તસવીર-એ-ગુજરાત
Block: Site: Subtree Block
વિક્રમ સંવતના નૂતન વર્ષનો શુભારંભ થઈ ગયો! ગુજરાતી નાગરિકોએ એકબીજાની સાથે વર્ષાભિનંદનની શુભેચ્છાઓની આપ-લે કરી... સમય બદલાય તેમ માધ્યમો પણ બદલાય છે. પચાસ-સીત્તેર વર્ષ પૂર્વે લોકો એકબીજાને ગળે મળતાં, ઘરે-ઘરે જઈને શુભેચ્છા પાઠવતા, રાત આખી જાગીને રંગોળીથી આંગણું સજાવતા, દીવડાઓની હારમાળા લાગતી. વાત હવે થોડીક બદલાઈ છે. એક સમય હતો શુભેચ્છાનાં લિખિત અને છપાયેલા કાર્ડ એકબીજાને પોસ્ટમાં પહોંચાડાતાં, આજે તેનું સ્થાન ફેસબુકે લઈ લીધું છે.
ઓગણીસમી નવેમ્બરે અમદાવાદની ગૂજરાત વિદ્યાપીઠના હીરક મહોત્સવ સભાખંડમાં એક સંસ્કાર મેળો યોજાઈ ગયો! સંસ્કાર મેળો એટલા માટે કહ્યો કે તેમાં રાજકારણ, સાહિત્ય, શિક્ષણ અને શાસન - એમ ચારેયની વિચારોત્તેજક ઉપસ્થિતિ હતી અને વિશ્વ ગુજરાતી સમાજે જે બે મહાનુભાવોને ‘ગુજરાત પ્રતિભા એવોર્ડ’ એનાયત કર્યા તે બન્ને પણ પોતપોતાનાં ક્ષેત્રોમાં ચઢિયાતાં વ્યક્તિત્વો!
આજકાલ કેટલાક ‘બૌદ્ધિક’ લોકોને એક નવો મુદ્દો મળી ગયો છે. સર્વોચ્ચ અદાલતે એવો ચુકાદો આપ્યો છે કે સિનેમાઘરોમાં પ્રેક્ષકે ભારતનું રાષ્ટ્રગીત ઉભા થઈને ગાવું ફરજીયાત રહેશે. અગાઉ આવો નિયમ હતો જ, પણ ૧૯૬૮માં એક બિજોય ઇમેન્યુઅલ નામના કેરળના નાગરિકે કોર્ટમાં ફરિયાદ કરી કે તેઓ જેહોવાહ ઉપાસનામાં માને છે અને તેમાં બીજી કોઈ ઉપાસના માટે ઉભા થઈને ગાવામાં તેમની પોતાની ધાર્મિક લાગણી દુભાય છે.
ઘટના તો ૧૩૦ વર્ષ પહેલાની, પણ ડિસેમ્બરના આ ઠંડા દિવસોમાં સાહિત્યના મહોત્સવો યોજાઈ રહ્યા છે ને હું શોધું છું કે કોઈ મંચ પરથી ભરૂચમાં મુનશીના ટેકરે જન્મેલા ગુજરાતના એક વિલક્ષણ લોકપ્રિય સાહિત્યકારનું સ્મરણ કરાય છે કે નહીં?
વર્ષ ૨૦૧૬ વીતી ગયું. અખબારોમાં તેની તસ્વીરો છપાઈ, ક્યાંક ખોયા પાયાની ગણતરી પણ થઇ. હાશ, વાહ અને આહ... ગુજરાતી નાગરિકની ટેવ તો દિવાળીના તહેવાર સાથેના સરવૈયાની છે, ઇસુ વર્ષે તો થોડી ધામધૂમ, પાર્ટી અને મોજમજા.
