તસવીર-એ-ગુજરાત

No

Block: Site: Subtree Block

    શિક્ષણનીતિ અને શિક્ષણ પરિષદઃ

    બ્રિટિશ ગુજરાતીઓમાંથી ઘણા બધા ગુજરાતમાં ભણ્યા છે. એક તો - લોર્ડ ભીખુ પારેખ - અહીં યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર રહી ચૂક્યા છે એટલે ગુજરાતમાં ભૂતકાળનું શિક્ષણ તેમને અચૂક યાદ હશે. અને કેમ ન હોય? બી. આર. શિનોય, આઈ. જી. પટેલ, એસ. ડી. દેસાઈ, એસ. આર. ભટ્ટ, પ્રા. માવળંકર, ઉમાશંકર જોશી, ફિરોઝ કા. દાવર, રામનારાયણ પાઠક, ડોલરરાય માંકડ, રસિકભાઈ પરીખ, કે. કા. શાસ્ત્રી... અને આવા વિદ્યાપુરુષોથી ગુજરાતની યુનિવર્સિટીઓનાં ‘ભવનો’ અને કોલેજોનો વૈભવ હતો!

    ગુજરાત અત્યારે તો નવરાત્રિના ઉલ્લાસમાં છે. બદલાતા સમયે રાસ-ગરબાને નવો, આધુનિક બનાવી દીધો છે અને તેમાં ભાગ લેનારાઓને રાસ રમવા ઉપરાંત પોતાનાં સૌંદર્ય અને શક્તિનો અંદાજ પૂરો પાડવામાં યે રસ હોય છે એટલે ઝગમગતી રોશનીની વચ્ચે લાંબા રેશમી રંગીન ઝભ્ભા અને બીજાં વસ્ત્રો ધારણ કરેલા યુવકો અને સાડીથી માંડીને અનેક આકર્ષક વસ્ત્રોમાં સજ્જ યુવતીઓ, જિંદગીનાં દૈહિક અસ્તિત્વનો યે આ અવસર બની જાય છે.

    હા, કેનેડાના વડા પ્રધાને ગુજરા...

    કેનેડાના વડા પ્રધાને સંસદમાં સાર્વજનિક માફી માગીને જણાવ્યું કે છેક ૧૯૧૪માં ભારતીય મુસાફરોના ‘કોમાગાટા મારુ’ જહાજને સરકારે કનડગત કરી અને કોલકતાના સમુદ્રકિનારે આ જહાજ પર ગોળીબાર કરીને શીખ ભારતીયોને મારી નાખવામાં આવ્યા તે અનુચિત જુલમ હતો. આજે ૧૦૪ વર્ષે કેનેડા તેની માફી માગે છે. કેનેડાના વડા પ્રધાને ચૂંટણી દરમિયાન આ ખાતરી આપી તે પાળી બતાવી છે તેના ધન્યવાદ પાઠવવા જોઈએ.

    હમણાં દેશ ગાંધી-જયંતીની અલગ તરાહથી ઊજવણી કરી. વડા પ્રધાને સામાજિક જવાબદારી તરફ આંગળી ચીંધીને ‘સ્વચ્છ ભારત’નાં આંદોલનનો પ્રારંભ કર્યો. ગાંધીજન્મને દોઢસો વર્ષ થાય ત્યારે આખ્ખો દેશ સાફસુથરો બની રહે એવું તેમનું સપનું છે..

    ઊજવણીની વચ્ચેના રસ્તા પર પ્રસ

    ચર્ચા હજુ નરેન્દ્ર મોદી - આનંદીબહેનનાં બે વર્ષના શાસનની જ ચાલે છે. બેશક, તેમાં મોટો તફાવત છે. નરેન્દ્ર મોદીએ ૨૦૧૪માં વડા પ્રધાનપદ સંભાળ્યું હતું એટલે દેશના મહા-પ્રશ્નોના ઉકેલનો બોજ તેમના ખભા પર હતો, અને છે. આમાં ગરીબી, મોંઘવારી, શિક્ષણ, વિદેશ નીતિ અને સરહદી સમસ્યાઓ વિશે બે વર્ષમાં શું થયું અને શું થઈ શકશે તેની ચર્ચા કેન્દ્રમાં રહે તે સ્વાભાવિક છે. હજુ આ સરકારનાં ત્રણ વર્ષ બાકી છે અને સરકારે બદલાવની વિગતોથી ખીચોખીચ ‘વિકાસ-ઉત્સવ’ની ઊજવણી યે શરૂ કરી દીધી. કોંગ્રેસ તેનાથી રાતીચોળ છે.

    શી જિનપિંગની અમદાવાદ સફરઃ પ્ર

    ગુજરાત હવે આંતરરાષ્ટ્રીય તખ્તા પર દેખાતું થયું છે. ચીની રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ દિલ્હીને બદલે ગુજરાત આવ્યા અને રંગેચંગે થોડાક કલાકો હયાત હોટેલથી રિવર ફ્રન્ટે હિંડોળા પર ઝૂલીને ગાળ્યા ત્યારે જાણે કે નવી કૂટનીતિ (અ ન્યૂ ડિપ્લોમસી)ની શરૂઆત થઈ હોય તેમ ઘણાને લાગ્યું હતું!

    ઇંગ્લેન્ડનો ગુજરાતીઃ વાહ, ભાઈ...

    ગુજરાત-પુત્ર શૈલેષ વારાને તેનું પ્રિય વતન રાણાવાવ હજુ એવું જ મનોજગતમાં છે. પોરબંદરથી નજીકના રાણાવાવથી વારા-પરિવાર દેશાવર ગયો, અને આજે લંડનમાં સ્થિર થયો છે. શૈલેષ વારાએ બ્રિટિશ સાર્વજનિક જીવનમાં એક પછી એક શિખરોને સર કર્યાં એ તેમનામાં રહેલી સિદ્ધિ અને સાહસની કહાણી છે. ઇંગ્લેન્ડમાં એમ. પી. બનવું અને કાયદા વિભાગના મિનિસ્ટર સુધી પહોંચવું સહેલું નથી. હા, હવે બ્રિટિશ રાજ્યતંત્ર ગુજરાતીઓની શક્તિને પીછાણતું થયું છે.

    ગુલબર્ગઃ ‘કાવતરુ’ ગણવાનો પરપ

    પુરુષોત્તમ રૂપાલા જેવા કર્મઠ, શિક્ષિત અને નિષ્ઠાવાન નેતાને રાજ્યસભામાં મોકલાયા તે અભિનંદનીય છે. ગુજરાતમાંથી અગાઉ રાજ્યસભામાં મોકલાયેલા તમામ એકસરખી ગુણવત્તા ધરાવતા હતા તેવો દાવો ખુદ ભાજપ-કોંગ્રેસ પણ નહીં કરે. રાજ્યસભા એ અભ્યાસી વરિષ્ઠોનો મંચ છે કે ઇંગ્લેન્ડના ‘હાઉસ ઓફ લોર્ડ’નું મોડેલ છે એવું માનનારા બંધારણવિદો આજે જો હયાત હોય તો માથે હાથ મૂકીને રડે તેવા ‘સાંસદો’ દિલ્હી પહોંચ્યા છે.

    ગુજરાતમાં વિસ્ફોટક મુદ્દાઓની...

    આજકાલ ગુજરાતમાં ઓલ ક્વાયેટ ઓન ધ વેસ્ટર્ન ફ્રન્ટ જેવી મોસમ પ્રવર્તે છે. મીડિયામાં પણ કોઇ ચોંકાવનારા મુદ્દાઓ નથી. રાજકીય અફવાઓનું વાવાઝોડું શમી ગયું છે. કુશળ પ્રધાનો અને સચિવો સંવાદદાતાઓને માનભેર ચા પીવડાવીને પાછા વાળે છે. આનંદીબેન જશે કે નહીં, જશે તો ક્યારે જશે, તેમની જગ્યા કોણ લેશે એ સવાલો ક્યાંય દેખાતા નથી.

    કચ્છમાં ડિસેમ્બરના ત્રીજા સપ્તાહ દરમિયાન બે મોટા ઉત્સવો યોજાઈ રહ્યા છે તેના સાક્ષી બનવાની તક મળી. એક તો દર વર્ષનો રણોત્સવ છે. પ્રથમ વાર જ્યારે તેની શરૂઆત થઈ ત્યારે ભૂજના સર્કીટ હાઉસ ‘ઉમેદ ભુવન’માં, તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી સાથેની અંગત વાતચીત દરમિયાન તેમણે કહ્યું હતું કે કચ્છમાં પ્રવાસનની ભારોભાર ક્ષમતા છે અને તેવું આકર્ષણ ઊભું થાય તે માટે તમામ પ્રયત્નો કરવાની મારી ઇચ્છા છે.