રાષ્ટ્રપતિપદના બે ઉમેદવારો ગુજરાતમાં ન આવે એ તો કેમ બને? યુપીએ (કેટલાકને બાદ કરતાં) પક્ષોના મીરા કુમાર આમ તો દલિત નેતા જગજીવનરામનાં પુત્રી તરીકે વધુ જાણીતાં છે, પણ સ્વબળે સંસદ સભ્ય અને અધ્યક્ષા પણ બન્યાં હતાં. કહેવામાં તો આવ્યું છે કે ખુદ ભાજપ પણ અગાઉ તેમનાં નામનો વિચાર કરી રહ્યો હતો, પણ સીપીએમ ઘણા સમય પહેલાં, વિરોધ પક્ષને એક મંચ પર લાવવાના પ્રયાસના ભાગરૂપે મીરા કુમારને સમજાવી આવ્યો અને કોંગ્રેસ મોવડીઓને સમજાવ્યાં.
તસવીર-એ-ગુજરાત
Block: Site: Subtree Block
અગાઉ એક વાર લખ્યું હતું તે પ્રમાણે રાજ્યપાલની લોકાભિમુખતાએ એક નવું કદમ માંડ્યું છે. કેટલાક પ્રબુદ્ધોને તેમણે ગુજરાત અને તેની આવતીકાલ માટે ચર્ચાચિંતન કરવા નોતર્યા છે. મહેંદી નવાબ જંગ ગુજરાત રાજ્ય સ્થાપનાના સાક્ષી રાજ્યપાલ હતા.
સાતમી જુલાઈની વરસતી રાતે, અમદાવાદના ટાગોર સભાખંડમાં બે કલાક સુધી ‘નૃત્યોત્સવ-૨૦૧૭’ની પ્રસ્તૂતિ થઈ તેમાં કથક નૃત્યો જ કેન્દ્રમાં હતાં, પણ આપણા ભારતીય શાસ્ત્રીય નૃત્યોનો ‘આત્મા’ જ એટલો ઝળહળતો હોય છે કે તેમાં તે ક્ષણો પોતે પણ એક ઉત્સવ બની જાય! ગુજરાતને માટે નૃત્ય તે અ-જાણ્યું શાનું હોય? ભગવાન સોમનાથને શ્રદ્ધાપૂર્વક બીલીપત્ર ચઢાવતો ભક્ત ‘શિવ-તાંડવ’ નૃત્યથી સુપરિચિત છે.
સલામ શહેરે અમદાવાદ તો ૬૦૦ વર્ષ પુરાણું, પણ તે પહેલાં અહીં પાટણના કર્ણદેવની રાજધાની હતી અને તે પૂર્વે આશા ભીલનું શાસન હતું એટલે ‘આશાપલ્લી’થી ‘અમદાવાદ’ની સફર ઘણી લાંબી છે. શ્રેષ્ઠીઓ (શાંતિદાસ ઝવેરી જેવા, જેમની પાસેથી દિલ્હીના મુઘલ બાદશાહો આર્થિક મદદ લેતા) અને પોળ - અર્વાચીન અમદાવાદે આપ્યા.
જે સમાચારો કે અહેવાલો મીડિયામાં ઝાઝું ચમકતા નથી તેનું પણ કેટલીક વાર, અલગ પ્રકારનું મહત્ત્વ હોય છે. આજે એવા કેટલાક બનાવોની વાત કરવી છે.
ઓગસ્ટ અને શ્રાવણની જુગલબંધીના આ દિવસોમાં એક હિન્દી નવલકથાની વાત કરવી છે. ઘણા સમય પછી એક સારી નવલકથા હિન્દીમાં વાંચવાનો આનંદ થયો! નવલકથાનું નામ છેઃ ‘JNU મેં એક લડકી રહતી થી.’ શીર્ષક પોતે જ સમગ્ર કથાવસ્તુને વ્યક્ત કરી દે છે.
આ સપ્તાહે બે ‘એવોર્ડ’ વિશે વાત કરવી છે. એક ગુજરાત મીડિયા કલબે નગેન્દ્ર વિજય સહિત વિવિધ અખબારોના તસવીરકારો, અહેવાલ-લેખકો અને બીજાં ક્ષેત્રોના પત્રકારોને સન્માનિત કર્યા. ગુજરાતી પત્રકારોને આ રીતે પોંખવામાં આવે તેનાથી તેની બિરાદરી સૌથી વધુ ખુશી અનુભવે તે સા-વ સ્વાભાવિક છે.
સર્જાતા સાહિત્યનું મુખ્ય વહેણ નિજાનંદમાં ભળી જાય એ વાત સાચી છે પણ તેનો ચેતોવિસ્તાર વધુ ને વધુ ભાવકો સુધી પહોંચવાનો હોય છે. એટલે તો તેને માણનારા મળી રહે, તેની કૃતિ વંચાય અને વખણાય એ પણ સાહિત્યિક પ્રવૃત્તિ બની રહે છે. કાલિદાસ કે મિલ્ટન કે બાયરન યા પાસ્તરનાક અથવા તો આપણા ગોવર્ધનરામ, મુનશી અને મેઘાણી વંચાતા ના હોત તો તેમની સર્જકતાને કઈ રીતે ઓળખી શકાઈ હોત?
અઠ્ઠાવીસમી ઓગસ્ટે ગુજરાતે ઝવેરચંદ મેઘાણીને યાદ કર્યા. ૨૮ ઓગસ્ટ ૧૮૯૬ શ્રાવણ વદ પાંચમ, વિક્રમ સંવત ૧૯૫૨ના દિવસે આ ‘પહાડનું બાળક’ (તેમના પોતાના જ શબ્દો!) જનમે છે. કેટલું બધું લખ્યું - ગાયું - પ્રમાણ્યું આ માણસે?
પત્રકારત્વ એ ‘પડકારયુક્ત સેવાવ્રત’ (ચેલેજિંગ મિશન) છે એમ હું મારા પત્રકારત્વના વિદ્યાર્થીઓને પ્રથમ વાક્યમાં જ શીખવાડું છું. ગુજરાત પાસે પૂર્વે એવા પત્રકારો હતા (તેમાંના ત્રણ કૃષ્ણલાલ શ્રીધરાણી, છગન ખેરાજ વર્મા અને શ્યામજી કૃષ્ણવર્મા વિદેશવાસી હતા). આજે થોડાક અપવાદોને બાદ કરતાં સ્થિતિ બહુ વખાણવા જેવી નથી.
