તંત્રીલેખ

No

Block: Site: Subtree Block

    લોકસભાની ચૂંટણી પૂરી થયે ભલે છ મહિનાથી વધુ સમય વીતી ગયો હોય, પણ નરેન્દ્ર મોદીનો જાદુ આજેય બરકરાર છે તે વાત મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભાના ચૂંટણી પરિણામોએ પુરવાર કરી દીધી છે.

    તાજેતરમાં પ્રકાશિત એક અહેવાલ અનુસાર કેન્દ્રીય ચૂંટણી પંચના આદેશ છતાં ભારતના ૪૦૧ સાંસદોએ તેમની સંપત્તિ જાહેર કરતા નથી. ચૂંટણી પંચના આદેશને ઘોળીને પી જનારા કંઇ નવાસવા કે સામાન્ય જનપ્રતિનિધિ નથી.

    વિશ્વના દરેક દેશમાં તેની સર્વોચ્ચ તપાસનીશ સંસ્થાને આગવી વિશ્વસનીયતા, પ્રતિષ્ઠા અને સન્માનજનક નજરે નિહાળવામાં આવતી હોય છે, પણ ભારતની વાત અલગ છે. અહીં તો દેશની સર્વોચ્ચ તપાસનીશ સંસ્થા સીબીઆઇની આબરૂ-પ્રતિષ્ઠા દિનપ્રતિદિન તળિયે જઇ રહી છે. 

    દીવાળી પર્વને હવે ગણતરીના દિવસોની જ વાર છે ત્યારે એક મહત્વની વાત તાજી કરાવવાનું મન હું રોકી શકતો નથી. 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ'ના ભૂતકાળના અંકોમાં એક ટકોર મેં વાંચી હતી તે અત્રે જણાવવાની રજા લઇ રહ્યો છું.
    બ્રિટનમાં પ્રકાશિત થતું એક કહેવાતું મેગેઝીન દિવાળી આવે એટલે સપરમા દિવસોમાં પોતાના વાચકોને લાંઘણ કરાવે છે. લાંઘણ એટલે કે વાચન સામગ્રીના ફરજીયાત ઉપવાસ. દિવાળી વિશેષાંક તૈયાર કરવાના છે તેની આડમાં પોતાના રાબેતા મુજબના અંકો ગ્રાહકોને મોકલવાના બંધ કરી દેવાના. આ મેગેઝીન દ્વારા શરૂઆતમાં તો ૫ અંક બંધ કરી દેવાતા. એટલે કે આખા એક મહિના કરતા વધારે સમય સુધી આપણા ઘરે તે મેગેઝીન જ ન આવે. હવે સુધરીને તેઅો ૩ અંક બંધ રાખે છે. વધતા જતા ટીવી અને ઇન્ટરનેટના ઉપયોગ સામે અમુક લોકો એક દિવસ ટીવી કે ઇન્ટરનેટ નહિં વાપરવાનું પણ લે છે, પણ આ તો મેગેઝીન જ નહિં મોકલી ફરજીયાત ઉપવાસ કરાવાય તે તો કેવું.
    બીજી તરફ આપણા 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ'ના શ્રી સીબી પટેલ, કોકિલાબેન, રૂપાંજનાબેન અને કમલભાઇ તેમજ અન્ય કાર્યકરો દિવાળી હોય કે હોળી કે પછી બરફ પડતો હોય કદી આટલા વર્ષોમાં આ રીતે અંક બંધ રખાયો હોય તેવું જાણમાં આવ્યું નથી. દર સપ્તાહે વાચકોને 'ગુજરાત સમાચાર – એશિયન વોઇસ' મળે એટલે મળે જ.

    - રમેશચંદ્ર શુક્લ, હેરો

    પાકિસ્તાન નામના કાચીંડાએ ફરી એક વખત રંગ બદલ્યો છે. પઠાણકોટ એરબેઝ પર આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાને - આંતરરાષ્ટ્રીય દબાણને વશ થઇને - ભારતને તપાસમાં સહયોગ આપવાની તેમજ જોઇન્ટ ઇન્વેસ્ટિગેશન કમિટી રચવાની તૈયારી દર્શાવી ત્યારે લાગ્યું કે હાશ, છેવટે કાગડો અલ્લાહ બોલ્યો ખરો. લાગતું હતું કે હવે તે પણ આતંકવાદના દૈત્યથી મુક્તિ ઝંખે છે. પરંતુ અફસોસ, આ વખતેય તેણે ફેરવી તોળ્યું છે. પાકિસ્તાને પઠાણકોટમાં થયેલા આતંકી હુમલા માટે એફઆઇઆર તો દાખલ કરી છે, પણ અજાણ્યા લોકોના નામે. હુમલા પાછળનું મુખ્ય ભેજું મનાતા અઝહર મસૂદનો તેમાં કોઇ ઉલ્લેખ નથી.

    અલગતાવાદના આતંકનો ભોગ બનીને વર્ષોથી વિસ્થાપિત જીવન વીતાવી રહેલા કાશ્મીરી પંડિતો માટે વતનમાં આશાનું કિરણ ઊગ્યું છે. દસકાઓથી કાશ્મીરમાં અલગતાવાદી ચળવળનું નેતૃત્વ કરી રહેલી ઓલ પાર્ટી હુર્રિયત કાઉન્સિલના ઉદારવાદી જૂથે કાશ્મીરી પંડિતોની વતન-વાપસીનું સમર્થન કર્યું છે. તેમનું માનવું છે કે પંડિતો કાશ્મીર ખીણ પ્રદેશની સંસ્કૃતિનું અભિન્ન અંગ છે. જૂથના પ્રમુખ મીરવાઇઝ ઉમર ફારુકનું કહેવું છે કે કાશ્મીર મુદ્દો અને કાશ્મીરી પંડિતોની ઘરવાપસીને એકમેક સાથે કોઇ નિસ્બત જ નથી. કાશ્મીર મુદ્દાના ઉકેલમાં ભલે ગમેતેટલો સમય લાગે, એ પ્રશ્ન ઉકેલાય ત્યારની વાત ત્યારે, પણ અત્યારે તો કાશ્મીરી પંડિતોના પુનરાગમન માટે પ્રયાસો શરૂ થઇ જવા જોઇએ. તેમનું તો ત્યાં સુધી કહેવું છે કે સહુ કોઇએ સાથે મળીને એવા પગલાં લેવા જોઇએ કે જેથી પંડિત પરિવારોને પણ અહેસાસ થાય કે કાશ્મીરનો બહુમતી મુસ્લિમ સમુદાય તેમનું પુનરાગમન ઇચ્છે છે. 

    બ્રિટિશ અખબારી માધ્યમોમાં અત્યારે બ્રેકઝિટનો મુદ્દો છવાયો છે તો ભારતીય માધ્યમોમાં રેક્ઝિટનો મુદ્દો ચર્ચાના ચોતરે ચઢ્યો છે. રિઝર્વ બેન્ક ઓફ ઇંડિયા (આરબીઆઇ)ના ગવર્નર રઘુરામ રાજન્ ભારતની સર્વોચ્ચ નાણાકીય સંસ્થાનનો હોદ્દો છોડી રહ્યાના સમાચારો અખબારોમાં છવાયા છે. બ્રિટનના યુરોપિયન યુનિયનમાંથી એક્ઝિટ મુદ્દે બ્રેક્ઝિટ શબ્દ હોઠે ચઢ્યો છે તે જ સંદર્ભે (આરબીઆઇમાંથી) રાજનની એક્ઝિટ માટે રેક્ઝિટ શબ્દ ચાલ્યો છે. રાજનને બીજી ટર્મ માટે એક્સટેન્શન મળે છે કે કેમ તે વિષયે છેલ્લા થોડાક દિવસોમાં દેશભરમાં ચર્ચાનો જે જુવાળ ઉઠ્યો છે તેવું ભૂતકાળમાં ભાગ્યે જ કોઇ આરબીઆઇ ગવર્નર માટે બન્યું હશે. રાજનને એક્સટેન્શન મળે છે કે નહીં તે જાણવા સહુ કોઇ સરકાર સામે મીટ માંડીને બેઠા હતા. પરંતુ સરકાર કંઇ કહે તે પૂર્વે રાજને જ સ્પષ્ટ કરી દીધું છે કે ગવર્નર પદની બીજી મુદત માટે તેમની ઇચ્છા નથી.

    પંજાબને અજગરભરડો લેનાર ડ્રગ્સના દૂષણ પર બનેલી હિન્દી ફિલ્મ ‘ઉડતા પંજાબ’ની તરફેણમાં અને વિરુદ્ધમાં આક્ષેપ-પ્રતિઆક્ષેપ, નિવેદનબાજીનો જુવાળ ઉઠ્યો હતો. જોકે મહિનાથી ઉઠેલો વિવાદનો વંટોળ મુંબઇ હાઇ કોર્ટના ચુકાદાથી શમી જશે તેવું લાગે છે. 

    ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લંડનના વેમ્બલી સ્ટેડિયમમાં ઉમટેલી ૬૦ હજારની મેદનીને સંબોધિત કરી ત્યારે યજમાન વડા પ્રધાન ડેવિડ કેમરને તેમને આ ગ્રહના સૌથી લોકપ્રિય નેતા ગણાવ્યા હતા. 

    વિશ્વમાં ક્યાંય પણ આતંકવાદી ઘટના સર્જાય અને તેના તાર પાકિસ્તાન સાથે જોડાયેલા હોવાની વાત જાહેર થાય છે ત્યારે ભાગ્યે જ કોઇને નવાઇ લાગે છે. ત્રાસવાદીઓને પોષવાના અને તેમને છાવરવામાં પાકિસ્તાનની મથરાવટી કેટલી મેલી છે એ તો લાદેન સહિતના તાલીબાનીઓને મારવા માટે અમેરિકાએ પાકિસ્તાનની ધરતી પર કરેલા હવાઇ હુમલાઓથી ક્યારનુંય સ્પષ્ટ થઇ ગયું છે.