વિવિધા

No

Block: Site: Subtree Block

    મોઝામ્બિકમાં વિશિષ્ટ ગુજરાતી...

    મોઝામ્બિકના પાટનગર મપુટુથી ૨૨૫ કિલોમીટર દૂર શશાઈ નગર જેને ગુજરાતીઓ ચંચાઈના નામે ઓળખે છે. અહીં સો જેટલા ગુજરાતી પરિવારમાં વિશિષ્ટ પરિવાર તે ખીમજી પીતાંબરનો. આ પરિવાર તેની ઉદારતા, ખાનદાની, નમ્રતા અને ધર્મપ્રિયતા માટે જાણીતા છે. પરિવાર સંપ અને ભારતીય સંસ્કારિતાથી ભરેલો છે.

    ચીકુ (ચેતન) સુખડિયાઃ માનવ અને ર

    એન્ટવર્પ, લોસ એન્જલસ અને ન્યૂ યોર્કના હીરાના વેપારીઓને મળતાં અને કિંમત પૂછતાં મનમાં ધારણા બંધાયેલી કે હીરા જ સૌથી કિંમતી ચીજ છે. બેંગકોકમાં ચીકુ સુખડિયાની મુલાકાતે આ ભ્રમ ભાંગ્યો. ચીકુની ઓફિસમાં બે આધેડ, યહૂદી ટોપીધારી વેપારીઓ સૂક્ષ્મ દર્શક કાચથી કિંમતી રત્નો જોતા હતા અને ભાવ ચકાસતા બેઠા હતા. ભાવ પૂછે વાત કરે અને પછી બીજા રત્નને હાથમાં લે. રત્ન માટે તેઓ સ્ટોન શબ્દ વાપરતા.

    બાળ ગંગાધર ટિળક પ્રેરિત જાહેર...

    ગણેશચતુર્થી (આ વર્ષે ૨૫ ઓગસ્ટ)ના રોજથી ગણેશ મહોત્સવનો પ્રારંભ થઇ રહ્યો છે. દસ દિવસનો ગણેશોત્સવ આ વર્ષે ખાસ છે કેમ કે જાહેર ગણેશોત્સવનું આ ૧૨૫મું વર્ષ છે. ગણેશોત્સવ સમગ્ર ભારતમાં ઉજવવામાં આવે છે, પરંતુ પૂણે તથા મુંબઇમાં આ પર્વ જેટલું ધામધૂમથી ઉજવવામાં આવે છે એટલું ભાગ્યે જ બીજે ક્યાંય ઉજવવામાં આવતું હશે. મોટાભાગના શેરી કે મહોલ્લાના લોકો મંડળની રચના કરીને ‘સાર્વજનિક ગણેશોત્સવ’ તરીકે એની ઉજવણી કરે છે. જેમાં વિવિધ પ્રકારના સામાજિક, રાજકીય કે ધાર્મિક મુદ્દાઓને વણીને જનજાગૃતિ આણવાનો પ્રયાસ કરવામાં આવે છે.

    સંસ્થારૂપ વ્યક્તિઃ દિલીપ બાર

    ગુરુ શોધનાર જીવતી વ્યક્તિને ગુરુ માને. જેમને જોયા પણ ન હોય અને જે હયાત પણ નથી એવાને ગુરુ માનનાર છે દિલીપ બારોટ. બી.ફાર્મ. થયેલ દિલીપભાઈએ અમેરિકા આવ્યા પછી એ જ્ઞાનનો ઉપયોગ ન કર્યો પણ ફાર્મસી કોલેજમાં ભણતી વખતે સહાધ્યાયિની વણિક પુત્રી ગોપીને જીવનસંગિની બનાવી. કોલેજ વખતે વાચનનો શોખ. અમેરિકા ૧૯૮૨માં આવ્યા ત્યારે એ શોખ ચાલુ. તેમાં કિશોરલાલ મશરૂવાળા અને તેમના ગુરુ કેદારનાથજી વિશે વાંચતાં ખૂબ પ્રભાવિત થયા. તેમણે કેદારનાથજીને ગુરુ માન્યા.

    સુવહીવટ અને શિક્ષણનો જીવઃ આઈ.

    ભારતને નેહરુ પરિવારની છદ્મ સમાજવાદી અને ભ્રામક રાજનીતિથી છોડાવીને ઉદારીકરણની નીતિ અમલી બનાવવાનો આરંભ થયો વડા પ્રધાન નરસિંહ રાવના સમયમાં. બહુ ભાષાવિદ્દ, માણસપારખુ અને ગજબની નિર્ણયશક્તિ ધરાવનાર નરસિંહ રાવે સામે ચાલીને ભારતીય રિઝર્વ બેંકના ભૂતપૂર્વ ગવર્નર આઈ. જી. પટેલને નાણાં પ્રધાન બનવા ૧૯૯૧માં આમંત્રણ આપ્યું. વડા પ્રધાન પછી નાણાં પ્રધાનનું પદ ખૂબ જ મહત્ત્વનું મનાય. પ્રતિષ્ઠાનું આ પદ મેળવવા રાજકારણીઓ એડીચોટીનું જોર લગાવે, પડાપડી કરે અને મેળવવાનાં સપનાં જુએ! આઈ. જી. પટેલે સામે ચાલીને, નમ્રતાભેર આ પદની અનિચ્છા બતાવી.

    સિંધી હિન્દુઓએ ધર્મ બચાવવા ૧૯૪૭ પછી ભારતની વાટ પકડી. જોખમો વહોર્યાં પણ ધર્મને વળગી રહ્યા. સિંધી હિંદુઓની હિંદુ ધર્મ પ્રત્યેની નિષ્ઠા અને મહેનતુ સ્વભાવ જાણીતો છે. ભારતમાં મને કોઈ સિંધી ભિક્ષુક ભેટ્યો નથી. હાથેપગે આવેલા કેટલાય સિંધી આજે કરોડપતિ છે. તેમણે જે ધંધો ફાવ્યો તે સ્વીકાર્યો. સ્વીકાર્યા પછી ના ફળ્યો તો બીજો ધંધો. એમની હામ અને હાથ મજબૂત છે.