ધારાસભામાં કોણ બહુમતી મેળવશે એ વાત બાજુ પર રહી ગઈ અને કોણ મુખ્ય પ્રધાન બનશે તેની ચર્ચા જોરશોરથી ચાલુ થઇ એ ગુજરાતની આગામી ચૂંટણી પૂર્વેની ખાસિયત ગણવી જોઈએ. કેટલા નામો રાજકીય આકાશમાં પતંગ બનીને ઉડે છે તે જાણવા જેવું છે.
તસવીર-એ-ગુજરાત
Block: Site: Subtree Block
દિવસો ગ્રીષ્મના તાપ-પરિતાપના છે. ગરમ પવન અને દાઝી જવાય એવો તડકો સમગ્ર ગુજરાતને ફરી વળ્યો છે. ક્યાંય ૪૦ ડિગ્રીથી ઓછું તાપમાન જ નથી, અમદાવાદ તો ૫૦ ડિગ્રીને પાર કરી જશે તેવો ફફડાટ અત્યારથી છે. જુદા જુદા શહેરોમાં આ ગરમીથી મૃત્યુ પણ થયા. બપોર થતાં જ શહેરોના રસ્તા પર સૂર્યનો કરફ્યુ લાગી જાય છે ને રાતે મકાનોની દીવાલો પર એ ગરમી અડ્ડો જમાવીને બેસી જાય ત્યારે એસી અને કૂલર શરૂ થઇ જાય છે.
આમ તો બંધારણ નિર્માતાઓએ રાજ્યોના રાજ્યપાલો (ગર્વનર)ને કેન્દ્ર-રાજ્ય વચ્ચેના બંધારણીય ‘દૂત’નું કામ સોંપ્યું હતું, પણ તેમણે પ્રજાતરફી સક્રિયતા કેવી કેટલી દાખવવી જોઈએ તેની સ્પષ્ટતા કરી નહોતી. આથી ઘણી બધી વાર રાજ્યપાલ જે તે રાજ્યને બદલે કેન્દ્રમાં જેની સરકાર હોય તેની તરફેણમાં કામ કરતા હોવાની ફરિયાદો શરૂ થઈ ગઈ હતી.
આ આખું સપ્તાહ ‘ગુજરાતમય’ બની ગયું! હજુ હમણાં નવી દિલ્હીમાં પદ્મ સન્માન સમારોહમાં ડો. મુરલી મનોહર જોશીને અલપઝલપ મળવાનું થયું ત્યારે મેં તેમને ગુજરાત આવવા આમંત્રણ આપ્યું તો કહેઃ અરે, દેશ પૂરા અબ તો ‘ગુજરાતમય’ હો ગયા હૈ!
પડે છે ત્યારે બધું જ પડે છે! ગુજરાત કોંગ્રેસની હાલત કંઈક એવી છે. વિરોધ પક્ષ તરીકે શક્તિ બતાવવાનું છોડીને ૨૦૧૭માં સત્તા હાંસલ કરવાની તેની ઇચ્છા સમજી શકાય તેવી છે પણ એકલી ઇચ્છાથી શું વળે? તેમાં શક્તિ ઉમેરાય અને ‘ઇચ્છાશક્તિ’ બને તો તેનાં પરિણામ આવે.
જાન્યુઆરીથી આ મે મહિના સુધીમાં ગુજરાત અને (બેશક દિલ્હી) સુધી એક યા બીજાં નિમિત્તે જવાનું બન્યું. પરિસ્થિતિ જ એવી હતી કે બધે જુદા જુદા ક્ષેત્રોના અનુભવીઓ સાથે વાતચીત થઈ.
ગુજરાતી પત્રકારોમાંથી કેટલાકનું સન્માન રવિવાર, ૨૮ મેની સવારે એક આકર્ષક સમારંભમાં થયું. વિશ્વ સંવાદ કેન્દ્રે તેનું આયોજન કર્યું હતું. છેલ્લાં કેટલાંક વર્ષોથી દેશભરનાં મુખ્ય નગરોમાં વિશ્વ સંવાદ કેન્દ્રની પ્રવૃત્તિ ચાલે છે. સંઘ-પરિવારનો જ તે એક ભાગ છે. મુખ્યત્વે મીડિયા સાથેના સંપર્કો-સંબંધોનો તેનો હેતુ છે.
ગુજરાતને માટે એ એક મોટી, પંજાબ-સંબંધિત ઐતિહાસિક ઘટના ગણાશે કે દ્વારિકામાં ભાઈ મોહકિમસિંઘનું અને લખપતમાં ગુરુ નાનકના પાવન પગલાંથી જાણીતું ગુરુદ્વારા - બન્નેને દસ કરોડ રૂપિયાના ખર્ચે વિકસિત કરવામાં આવશે. કોણ હતા ગુરુ ગોવિંદસિંઘના પ્રિય શિષ્ય ભાઈ મોહકિમસિંઘ?
શંકરસિંહ વાઘેલા અને રાજકારણમાં સક્રિય તેમના પુત્ર મહેન્દ્રસિંહ ઉપરાંત રાજપા સમયના ધારાસભ્યો કોંગ્રેસ છોડીને ભાજપામાં જાય છે કે નહીં તેના કરતાં વધુ કફોડી માનસિકતા કોંગ્રેસની થઈ છે. ‘જાયે તો જાયે કહાં?’ જેવી સ્થિતિ ચૂંટણી સુધી ચાલવાની છે - કેમ કે ગુજરાતમાં ભાજપને પરાસ્ત કરીને સત્તા મેળવવી એ આસાન નથી રહ્યું તે વાત કોંગ્રેસ પણ સમજે છે.
કોંગ્રેસ પક્ષની એ ‘લાયકાત’ માટે પીઠ થાબડવા જેવી છે કે તેમાં ભલભલા શક્તિશાળી નેતાઓને મૂંઝવી નાખવાનો કસબ લાંબા સમયથી ચાલતો આવ્યો છે. ચીમનભાઈ પટેલ જેવા શક્તિશાળી રાજકીય નેતાની સામે નવનિર્માણ આંદોલન થયું તેમાં કોંગ્રેસજનોનો મોટો ફાળો હતો. પ્રથમ મુખ્ય પ્રધાન જીવરાજ મહેતાને હટાવવા ઠાકોરભાઈએ બાંયો ચડાવી અને પક્ષ અવિશ્વાસની દરખાસ્ત માટે તૈયાર થઈ ગયો હતો. ચીમનભાઈ વિરુદ્ધ કાંતિલાલ ઘીયા અને પછી ઝીણાભાઈ દરજી - એ પ્રકરણ જાણીતું છે.
