ચરોતરના બોરસદમાં ત્યારે મુસ્લિમ અને પાટીદાર બેની મુખ્ય વસતી. આ પછી વણિક અને બ્રાહ્મણ. આસપાસના ગામોમાં બારૈયા અને હરિજન વસે. આ બધા ગરીબ. વણિકો ત્યારે ધીરધાર કરે અને શોષણ કરે. હજી ગાંધીજી દક્ષિણ આફ્રિકા પહોંચ્યા ન હતા. કોંગ્રેસને સ્થપાયે એક વર્ષ વીત્યું હતું. બ્રિટિશ રાજ્યનો સૂર્ય તપતો હતો ત્યારે ૧૮૮૬માં. રતિલાલ નડિયાદના, પણ બોરસદમાં વસતા. ખડાયતા વણિક નારણદાસ કાલિદાસ ગામીને ત્યાં જન્મ્યા. બોરસદમાં હજી અંગ્રેજી શાળા ન હતી. ખ્રિસ્તી મિશનરીઓ શાળા ચલાવે. ગરીબોના બાળકો તેમાં આવે. સારા ઘરના બાળકોય આવે. મિશનરીઓ બધાને સરખા ગણે. ગરીબ બાળકો સાથે પ્રેમથી વર્તે. તેમને સાચવે. આવે વખતે બોરસદમાં ઉછરતા અને મિશન શાળામાં ભણતા રતિલાલને મિશનરીઓની સેવા ગમી. ગરીબોનું કામ કરતા મિશનરીઓના જેવી ગામડાના ગરીબોને મદદ કરવાની લાગણીના બી વવાયાં. ઘરમાં દાદા કાલિદાસ સેવા-પૂજા કરે. દાદાની ધર્મનિષ્ઠા અને મિશનરીઓની સેવાનિષ્ઠા એ બાલ રતિલાલ પ્રભાવિત થયા. જનસેવા એ જ પ્રભુસેવાની વાત. તેમને ગમી.
વિવિધા
Block: Site: Subtree Block
મુંબઈની વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ મોહમ્મદ કરીમ અને મુંબઈ રાજ્યના મુખ્ય પ્રધાન દેસાઈ વચ્ચે લિખિત ટકરાવ
પશ્ચિમી જીવનમાં પંડ પ્રથમ અને અન્ય અવકાશે એમ જીવાય છે. સામાન્ય રીતે પતિ-પત્ની બંને કામ કરે તો જ જીવાય એવા સંજોગો. કામચોર કે બહાનાંબાજોની નોકરી ટકવી મુશ્કેલ. આવા વખતે કોઈને એરપોર્ટ પર જવું હોય કે આવવું હોય તો ટેક્સી કરવી પડે કે કોઈની મદદ લેવી પડે. સૌને નોકરી સાચવવાની હોય. દવાખાનામાં જવા-આવવામાં પણ એ જ પ્રશ્ન. વળી રસ્તા પર ટોલ ભરવાનો ય થાય. આવું કામ બીજા માટે માત્ર સેવાભાવે વર્ષો સુધી કરનાર રતિ પટેલ. કોઈનોય ધક્કો ખાવાનો હોય, લગ્ન માટે કોઈ પાત્ર સૂચવવાનું હોય કે ક્યાંક નોકરી માટે ભલામણ કરવાની હોય, રતિને ના કહેતાં આવડે જ નહીં.
સરદાર પટેલ અને જવાહર નેહરુએ ભારતના ભાગલા સ્વીકાર્યા પછી ગાંધીજી વિવશ હતા
૧૯૧૩માં જિતેન્દ્ર મહારાજા અને ઈંદિરા રાજે સાથે લગ્નઃ ત્રણ રાજકુમારીઓ ત્રિપુરા, જયપુર અને દેવાસની રાજમાતા
અર્થશાસ્ત્ર સાથે બી.એ. થયેલ યુવાન ગુજરાતીના સાક્ષર અનંતરાય રાવલને ત્યાં ગુજરાતીમાં એમ.એ. કરવાની સલાહ લેવા આવ્યો. અનંતરાય ત્યારે પોતાના કવિમિત્ર રત્નસિંહ પરમારને કહેતા હતા, ‘આજકાલના છોકરા કચરા જેવું લખે છે’ ત્યારે રત્નસિંહે કહ્યું, ‘કાગડા બધે કાળા’. અનંતરાય કહે, ‘છતાં અમારી કોલેજમાં યશવંત શુક્લ છે તે ખૂબ સારું લખે છે.’ આવી વાત થતી હતી ત્યાં પેલા યુવકે આવીને પૂછ્યું, ‘મારે એમ.એ. ગુજરાતી સાથે કરવું છે. મારે ક્યાં જવું?’ અનંતરાય કહે, ‘સુરતમાં વિષ્ણુપ્રસાદ ત્રિવેદી પાસે જાવ તો સારું.’ યુવકે નમસ્કાર કરીને ચાલવા માંડ્યું. બાજુમાં બેઠેલા રત્નસિંહે પૂછ્યું, ‘ભાઈ! તમારું નામ શું છે?’ યુવકે કહ્યું, ‘યશવંત શુક્લ.’
૧૯૭૨થી ૧૯૮૦ વચ્ચે યુગાન્ડામાં ગુજરાતીઓ ખાસ ન રહ્યા, પણ ૧૯૮૦ પછી નવા શાસનમાં જૂના ગુજરાતીઓ પાછા આવ્યા. નવા ઉમેરાયા. આના પરિણામે કંપાલા વિકસ્યું. જેમાં આજે ૧૫ લાખ કરતાં વધારે વસ્તી છે અને વેપાર-ધંધામાં ગુજરાતીઓને કારણે કંપાલાની રોનક ફરીથી સ્થાપિત થઈ છે. નવા આવનારા ગુજરાતીઓમાં પંકજ પટેલનું નામ અને કામ જાણીતું થયું છે. પંકજભાઈ કંપાલાના અત્યંત અર્થસમૃદ્ધ ગુજરાતીઓમાં ભલે ના ગણાતા હોય, પણ તેમનું નામ એવા અર્થ સમૃદ્ધોની બરાબરીમાં ક્યારેક તો એથીય વધારે જાણીતું છે. કારણ છે જાહેર જીવનમાં સમયની પરવા કર્યા વગર તેમની સતત સેવા, વર્તનમાં નમ્રતા, ભક્તિભર્યો સ્વભાવ અને સૌજન્યભર્યો વ્યવહાર.
રવિવાર, ૧લી જુલાઇએ પ્રિન્સેસ ઓફ વેલ્સ સ્વર્ગસ્થ ડાયેનાની ૫૬મી જન્મજયંતિ નિમિત્તે એમના બે રાજકુવરો અને પરિવારજનોએ અંજલિ આપતા એક ખાનગી કાર્યક્રમનું આયોજન કર્યું હતું. નોર્થેમ્પટનશાયરના અલથોર્પ પાર્કના પ્રાકૃતિક ઉદ્યાન વચ્ચે આવેલ "ધ ઓવલ" નામક સરોવરની મધ્યમાં પ્રિન્સેસ ડાયેનાને દફનાવવામાં આવ્યાં છે એ સ્થળે પ્રિન્સ વિલિયમ એમનાં પત્ની કેટ અને એમના બે બાળકો પ્રિન્સ જયોર્જ, પ્રિન્સેસ શાર્લોટ તેમજ પ્રિન્સ હેરીએ જઇને સદગત માતા પ્રિન્સેસ ડાયેનાને ૫૬મી વર્ષગાંઠે અંજલિ આપી હતી. આ બન્ને પ્રિન્સ વિલિયમ્ અને પ્રિન્સ હેરી સાથે એમના મામા (પ્રિન્સેસ ડાયેનાના ભાઇ) લોર્ડ અર્લ સ્પેન્સર પણ ઉપસ્થિત રહ્યા હતા. સરોવરની મધ્યમાં "ધ ઓવલ" ખાતે ડાયેનાની કબર સમક્ષ સૌ બેઠા હતા એ વખતે આર્ચ બિશપ ઓફ કેન્ટરબરીએ પ્રિન્સેસના ટૂંકા આયુષ્ય દરમિયાન કરેલા સદકાર્ય પર પ્રકાશ પાડી એમના આત્માની શાંતિ અર્થે પ્રાર્થના કરી હતી. પ્રિન્સેસ ડાયેનાના પૌત્ર પ્રિન્સ જ્યોર્જ અને પૌત્રી પ્રિન્સેસ શાર્લોટે કમનસીબે દાદીમાને જોયાં કે એમના વાત્સલ્યનો અનુભવ નથી કરી શક્યાં પણ તેઓ કોના માટે પ્રાર્થના કરી રહ્યાં છે એની બરોબર સમજ હતી એમ પ્રિન્સ વિલિયમે એક નિવેદનમાં જણાવ્યું.
સાધુઓને સત્તા કે ભૌતિક સુખોનું જરા પણ મહત્ત્વ ન હોય તેમ ભલે કહેવાતું હોય, ભારતમાં સત્તાની ગલિયારીઓમાં પોતાને ‘ભગવાન’ ગણાવતા પોલિટિકલ ફિક્સર સાધુઓનું મહત્ત્વ વધુ રહ્યું છે. ચંદ્રાસ્વામી પણ આવા જ એક (તક)‘સાધુ’ હતા. તેમના ‘ભક્ત-ગણ’માં પૂર્વ વડા પ્રધાન નરસિંહ રાવ ઉપરાંત સંજય ગાંધી, બ્રુનેઈ સુલતાન, જોર્ડનના કિંગ હુસેન, એલિઝાબેથ ટેલર, ઈજિપ્તના હોસ્ની મુબારક, કેન્યા અને ઝામ્બિયાના પ્રમુખો અને સાઉદી શસ્ત્ર સોદાગર અદનાન ખાશોગીનો સમાવેશ થતો હતો.
મંદિર છે શિખરબંધ અને આધુનિક સગવડોથી ભરેલું. મંદિરમાં કોઈ પગારદાર પૂજારી નથી. બનાવનાર પોતે જ નિયમિત પૂજા અને આરતી કરે છે. મંદિરમાં બબ્બે રાજ્યમાં વસતા ભારતીય હિંદુઓ આવે છે. મંદિર છે અમેરિકાના જ્યોર્જિયા રાજ્યમાં. એટલાન્ટાથી આશરે સવા બસ્સો માઈલ દૂર મોલ્ટ્રી નામના ગામમાં છે. જોકે, ગામ પણ પંદર માઈલ દૂર. મોલ્ટ્રી જ્યોર્જિયામાં, પણ ફ્લોરિડા રાજ્યની સરહદ નજીક. આથી મંદિરમાં ફ્લોરિડા અને જ્યોર્જિયા બંને રાજ્યના લોકો આવે છે.
