ભારતે જેવા સાથે તેવાની નીતિ અપનાવતા જ ચાઇનીઝ ડ્રેગન છંછેડાયો છે. ભારત સરકારે સંરક્ષણની દૃષ્ટિએ વ્યૂહાત્મક પગલું ભરતાં અરુણાચલ પ્રદેશના સરહદી ક્ષેત્રમાં બ્રહ્મોસ ક્રૂઝ મિસાઇલ ગોઠવવાનું શરૂ કર્યું છે. સમાચાર વહેતાં થતાં જ ચીને ભારતના પગલાને ઉશ્કેરણીજનક ગણાવ્યું છે.
તંત્રીલેખ
Block: Site: Subtree Block
રિયો ઓલિમ્પિકનું રંગેચંગે સમાપન થયું છે. આશંકા હતી તેવી કોઇ અનિચ્છનીય ઘટનાના ‘અપસેટ’ વગર રમતોત્સવની પૂર્ણાહૂતિથી આયોજકોથી માંડીને ખેલાડીઓ સહુ કોઇ રાહત અનુભવી રહ્યા છે. હા, મેડલ વિજેતા દેશોની યાદીમાં દેખાતા ‘અપસેટ’થી કહીં ખુશી, કહીં ગમનો માહોલ અવશ્ય જોવા મળી રહ્યો છે.
પાકિસ્તાનના રાજકારણની સૌથી મોટી કોઇ નબળાઇ હોય તો તે છે વંશીય વિવિધતા. ભારતમાં આઝાદીના સાત દસકા પછી પણ વંશીય વૈવિધ્યનું જતન-સંવર્ધન થઇ રહ્યું છે. આથી ઉલ્ટું પાકિસ્તાની સત્તાધીશો તેના વિવિધ પ્રાંતમાં ફેલાયેલા આ બહુસાંસ્કૃતિક વૈવિધ્યને મૂળિયા સમેત જોરજુલમની એડી તળે કચડવા મથતા રહ્યા છે. અલગ બલૂચિસ્તાનની માગ સાથે શરૂ થયેલા આંદોલન માટે પાકિસ્તાન ભલે ભારત ભણી આંગળી ચીંધતું રહ્યું હોય, પરંતુ સચ્ચાઇ એ છે કે પાકિસ્તાની શાસકોની ના-પાક હરકતોએ જ આ આંદોલન ઉગ્ર બનાવ્યું છે.
ભારતની સર્વોચ્ચ અદાલતના વડા ન્યાયમૂર્તિએ ચાર માસમાં સરકારની કાર્યપદ્ધતિ અંગે ફરી એક વખત હૈયાવરાળ ઠાલવી છે. તેમનું કહેવું છે કે સરકારી વિલંબના કારણે ન્યાયતંત્રમાં નિમણૂકની કામગીરી અટકી પડી છે.
કાશ્મીર મુદ્દો છેલ્લા સાત દસકામાં કદાચ ક્યારેય ચર્ચામાં નહીં રહ્યો હોય એટલો અત્યારે ચર્ચામાં છે. કાશ્મીર ખીણમાં લગભગ પોણા બે મહિનાથી પ્રવર્તતી અશાંતિ વિશે સંસદમાં પણ ચર્ચા થઇ ચૂકી છે, સર્વપક્ષીય બેઠક પણ યોજાઇ ચૂકી છે. અને ૭૦મા સ્વાતંત્ર્ય પર્વે વડા પ્રધાને લાલ કિલ્લા પરથી કરેલા સંબોધનમાં પણ આ મુદ્દો ચમક્યો છે. સંસદથી માંડીને સર્વપક્ષીય બેઠક સુધીના અહેવાલ દર્શાવે છે કે હંમેશા વિરોધાભાસી રાગ આલાપતા રહેતા ભારતના રાજકીય પક્ષો કમસે કમ કાશ્મીર મુદ્દે એક મત છે. આને ભારતીયોનું સદભાગ્ય જ ગણવું રહ્યું. પરંતુ અહીં સવાલ એ છે કે શું કાશ્મીર સમસ્યાના ઉકેલ માટે માત્ર આટલું પૂરતું છે ખરું?!
આસામમાં બોડો હિંસાએ ફરી માથું ઊંચક્યું છે. કોકરાજારમાં ત્રાટકેલા બોડો ઉગ્રવાદીઓએ કરેલા અંધાધૂંધ ગોળીબારમાં ૧૪ નાગરિકો માર્યા ગયા છે અને બીજા કેટલાય ઘાયલ થયા છે. કોકરાજારમાં બોડો સમુદાયના લોકો માટે રચાયેલી સ્વાયત્ત કાઉન્સિલ કાર્યરત છે. બોડો સમુદાય માટે સ્વતંત્રતા ઇચ્છતા જુદા જુદા સંગઠનોમાંથી કેટલાંક શસ્ત્રો છોડીને શાંતિ પ્રક્રિયામાં સામેલ થયા છે.
ગુજરાતના ૧૬મા મુખ્ય પ્રધાન વિજયભાઇ રૂપાણી અને તેમના નાયબ નીતિનભાઇ પટેલ સહિત ૨૬ પ્રધાનોએ કાર્યભાર સંભાળી લીધો છે. ગુજરાતીમાં ઉક્તિ છે - ધાર્યું ધણીનું થાય. પરંતુ ભાજપમાં તો ધાર્યું અમિતભાઇ (શાહ)નું જ થાય છે. મુખ્ય પ્રધાનની પસંદગીથી માંડીને પ્રધાનોની પસંદગી અને તેમને ખાતાઓની ફાળવણીમાં પણ તેમનો બોલ ઝીલાયો છે. વિદાય લઇ રહેલા મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલનો આગ્રહ હતો કે ગુજરાતનું સુકાન તો સિનિયર પ્રધાન નીતિનભાઇને સોંપાવું જોઇએ, વિજયભાઇને તો નહીં જ. અમિત શાહે તેમના વાંધાવચકાને કોરાણે મૂકીને વિજયભાઇને જ નેતૃત્વ સોંપ્યું. બહેનની ઇચ્છા- ઇરાદો ભલે કંઇ પણ હોય, અમિત શાહનું લક્ષ્ય સ્પષ્ટ છે - ૨૦૧૭ની ચૂંટણીઓમાં વિજય.
છેલ્લાં ૧૬ વર્ષથી મણિપુરમાં અનશન પર બેઠેલાં માનવાધિકારવાદી ઈરોમ ચાનૂ શર્મિલાએ ભૂખ હડતાળ સમેટવાની જાહેરાત કરી છે. સાથે સાથે જ તેમણે આગામી ચૂંટણી લડવાની પણ જાહેરાત કરી છે. મણિપુરમાં અમલી આર્મ્ડ ફોર્સીસ સ્પેશ્યલ પ્રોટેક્શન એક્ટ (‘આફસ્પા’) સામે તેમણે અવાજ ઉઠાવ્યો હતો. પોતાની માગણી મંજૂર કરાવવા, પોતાનો અવાજ સત્તાધિશોના કાને પહોંચાડવા માટે પીડિતો દ્વારા રેલી-ધરણા-પ્રદર્શન સહિતના આંદોલનાત્મક કાર્યક્રમો થાય છે તેમાં કંઇ નવું નથી.
ગુજરાતના પ્રથમ મહિલા મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલે સવા બે વર્ષના કાર્યકાળમાં જ હોદ્દો છોડવાની ઇચ્છા જાહેર કરી છે. તેમના આ આંચકાજનક નિર્ણયે એક નહીં, અનેક પ્રશ્નો સર્જયા છે. આ માટે તેમણે પોતાની વય ૭૫ વર્ષ થઇ રહ્યાનું જે કારણ આપ્યું છે તે ભાગ્યે જ ગળે ઉતરે તેવું છે. તેમના રાજીનામાનો ઔપચારિક સ્વીકાર કરી લેવાયો છે. આનંદીબહેને તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીની સરકારમાં દસકા કરતાં પણ વધુ સમય વરિષ્ઠ પ્રધાન તરીકે સુપેરે કાર્યભાર સંભાળ્યો હતો. ૨૦૧૪માં લોકસભા ચૂંટણીમાં ભાજપને ભવ્ય વિજય અપાવી નરેન્દ્રભાઇએ વડા પ્રધાન પદે પ્રસ્થાન કર્યું ત્યારે પોતાના અનુગામી તરીકે આનંદીબહેન પર પસંદગી ઉતારી હતી. આવા આનંદીબહેને અચાનક જ કેમ રાજગાદી છોડવાની ઇચ્છા વ્યક્ત કરી? કારણ એક નહીં, અનેક છે.
ન્યાયતંત્રમાં દરેક સ્તરે અદાલતને પોતાનો ફેંસલો સંભળાવવાનો અધિકાર છે. તે પોતાના વિવેક અનુસાર નિર્ણય કરવા સ્વતંત્ર છે. આપણે તે ચુકાદા સાથે સંમત હોઇએ કે નહીં, પણ ઉપલી અદાલતમાં જવાનો રસ્તો ખુલ્લો રહે છે. ચિંકારા શિકાર કેસમાં રાજસ્થાનની હાઇ કોર્ટે અભિનેતા સલમાન ખાનને નિર્દોષ છોડ્યો છે. ચુકાદાના કેન્દ્રમાં ત્રણ મુદ્દા મુખ્ય છે. પહેલો મુદ્દો, બાકી તમામ ૧૧ આરોપી છૂટી ગયા છે, અને સલમાન જ કાર્યવાહીનો સામનો કરી રહ્યો છે. બીજો મુદ્દો, જે ચાકુ મળ્યું છે, તે નવું હતું અને બહુ નાનું છે. તેનાથી ચિંકારાનું ગળું કાપી શકાય નહીં. ત્રીજો મુદ્દો છે કે બંદૂકની ગોળીના જે છરા મળ્યા છે, તે સલમાનની બંદૂક સાથે મેચ થતા નથી.
