તસવીર-એ-ગુજરાત

No

Block: Site: Subtree Block

    જૂન મહિનાનો માહૌલ ગુજરાતને માટે રાજકીય ધૂપ-છાંવની ખળભળતી સ્મૃતિનો રહે છે. દરેક વર્ષે નાગરિકો વ્યક્તિ અને ઘટનાઓનું કોઈને કોઈ રીતે સ્મરણ કરતા જ રહે છે. ૨૩ જૂને ધારાશાસ્ત્રી ચંદ્રકાંત દરૂ (સી. ટી. દરૂ તેમનું જાણીતું નામ)ની સ્મૃતિ ઘણાને તાજી થશે. દરૂ સાહેબ કટોકટી અને પ્રિ-સેન્સરશિપની સામે લડનારા ધારાશાસ્ત્રી માત્ર નહોતા, ભારતીય બંધારણે સર્જેલા મૂળભૂત અધિકારો માટે સદા તત્પર ‘સમુરાઈ’ પણ હતા.

    કટોકટી લોકશાહી સુરક્ષાનો સંઘ

    સંમેલનો, સભાઓ, મેળાવડાઓ, પરિસંવાદો, ગોષ્ઠી, ઉત્સવો, પારાયણ, કથા, કવિ સંમેલનો, સાહિત્યિક કાર્યક્રમો, સંગીત સંધ્યાઓ, નાટકો, અભ્યાસ વર્ગો... અત્યારે ગુજરાતમાં આની મોસમ ચાલે છે. હવે તેમાં શાળા-કોલેજો ઉઘડતા પ્રવેશ પછીની દોડધામ શરૂ થઇ ગઈ.

    યુવા વિદ્યાર્થીઓ વર્તમાન અભ્

    પંચોતેરમાં વર્ષે રાજકીય હોદ્દો ત્યજી દેવો જોઈએ એવો ગણગણાટ આજકાલ બધે ચાલે છે, તેણે મને કોંગ્રેસની દસ વર્ષીય નિવૃત્તિની તવારીખ યાદ કરાવી દીધી. ૧૯૬૦માં મહાગુજરાત આંદોલન પછી ગુજરાતની પોતાની સરકાર અને પ્રદેશ જાહેર થયા ત્યારે પ્રથમ મુખ્ય પ્રધાન ડો. જીવરાજ મહેતા બન્યા હતા. બરાબર એ જ વર્ષોમાં સંજય રેડ્ડીએ વિસ્ફોટ કર્યો કે કોંગ્રેસના કોઈ હોદ્દેદાર દસ વર્ષ પછી સત્તા ભોગવશે નહીં. જીવરાજ પણ તે ચક્રવ્યૂહમાં ફસાઈ ગયા.

    જન્નતનશીન જનાબ એધીને વતન બાંટ

    અબ્દુલ સત્તાર એધી. કરાચી જાઓ ને કોઈ પણ ગલીના ચૌરાહે પૂછો એટલે સાંભળવા મળે ‘જનાબ સા’બ તો મસીહા હૈ હમારે...’ શનિવાર, નવમી જુલાઈની ઢળતી બપોરે તેમનું અવસાન થયું ત્યારે ૮૮ વર્ષના હતા. પાકિસ્તાની અખબારોએ પહેલા પાને છાપ્યું કે પાકિસ્તાને તેના મધર ટેરેસા ગુમાવ્યા છે. કરાચીમાં તેનું એધી ફાઉન્ડેશન દીનદુખિયા, લાચાર, ત્યજાયેલા, અને અનાથ લોકોનું આશ્રયસ્થાન મનાતું.

    મૌસમ આવી ધમધમાટની, કારણ એક નથી,...

    હમણાંથી ગુજરાતમાં રાજકીય પરિભ્રમણ નજરે ચડવા લાગ્યાં છે. શ્રીમતી આનંદીબહેન પટેલ અને વિજય રૂપાણી તો લગભગ રોજેરોજ આખા ગુજરાતમાં કાર્યક્રમો કરી રહ્યા છે. ગુજરાત કોંગ્રેસમાં શંકરસિંહ વાઘેલા પણ પ્રવાસમાં રહે છે. જોકે ભાજપ-કોંગ્રેસના અખિલ ભારતીય નેતાઓ હજુ ગુજરાતને ધમરોળવા તરફ નથી. હા, ‘આપ’ નેતા અરવિંદ કેજરીવાલ સોમનાથ - વાયા રાજકોટ - આવી ગયા. આશુતોષ જેલમાંથી છૂટેલા હાર્દિકને મળવા આવ્યા.

    ઘટના ઉનાની, પડઘો દિલ્હી અને ઉત

    જૂનાગઢ જિલ્લાના ઉના જેવા નાનકડા નગર પર રોજેરોજ નેતાઓના ‘દલિત-પ્રેમ’ માટેના પ્રવાસો-મુલાકાતોને મજાકમાં ‘પોલિટિકલ ટુરીઝમ’ તરીકે ઓળખાવાઈ, પણ તેની પાછળનો ઇરાદો વિચારવા જેવો છે. કેન્દ્રમાં નરેન્દ્ર મોદી અને ભાજપની સરકાર જો લાંબો સમય ટકી રહે તો કોંગ્રેસ અને કમ્યુનિસ્ટોને ભારે ફટકો પડે તેમ તેઓ ગભરાઈને વિચારી રહ્યા છે. કોંગ્રેસ ખતમ થાય તેમાં માયાવતી, શરદ યાદવ, લાલુ પ્રસાદ અને મુલાયમ સિંહને જરીકેય વાંધો નથી, પણ ભાજપના સમોવડિયા થઈને આ પક્ષોએ પોતાનું અસ્તિત્વ સાબિત કરવું છે એટલે મુદ્દા તો જોઈએ.

    ઉના ઘટના પછીની રાજકીય કબડ્ડી શ...

    ઉના ઘટના પછી બીજા કોઈને તો નહીં, પણ રાજકીય પક્ષોને મેદાન મળી ગયું છે જ્યાં તેણે કબડ્ડી રમવાની શરૂઆત કરી દીધી છે. આ રમતમાં તેમણે એવો નિયમ દાખલ કરી દીધો છે કે કોઈ નિયમ જ નહીં હોવો જોઈએ! જેને મન ફાવે તે રીતે - એકથી બીજી છાવણીમાં, અને બીજીથી પહેલીમાં - એ જ સમયે રમત કરવાની છૂટ છે. ન કોઈ સીમા-રેખા, ન બીજા નિયમો. આમાં હાર્યો હોય તે જીતેલો ગણાઈ શકે છે..

    પ્રમુખસ્વામી, નરેન્દ્ર મોદી, ક...

    ગુજરાત સંતો અને ભક્તોનું પારણું છે એમ કોઈકે કહ્યું હતું તે સાવ સાચું છે. વેદકાલીન ઋષિવરોએ તો ગાયત્રી મંત્ર જેવી રચના ગુજરાતમાં કરી, ઔષધશાસ્ત્રના અશ્વિનીકુમારો અહીં થયા, ભૃગુ ઋષિએ ચિંતનની પરાકાષ્ઠા સરજી, દધીચિએ અસ્થિબળને શસ્ત્રમાં પલટાવ્યું, જગતનું પ્રથમ સમુદ્રશાસ્ત્ર યવનાચાર્યે રચ્યું, સૂર્યપૂજાનો આવિષ્કાર દ્વારિકાતટે થયો... આ અને આવી બીજી ઘણી ઘટનાઓથી વેદકાલીન સમયપટ આલેખાયો છે.

    જ્યારે સંઘને સરદારે કહ્યું, ‘ત...
    વળી પાછી વાત ‘ગાંધીહત્યામાં આરએસએસ’ની ઉપડી છે. કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ કોર્ટને તો એવું કહ્યું કે આરએસએસ દ્વારા ગાંધીજીની હત્યા થઈ નથી. મેં તો એવું કહ્યું હતું કે આરએસએસના કેટલાક લોકોએ ગાંધીજીની હત્યા કરી હતી! શા માટે રાહુલ ગાંધીએ આવો ‘ક-સમયનો મુદ્દો’ ઉપાડ્યો હશે? એના જાતભાતના જવાબો ખુદ કોંગ્રેસ પક્ષમાંથી જ આવે છે.
    વડોદરાની કન્યા સાથે ક્રાંતિક
    ક્યાં મદ્રાસ, ક્યાં પુના અને ક્યાં વડોદરા? એક જ જિંદગીના જયારે અવનવા પડાવ આવે છે ત્યારે તેને માટે સ્થળ, કાળ કે સ્થિતિનો કોઈ અંતરાલ રહેતો નથી. જ્યાં તે પહોંચે છે, ત્યાં તે એક નવી દાસ્તાન રચે છે અને ત્યાંથી નીકળી જાય છે, નવાં કલેવર ધરો હંસલા...