સૌરાષ્ટ્રના ઉના તાલુકાનું મોટા સમઢિયાળા ગામ દેશભરના અખબારોના મથાળામાં ચમકી રહ્યું છે. પહેલાં કોંગ્રેસના ઉપાધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધી, પછી દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ, સામ્યવાદી નેતાઓ બ્રિન્દા કરાત તથા એ. રાજા, જનતા દળ (યુ)ના નેતા શરદ યાદવ, તૃણમૂલ કોંગ્રેસના નેતા ડેરિક ઓ’બ્રેન, એનસીપીના નેતા પ્રફુલ્લ પટેલ... કૃષિ રાજ્યપ્રધાન પરષોત્તમભાઇ રુપાલા અને આ અખબાર આપના હાથમાં પહોંચતાં સુધીમાં બીજા જે કોઇ નેતા પહોંચે તે બધા... કહેવાતા ગૌરક્ષકો દ્વારા ગામના ચાર દલિત યુવાનો પર ગુજારાયેલા અમાનુષી અત્યાચારનો જાતઅહેવાલ મેળવવા આ લોકો વારાફરતી ઉનાના મોટા સમઢિયાળા અને ત્યાંથી આ દલિતોને જ્યાં સારવાર અપાઇ રહી છે તે રાજકોટની સિવિલ હોસ્પિટલે પહોંચી રહ્યા છે.
તંત્રીલેખ
Block: Site: Subtree Block
ભારતની સર્વોચ્ચ અદાલતે ક્રિકેટના મેદાનમાં ઉતર્યા વગર જ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)ને ક્લીન બોલ્ડ કર્યું છે. સુપ્રીમ કોર્ટે ક્રિકેટ બોર્ડના સંચાલનને ચેતનવંતુ બનાવવા માટે પ્રધાનો તથા ૭૦થી વધુ વયના હોદ્દેદારોને જાકારો આપવા અને જસ્ટિસ (નિવૃત્ત) લોધા સમિતિની ભલામણોને લાગુ કરવા આદેશ આપ્યો છે.
સાઉથ ચાઇના સીના નામે જાણીતા દક્ષિણ ચીની સમુદ્રની માલિકીના નામે છાશવારે વિવાદનો ધોકો પછાડતા ચીનને હેગ સ્થિત ઇન્ટરનેશનલ ટ્રિબ્યુનલે ૪૪૦ વોટનો આંચકો આપ્યો છે. ટ્રિબ્યુનલે આ જળપ્રદેશ પર એકાધિકાર હોવાના ચીનના દાવાને ફગાવ્યો છે. ચીન વર્ષોથી આ દરિયાઇ પ્રદેશ પર કબજો જમાવીને બેઠું છે. જેને ૨૦૧૩માં ટચુકડા ફિલિપાઇન્સે આંતરરાષ્ટ્રીય કોર્ટમાં પડકાર્યો હતો.
બે વર્ષના લાંબા આયોજન બાદ આખરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ નમામિ ગંગે માટે નક્કર કામ શરૂ થયું છે. ભારતીય સભ્યતાની જીવાદોરી ગણાતી પવિત્ર ગંગા નદીમાં આજે એટલી ગંદકી વહી રહી છે કે તેના સ્વચ્છ, નિર્મળ સ્વરૂપની કલ્પના કરવી પણ મુશ્કેલ થઇ ગઇ છે. નદીમાં અર્ધબળેલા મૃતદેહોથી માંડીને ઔદ્યોગિક એકમોનો કચરો, શહેરોનું અતિ પ્રદૂષિત પાણી અને ધાર્મિક ક્રિયાકાંડના નામે પૂજાપાની ટનબંધ સામગ્રી ઠલવાઇ રહી છે.
ભારતવિરોધી અલગતાવાદની આગે ફરી એક વખત જમ્મુ-કાશ્મીરની શાંતિને પલિતો ચાંપ્યો છે. હંમેશા શાંતિમય માહોલ ખોરવવાની તાકમાં રહેતા અલગતવાદીઓએ આ વખતે સુરક્ષા દળો સાથેની અથડામણમાં ઠાર મરાયેલા હિઝબુલ મુજાહિદ્દીનના આતંકી બુરહાન વાનીના મોતને હાથો બનાવ્યો છે. કટ્ટરવાદીઓ જેને ‘શહીદ’ ગણાવી રહ્યા છે તે બુરહાન વાનીના મોતના વિરોધમાં ફાટી નીકળેલા તોફાનો ૨૩ માનવજિંદગીને ભરખી ગયા છે. ખીણ પ્રદેશમાં ૧૯૯૬ બાદ પહેલી વખત એવું બન્યું છે કે ધરણાં - વિરોધ પ્રદર્શન માટે આટલી મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી પડ્યા હોય. શ્રીનગર, પુલવામા સહિતના વિસ્તારો હિંસામાં ભડકે બળ્યા છે. ગુજરાત સહિત દેશભરમાંથી આવી પહોંચેલા અમરનાથ યાત્રિકો માર્ગમાં અધવચ્ચે જ અટવાયા છે.
ભારતના રાજકીય માહોલ પર નજર ફેરવશો તો તમને બધું ઊંધુંચત્તું જ થતું જોવા મળશે. મતલબ કે રાજકીય પક્ષો કે નેતાઓ દ્વારા જે કંઇ બોલવામાં આવતું હોય એ બિલકુલ કરવામાં જ આવતું નથી, અને જે કંઇ કરવામાં આવે છે તેની ક્યારેય ચર્ચા પણ થતી નથી.
પાકિસ્તાન ફરી એક વખત બેનકાબ થઇ ગયું છે. આ વખતે ઢાકામાં તેનો વરવો ચહેરો ખુલ્લો પડ્યો છે. ઇસ્તંબુલ એરપોર્ટ પર થયેલો આતંકી હુમલો આઇએસઆઇએસનું કૃત્યુ હોવાનું પુરવાર થઇ રહ્યું છે, પરંતુ ઢાકામાં ૨૦ નિર્દોષના ગળા કાપી નાંખવાની રક્તરંજિત ઘટના માટે પાકિસ્તાન સામે આંગળી ચીંધાઇ રહી છે.
ગુરુવાર, ૨૬ જૂનના રેફરન્ડમ માટે બ્રિટનના ૬.૩૦ કરોડ પ્રજાજનોમાંથી ૪ કરોડ ૬૦ લાખ લોકો મતાધિકાર ધરાવતા હતા. તેમાનાં ૭૨ ટકાએ મતદાન કર્યું. ૧૯૯૨ બાદ બ્રિટનની કોઇ પણ રાષ્ટ્રીય ચૂંટણી કરતાં આ સૌથી વધુ મતદાન હતું. તેમાંથી ૪૮.૧૧ ટકાએ યુરોપિયન યુનિયન (ઇયુ) સાથે જોડાયેલા રહેવાની તરફેણમાં (રિમેઇન માટે) મતદાન કર્યું છે જ્યારે ૫૧.૮૯ ટકાએ છેડો ફાડવાની તરફેણમાં (લિવ માટે) મતદાન કર્યું. લોકોએ મતદાન કરતાં તો કરી નાંખ્યું છે, પણ હવે ઇયુ સાથે છેડો ફાડવા માટે, એકલા રહેવાના મુદ્દે પણ ભારે હિચકિચાટ અને વિરોધાભાસ બહાર આવી રહ્યો છે.
ભારતીય અવકાશ સંસ્થાન ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (‘ઇસરો’)ની સાફલ્યગાથામાં સોનેરી પ્રકરણ ઉમેરાયું છે. ‘ઇસરો’એ ૨૨ જૂને વિખ્યાત પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ (પીએસએલવી)ની મદદથી દેશ-વિદેશના એકસાથે ૨૦ સેટેલાઇટ અવકાશમાં તરતા મૂકીને અનોખો વિક્રમ સ્થાપ્યો છે. આ સાથે જ તેણે અમેરિકા અને રશિયાની હરોળમાં સ્થાન મેળવ્યું છે.
ભારત ભલે ચીનના અવરોધના કારણે ન્યૂક્લિયર સપ્લાયર્સ ગ્રૂપ (એનએસજી)માં સ્થાન મેળવવાથી હાલ પૂરતું વંચિત રહ્યું, પરંતુ મિસાઇલ ટેક્નોલોજી કન્ટ્રોલ રેજીમ (એમટીસીઆર)નું ૩૫મું સભ્ય અવશ્ય બની ગયું છે. ભારતે ગયા વર્ષે એમટીસીઆરના સભ્યપદ માટે અરજી કરી હતી. ભારત તરફથી વિદેશ સચિવ એસ. જયશંકરે સોમવારે ફ્રાન્સ, લક્ઝમ્બર્ગ અને નેધરલેન્ડના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં સભ્યપદના દસ્તાવેજો પર હસ્તાક્ષર કર્યા હતા.
