સમુરાઈ શબ્દ તો જાપાનીઝ છે, પણ દુનિયાભરના સંઘર્ષવીરો માટે તે વપરાય છે. ગુજરાતી સાહિત્યમાં એવા ઘણા નામો છે જે સાહિત્યના સમુરાઈ હતા, તેમાંથી બે સર્જકો વિશે વાત કરવી છે. બન્ને હતા શબ્દ-નાવડીના નાવિક, હલેસાં પણ નિજ પુરુષાર્થથી બનાવ્યા અને સાહિત્ય તેમજ પત્રકારત્વની યાત્રાએ નીકળી પડ્યા. બન્નેનું નજરે ચડે તેવું લક્ષણ એ હતું કે તેમના વિચારવામાં અને જીવવામાં કોઈ અંતર નહોતું.
તસવીર-એ-ગુજરાત
Block: Site: Subtree Block
સર્જકશ્રેષ્ઠ આંગળાંનો કસબ એક આખી સૃષ્ટિનું પ્રતિનિધિત્વ કરે છે ત્યારે અચૂક તેની પાછળ જીવન સંઘર્ષનો પડછાયો પણ હોય જ છે. મેઘાણી અને જયભિખ્ખુની શબ્દયાત્રાના એવા ઘણા મુકામ છે, કેટલાક સ્થળવિશેષના યે ખરા! બોટાદ - બન્નેના ‘અક્ષર’નિવાસની ભૂમિ. પછી રાણપુર.
યુએસ-કેનેડામાં છગન ખેરાજ વર્મા એક માત્ર એવો ક્રાંતિ-પત્રકાર અને ગુજરાતી હતો, જેને સ્વરાજના ઉદ્દાત ધ્યેય માટે ફાંસી અપાઇ હતી
વિધાનસભા બેઠકમાં અંદાજપત્ર પ્રસ્તુત કરવું એ એક બંધારણીય પ્રક્રિયા છે. ગુજરાત વિધાનસભામાં નાણાંપ્રધાન નીતિન પટેલ કેવું બજેટ રજૂ કરે છે એ તો સામાન્ય નગરિકને અસર કરનારું હોવા છતાં માત્ર અર્થશાસ્ત્રીઓ અને વેપારી મંડળો પૂરતું મર્યાદિત થઇ જશે એ નક્કી છે.
આ વર્ષની મહા શિવરાત્રી કૈંક અલગ રીતે ઉજવાઈ. ભગવાન સોમનાથના પ્રાંગણમાં અઢી લાખ લોકો ઉમટ્યા. જીવંત પ્રસારણ થયું. દૂરદર્શને પણ બિન સાંપ્રદાયિકતાનો છોછ દૂર કરીને પ્રસારણ કર્યું. ટીવી ચેનલ એબીપી અસ્મિતાએ એક કલાક તેના ભૂલી જવાયેલા ઈતિહાસની ઝાંખી કરાવી.
ગુજરાતમાં અત્યારે વસંત અને ગ્રીષ્મ એકબીજામાં ભળી ગયા હોય તેવું લાગે છે. સાર્વજનિક જીવનમાં કેટલાક ફટાકડા ફૂટતા રહે છે. ડાહ્યો નાગરિક જાણે છે કે ૨૦૧૭ની ચુંટણી પૂર્વેના રિહર્સલ છે.
પહેલાં તારક મહેતા અને પછી ચીનુ મોદી. ગુજરાતી સાહિત્યમાં હાસ્ય, નાટક, કવિતા અને નવલકથા - એમ વિવિધ સ્વરૂપે ઝળકતા આ બે સિતારા હમણાં ગુજરાતી વાચકે ખોયા. બન્ને છેલ્લા દિવસોમાં ખાસ્સા બીમાર તો હતા જ, પણ એક સાહિત્યકારની વિદાય અહીંનાં સાંસ્કૃતિક જગતમાં આઘાતજનક નિવડતી આવી છે. કેટલાકે તો એવો અફસોસ વ્યક્ત કર્યો છે કે બીજા તારક મહેતા અને ચીનુ મોદી ક્યાં શોધવા?
હમણાં ગુજરાતના વિવિધ સ્થાનોએ જવાનું બન્યું ત્યાં એક જ પ્રશ્ન વારંવાર સાંભળવા મળ્યો: ‘શું ગીતા પ્રેસ બંધ થવાનું છે?’ તો પછી ‘કલ્યાણ અને તેના વિશિષ્ટ અંકોનું પ્રકાશન બંધ થશે? અને ગીતા દૈનંદિની (ડાયરી) હવે દર વર્ષે નહીં મળે?’ સવાલો મહત્વના હતા. ભારતીય પત્રકારત્વમાં ‘કલ્યાણ’ સામયિકનું આગવું સ્થાન રહ્યું છે. એવું કોઈ ઘર નહી હોય જ્યાં આ ધાર્મિક સામયિક નહીં પહોંચ્યું હોય, એવું જ ગીતા પ્રેસના પ્રકાશનોનું છે.
મોઢેરામાં હમણાં સૂર્યોત્સવ યોજાઈ ગયો. આ મંદિર ઘણી રીતે અ-નોખું છે. સૂર્યની ઉપાસના સાથે બંધાયેલાં દેવાલયની વિશેષતા પ્રભાતથી સાંજ સુધી ત્યાં દરેક સ્થાને દેખાતાં સૂર્યકિરણો તો છે જ, ભારતમાં આ પ્રાકૃતિક દેવની ઉપાસના કેવી રીતે વિસ્તરી તેની યે કહાણી સંભળાવે છે. અહીં શિલ્પમાં કંડારાયેલા સૂર્યદેવતાની સાથે જ પાર્વતી અને સરસ્વતી પણ છે. એટલું જ નહીં, ત્રણ મુખ - ત્રણ હાથ અને ત્રણ પગવાળો અગ્નિ પણ કંડારાયેલો છે!
૩૦ માર્ચ, ૨૦૧૭ની સાંજ. રાષ્ટ્રપતિ ભવન, દિલ્હીના ભવ્ય દરબાર સભાખંડમાં વિશિષ્ટ મહાનુભાવો આવી રહ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી, રાજનાથ સિંહ, અધ્યક્ષ સુમિત્રા મહાજન, લાલ કૃષ્ણ અડવાની, મુરલી મનોહર જોશી, ઉપરાષ્ટ્રપતિ અન્સારી, સ્મૃતિ ઈરાની.... અને દિલ્હીના મહાનુભાવો.
