તંત્રીલેખ

No

Block: Site: Subtree Block

    આજે વિશ્વની હાલત એક તરફ કૂવો તો બીજી તરફ ખાઈ જેવી છે. કશામાં પણ પડીશું તો મોત અથવા ગંભીર નુકસાન નિશ્ચિત છે. ઈંગ્લેન્ડ અને વેલ્સમાં ચાર દિવસ ફરી હીટવેવની આગાહી કરવામાં આવી છે ત્યારે દેશની વોટર કંપનીઓએ પાણીના વપરાશ પર કાપ મૂકાય તે હેતુથી હોસપાઈપના ઉપયોગ પર પ્રતિબંધ જાહેર કરવો પડ્યો છે. દેશના નદી-નાળાં કે જળાશયો છલકાઈ જાય તેવો વરસાદ ન થાય ત્યાં સુધી એટલે કે લગભગ ઓક્ટોબર સુધી આશરે એક મિલિયન લોકોએ પાણીનો બગાડ ન થાય તે માટે પ્રતિબંધનો અમલ કરવાનો રહેશે.

    તાજેતરમાં સુનાક સરકારના ચાન્સેલર જેરેમી હન્ટ દ્વારા ઓટમ સ્ટેટમેન્ટ રજૂ કરાયું જેમાં નેશનલ ઇન્શ્યુરન્સમાં બે ટકાનો ઘટાડો કરીને જનતાને રાહત આપવાનો પ્રયાસ કરાયો છે. સુનાક સરકારનો દાવો છે કે તે ફુગાવાના દરમાં અડધો ઘટાડવાના લક્ષ્યાંકને હાંસલ કરી ચૂકી છે અને સરકારી તિજોરીની આવકમાં વધારો થવાના કારણે હવે કરવેરામાં કાપ શક્ય છે તેથી આ રાહત અપાઇ છે. સવાલ એ છે કે કરવેરામાં રાહત આપીને સમાજના એક વર્ગના ખિસ્સામાં કેટલાંક નાણા મૂકવાથી જનતાની સમસ્યાઓનો ઉકેલ આવી જશે? કોરોના મહામારી બાદ કોસ્ટ ઓફ લિવિંગ ક્રાઇસિસે બ્રિટનના મોટાભાગના પરિવારના બજેટ ખોરવી નાખ્યાં છે.

    વિશ્વમાં સૌથી ઊંચો ફુગાવાનો દર ધરાવતો અને આર્થિક રીતે કંગાળ બની ગયેલો પાકિસ્તાન આખી દુનિયામાં ભીખનો કટોરો લઇને ફરી રહ્યો છે ત્યારે પાકિસ્તાનના અગ્રણી બિઝનેસ લીડર્સે વડાપ્રધાન શાહબાઝ શરીફને ભારત સાથેનો વેપાર સંબંધ પુનર્જિવિત કરવા અપીલ કરી છે. અણઘડ આર્થિક નીતિઓ, રાજકીય અસ્થિરતા, ફુગાવાનો ઊંચો દર અને વિદેશી મૂડીરોકાણના અભાવના કારણે પાકિસ્તાનમાં વેપાર અને ઉદ્યોગ મુશ્કેલ બની રહ્યાં છે. ભારત વિરોધી આતંકવાદીઓને શરણ અને કાશ્મીરમાં દાયકાઓથી છદ્મયુદ્ધના કારણે ભારતે પાકિસ્તાન માટે વેપારના દરવાજા સજ્જડ બંધ કરી દીધાં છે. જેના કારણે પાકિસ્તાની અર્થતંત્ર અને બિઝનેસ જગત છેલ્લા લાંબા સમયથી મોટા નુકસાનનો સામનો કરી રહ્યાં છે.

    પહેલો સગો પડોશી... ભારતમાં ભલે આ ઉક્તિ ઘરે ઘરે જાણીતી હોય, પરંતુ બાંગ્લાદેશના શાસકો કદાચ તેનાથી અજાણ છે. જો આમ ના હોત તો તેમણે ભારત સાથેના સંબંધો આટલી હદે બગાડ્યા ના હોત. પડોશી દેશો સાથે સુદઢ સંબંધોનું મહત્ત્વ જાણતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એક દસકાના શાસનકાળ દરમિયાન આ દ્વિપક્ષીય સંબંધો વધુને વધુ મજબૂત બન્યા હતા. એક સમયના ગાઢ મિત્ર દેશો વચ્ચેના સંબંધોમાં આજે એટલી હદે અંતર વધ્યું છે કે ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસરીએ બાંગ્લાદેશ જઇને કાર્યવાહક પ્રમુખ મોહમ્મદ યુનુસ સહિતના સત્તાધીશોને મળીને હિન્દુઓ સહિતના લઘુમતી સમુદાયના હિતોનું રક્ષણ કરવા રજૂઆત કરવી પડી છે.

    લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસની આગેવાની હેઠળ ઈન્ડિયા ગઠબંધને ભાજપની એકચક્રી શાસનની મહેચ્છાને ધૂળમાં મેળવી દીધા પછી કોંગ્રેસ પાર્ટી જોરમાં આવી હતી. જોકે, મહારાષ્ટ્રની ચૂંટણીમાં કોંગ્રેસ સહિતના વિપક્ષી ગઠબંધનનો જે રીતે રકાસ થયો તેનાથી સર્જાયેલા વમળો હવે બહાર આવી રહ્યાં છે.

    ભારત આર્થિક વિકાસના પંથે હરણફાળ ભરી રહ્યું છે, દેશમાં ખાનગીકરણે લાખો રોજગારીના દરવાજા ખોલ્યા છે, મૂડીરોકાણમાં વિક્રમજનક વધારો થયો છે જેવા અનેક આશાસ્પદ અહેવાલો વચ્ચે સહકારી ક્ષેત્ર ક્યાંય નજરે ચઢતું નહોતું. જોકે હવે સહકારી ક્ષેત્રના ‘અચ્છે દિન’ આવી રહ્યા હોય તેવું લાગે છે. ભારતમાં સહકારી ચળવળના કેન્દ્રબિંદુસમાન આણંદમાં ત્રિભુવનદાસ પટેલ સહકારી યુનિવર્સિટી સ્થાપવાની જાહેરાત કરતાં સહકાર પ્રધાન અમિત શાહે દેશમાં સહકારી ધોરણે ટેક્સી સર્વિસ અને કો-ઓપરેટિવ ઇન્સ્યુરન્સ કંપની શરૂ કરવાનું એલાન કર્યું છે.

    વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એક વખત તેમની રાજકીય વિચક્ષણતાની ઝલક દેખાડી છે. પ્રધાનમંડળનું સૌપ્રથમ વિસ્તરણ કરતાં તેમણે પક્ષ અને સરકાર બન્નેની જરૂરત વચ્ચે યોગ્ય તાલમેળ સાધીને બેવડા દોરે કામ લીધાનું સ્પષ્ટ જણાય છે. એક તરફ, પ્રધાનમંડળનું આ વિસ્તરણ સરકારને વધુ કાર્યદક્ષ બનાવવાના તેમના દૃઢ નિર્ધારનું પ્રતિબિંબ રજૂ કરે છે. 

    વિશ્વમાં સૌથી શક્તિમાન નેતા ગણાતા યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના પ્રમુખ બરાક ઓબામા પોતાના દેશમાં જ અશક્તિમાન બની ગયા છે. મિડ-ટર્મ ચૂંટણીમાં તેમની ડેમોક્રેટિક પાર્ટીને મળેલી પછડાટ દર્શાવે છે કે એક સમયે લોકહૃદયમાં બિરાજતા ઓબામાની લોકપ્રિયતા હવે તળિયે જઇ બેઠી છે. 

    ભારતમાં આજકાલ વધુ એક ‘બાબા’ અખબારોમાં ચમકી રહ્યા છે. બાબાનું નામ રામપાલ છે, પરંતુ તેમના કરતૂતો રાવણને પણ શરમાવે તેવા છે. ઉત્તર ભારતમાં હજારો અનુયાયીઓ અને હરિયાણાના હિસ્સારમાં વિશાળ આશ્રમ ધરાવતા આ બાબા લોકોને નૈતિક્તા, સદાચાર, મૂલ્યોના પાઠ ભણાવતા હતા, પણ આમાંનું એકેય લક્ષણ તેમના અંગત જીવનમાં નથી.