોઈ પણ નેતા માટે શોભાસ્પદ ગણાય નહિ. કેમરન વિપક્ષમાં હતા ત્યારે તેમણે લોબિઈંગનો જોરશોરથી વિરોધ કર્યો હતો અને સત્તા મેળવ્યા પછી જે કાયદો ઘડાયો તેમાં તીક્ષ્ણ નહોરની બાદબાકી હતી. આ બાદબાકીનો જ તેમણે ભરપૂર લાભ ઉઠાવ્યો છે.
બિહારમાં નીતિશ કુમાર અને લાલુ પ્રસાદની લડાઇમાં આખરે ઘીના ઠામમાં ઘી પડી ગયું છે. વિધાનસભાની આગામી ચૂંટણી જનતા પરિવારના નેજામાં લડાશે અને નીતિશ કુમાર મુખ્ય પ્રધાન પદના સંયુક્ત ઉમેદવાર હશે. છેલ્લા એક મહિનાથી મુખ્ય પ્રધાન પદના નામ માટે ખેંચતાણ ચાલતી હતી. આખરે લાલુ પ્રસાદ ઝૂક્યા અને નીતિશનું નામ જાહેર થયું. મતલબ કે જનતા દળ (યુ) અને રાષ્ટ્રીય જનતા દળ (રાજદ) કોઈ પણ ભોગે મતોનું વિભાજન રોકવા માગે છે. સમાજવાદી પાર્ટી (સપા)ના વડા મુલાયમ સિંહ યાદવે કરેલી મધ્યસ્થી દર્શાવે છે કે બિહારની આગામી ચૂંટણી જનતા પરિવારનાં ઘટકોના અસ્તિત્વની દૃષ્ટિએ કેટલી મહત્ત્વની છે.
ઈઝરાયેલ અને ત્રાસવાદી સંગઠન હમાસ વચ્ચે ૧૧ દિવસના લોહિયાળ યુદ્ધ પછી સ્થપાયેલા વિરામની શાંતિના પગલે પેલેસ્ટાઈનવાસીઓ ઉજવણી કરી રહ્યા હોય પરંતુ, પશ્ન એ છે કે આ શાંતિ ટકાઉ હશે? ઈઝરાયેલી ડિફેન્સ મિનિસ્ટર બેની ગાન્ટ્ઝે ચેતવણી આપી જ છે કે જ્યાં સુધી ઈઝરાયેલ-પેલેસ્ટિન વિવાદના મૂળનું નિરાકરણ નહિ આવે ત્યાં સુધી આગામી સંઘર્ષ પહેલાનો આ નાનકડો વિરામ છે. ગાઝા પટ્ટીમાં વર્ચસ્વ ધરાવતા આતંકી ઈસ્લામિક સંગઠન હમાસે આરંભેલા સંઘર્ષમાં ઈઝરાયેલને વૈશ્વિક સમર્થન સાંપડ્યું છે કારણકે આતંકવાદી હુમલાઓ સામે પોતાના રક્ષણનો અધિકાર ઈઝરાયેલને છે. આ ભલે યુદ્ધ પેલેસ્ટાઈન સરકાર દ્વારા ખેલાયું નથી આમ છતાં, તે મૂક પ્રેક્ષક બની રહી છે.
બ્રિટિશ સમાજમાં બીબીસી વિશેષ અને સૌથી પ્રતિષ્ઠિત સ્થાન ધરાવે છે. એક સમયે એમ કહેવાતું હતું કે આ તો બીબીસી (BBC)માં આવ્યું કે છપાયું છે તો પછી કોઈ પ્રશ્ન ઉઠાવાતો નહિ કારણકે બીબીસી એટલે સચ્ચાઈનું પ્રતીક. આજે આમ રહ્યું નથી. સીનિયર પત્રકાર માર્ટિન બશીરે ૧૯૯૫માં જૂઠાં અને બનાવટી દસ્તાવેજોનો સહારો લઈ પ્રિન્સેસ ઓફ વેલ્સ, લેડી ડાયેનાનો વિસ્ફોટક ઈન્ટરવ્યૂ લીધો હોવાનો રહસ્યસ્ફોટ થવા સાથે બીબીસીની પ્રતિષ્ઠા હચમચી ગઈ છે. બશીરે સ્વીકાર્યું છે કે દસ્તાવેજો ઉભા કરવા તે મૂર્ખતા હતી પરંતુ, ઈન્ટરવ્યૂ આપવાના ડાયેનાના નિર્ણય સાથે તેને કશો સંબંધ નથી.
લલિત મોદી વિવાદે વિરોધ પક્ષને મોદી સરકારને ભીંસમાં લેવાનો મોકો આપી દીધો છે. ભારતીય કાયદાના ગાળિયાથી બચવા માટે ‘નાસતાફરતા’ લંડનનિવાસી લલિત મોદીને વિદેશ પ્રવાસમાં મદદરૂપ થવાના કેસમાં પહેલાં વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજનું ખૂલ્યું. સ્વરાજનો બચાવ કરીને ભાજપના પ્રવક્તાઓ હાશકારો અનુભવે તે પહેલાં તો રાજસ્થાનના મુખ્ય પ્રધાન વસુંધરા રાજેનું લલિત મોદી કનેક્શન ખૂલ્યું.
યુનાઇટેડ નેશન્સે ૨૧મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઘોષિત કર્યા બાદ તેની પહેલી ઉજવણી જોરશોરથી થઇ. માત્ર ભારતમાં જ ૨૦ કરોડ લોકો યોગમાં જોડાયા. લંડન, ન્યૂ યોર્કથી માંડીને અશાંત અફઘાનિસ્તાનમાં પણ યોગના કાર્યક્રમ યોજાયા. ભારતના નામે એક સાથે બે વિશ્વવિક્રમ રચાઇ ગયા. એક તો દિલ્હીમાં રાજપથ પર એક સાથે ૩૫,૯૮૫ લોકોએ યોગાસન કર્યા અને બીજો, એકસાથે ૮૪ દેશમાં લોકો યોગાસનમાં સામેલ થયા. ગુજરાતે પણ બે વિક્રમ પોતાના નામે નોંધાવ્યા. મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદમાં એકસાથે ૭૦ હજારથી વધુ લોકોએ યોગ કર્યા. અને બીજો વિક્રમ સમગ્ર રાજ્યમાં ૨૯,૦૦૦ સ્થળોએ સવા કરોડ લોકોએ યોગ કર્યા.
મોહમ્મદ પયગંબર સાહેબ સંદર્ભે થયેલા ઉચ્ચારણોના પગલે ઉઠેલો વિવાદનો વંટોળ શમવાનું નામ લેતો નથી. ભારતના અનેક શહેરોમાં આ વિવાદે હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે. અને વિરોધનાં નામે કાનપુરથી ફેલાયેલી હિંસાની આ અગનજવાળાને કોઇ પણ સંજોગોમાં વાજબી ઠેરવી શકાય તેમ નથી. શુક્રવારે તો હદ થઇ ગઇ. જુમ્માની નમાઝ બાદ ઝારખંડ, દિલ્હી, ઉત્તર પ્રદેશ, કાશ્મીર, પશ્ચિમ બંગાળનાં અનેક શહેરોમાં હિંસક વિરોધ પ્રદર્શન થયા. ઠેર ઠેર પથ્થરબાજી, આગજની, મંદિરોમાં તોડફોડ અને પોલીસ જવાનો પર હુમલાના ટીવી દૃશ્યોએ દુનિયાભરમાં વસતાં ભારતીયોને હચમચાવી નાંખ્યા છે.
યુકેમાં વસતા સ્થાનિક અને વિદેશી રહેવાસીઓ આજકાલ ભારે સમસ્યા અનુભવી રહ્યા છે. સ્થાનિક અને ઈમિગ્રન્ટ્સ લોકોની એકસરખી સમસ્યા તેમના બાળકોના અભ્યાસ વિશેની રહે છે. બીજી તરફ, મોટાં સ્વપ્ના લઈને યુકેના નાગરિક બનવાના અભરખા ધરાવતા ઈમિગ્રન્ટ્સ નાગરિકત્વની પરીક્ષા કેવી રીતે પસાર કરવી તેની દુવિધામાં ફસાયેલા રહે છે. ઈમિગ્રન્ટ્સ યુકે આવી જાય છે, નોકરીધંધામાં જોડાય છે અને દેશના અર્થતંત્રને સદ્ધર બનાવવામાં યોગદાન પણ આપે છે પરંતુ, તેમના માટે બ્રિટિશ નાગરિક બનવાનું સ્વપ્ન ઘણું મોટું હોય છે જે પૂર્ણ કરવામાં કદાચ આયખું વીતી જાય છે.
વિશ્વ અનેક પડકારોથી ઘેરાયેલું છે ત્યારે જગત જમાદાર અમેરિકા અને વિસ્તારવાદી ચીન વચ્ચે નવું ડીંડવાણું ઉભું થયું છે જે આગળ જતા નવા યુદ્ધમાં ફેરવાઈ શકે છે. જેમ ભારતના અરુણાચલ પ્રદેશની અથવા તિબેટિયન ધર્મગુરુ દલાઈ લામાની વાત છેડાય ત્યારે ચીન ધૂંઆપૂંઆ થઈ જાય છે તેમ તાઈવાનની વાત આવતા જ ચીનના તેવર બદલાઈ જાય છે કારણકે ચીન હોંગ કોંગની માફક તાઈવાનને પણ પોતાની જાગીર જ સમજે છે અને તાઈવાન તેનું ખંડિયુ બનવા રાજી નથી. આથી, અમેરિકાના હાઉસ ઓફ રેપ્રિઝેન્ટેટીવ્ઝના સ્પીકર નેન્સી પેલોસીની તાઈવાનની મુલાકાતથી ડ્રેગનનો પારો ચઢી ગયો છે અને ચીને યુદ્ધની પૂર્વતૈયારી કરાતી હોય તેમ તાઈવાનની આસપાસના વિસ્તારોમાં ૧૦૦થી વધુ યુદ્ધવિમાનો તૈનાત કરવા સાથે યુદ્ધાભ્યાસ તેજ કરી દીધો છે અને હવામાં જ ફયુલ ભરાવી શકતા અત્યાધુનિક YU-20 વિમાનોનો કાફલો પણ તૈયાર રાખ્યો છે.
