વિવિધા

No

Block: Site: Subtree Block

    ગુજરાતી ભાષાના મોટા અનુવાદકઃ

    વડોદરાનું રામજી મંદિર છાત્રાલય. મોતીભાઈ અમીને ગરીબ વિદ્યાર્થીઓ એમાં રહીને જાતે બનાવીને જમે એવી સગવડ કરેલી. વિદ્યાર્થીઓ માટે આ સુંદર સગવડ. આમાં ૧૭ વર્ષના ગોપાળદાસ ભણે. તે કમાટી બાગમાં આચાર્ય ગિડવાણીની સભામાં ગયા. સાંભળ્યું, ‘સીતામાતા રાવણની જેલમાં છે. સીતામાતા તે ભારત અને રાવણ તે અંગ્રેજો. માને ગુલામ રાખીને ભાવિ સમૃદ્ધિની આશામાં ભણવાનું ચાલુ રાખવું કે કેમ તમારે વિચારવાનું!’ સભા પૂરી થતાં ગોપાળદાસે છાત્રાલયમાં જઈને કપડાં, પુસ્તકો સમેટ્યાં અને ગાડીમાં બેસીને ડાકોર પહોંચ્યા. મેટ્રિકની પરીક્ષાને એકાદ મહિનો બાકી હતો પણ સાચું લાગે તે કરવાની હિંમતવાળા નવયુવાને અભ્યાસ છોડ્યો. પિતા કહે, ‘બેટા બધું લઈને આવ્યો છે તો પાછો ક્યારે જવાનો છે?’

    સત્કાર્યમાં સેનાપતિ સ્વામી સ

    જથ્થાબંધ આશીર્વાદ આપીને જથ્થાબંધ દાન મેળવીને રંગરાગમાં જીવતી, સીધી કે આડકતરી રીતે પોતાના પ્રચારમાં ડિમડિમ પીટતી જમાતથી ‘પાપડી ભેગી ઈયળ બફાય’ તેમ સાચા સાધુઓમાં ય લોકોને આશંકા જન્મે એવું થયું છે ત્યારે સ્વામી સચ્ચિદાનંદજી એમાં અપવાદરૂપ બનીને સંતો, મહંતો, સમાજના કલ્યાણની પ્રવૃત્તિમાં રાચતા સૌ શિક્ષિતો, સમાજસેવકો અને દેશ-વિદેશના કેટલાય ધનિકોના હૈયામાં આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે. સચ્ચિદાનંજી સાધુ-સંતોમાં આગવી ભાત પાડે છે. અદ્વૈતવાદી શાંકરમતના એ સંન્યાસી છે. સાધુ તો ચલતા ભલા એવી લોકોક્તિ એમણે યથાર્થ બનાવી છે.

    પ્રમુખસ્વામી મહારાજની સાદગી

    થાઈલેન્ડ રાજાશાહી અને બૌદ્ધધર્મી દેશ. એમાં સૌપ્રથમ પટેલ અટકધારી થાઈ નાગરિક તે સુરેન્દ્ર પટેલ. થાઈલેન્ડનો કાયદો દરેક પરિવારની આગવી ઓળખ સાચવવાનો, એટલે કે એક પરિવારની એક જ અટક હોય, તે બીજા ના વાપરી શકે. સુરેન્દ્રભાઈ થાઈ નાગરિક બન્યા ત્યારે થાઈલેન્ડમાં પટેલ અટકધારી કોઈ નાગરિક ના હોવાથી તેમની અટક પટેલ ચાલુ રહી.

    સેવા અને ભક્તિસભર દંપતીઃ કમલે

    વર્ષ ૨૦૦૭માં બીએપીએસના શતાબ્દી વર્ષની ઊજવણીમાં દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગથી કમલેશ અને કિન્નરી અમદાવાદમાં આવ્યાં. ખંભાતના વતની અને અમદાવાદમાં વસેલા બ્રહ્મભટ્ટ પરિવારનો યુવક તે કમલેશ. ઘરથી નીકળતાં કિન્નરી કહે, ‘જોહાનિસબર્ગમાં ઘરેણાં પહેરીને બહાર જવામાં જોખમ. ઘરેણાં તિજોરીમાં જ રાખી મૂકવા પડે છે. હોય કે ના હોય કંઈ ફેર પડતો નથી. એના કરતાં પ્રમુખસ્વામી મહારાજને આપી દઈએ, જેથી સારાં કામમાં વાપરે...’ બાપાને આપવા ઘરેણાંની પોટલી બાંધી અને ઘરમાંથી બહાર નીકળતાં બાએ જોયું અને કહ્યું, ‘આમાં શું છે?’ કમલેશે બધી વાત વિગતે કરી.

    ભારતના રાષ્ટ્રપિતાની જનસેવાને લાખ-લાખ સલામ, પણ લગ્નો વિશેના એમના વિચારોને સમાજનો મોટા ભાગનો વર્ગ ગ્રાહ્ય રાખી શકે નહીં એટલી હદે એ રૂઢિચુસ્ત હતા. હિંદુ અને મુસ્લિમનાં લગ્નને એ અધર્મ લેખતા હતા એટલું જ નહીં, આંતરજ્ઞાતીય લગ્નો અંગે પણ એમનો મત પ્રતિકૂળ જ હતો. સમાજથી પર થઈ ગયેલા અને હિંદુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ વચ્ચે કોઈ ભેદ નહીં જોનારા મહાત્માએ પોતાના સગ્ગા દીકરા મણિલાલને એ જે કન્યા સાથે બાર-બાર વર્ષથી મૈત્રીસંબંધ ધરાવતો હતો એની સાથે લગ્ન કરવા દીધાં નહોતાં. કારણ માત્ર એટલું જ હતું કે હિંદુ-મુસ્લિમ એકતાના બાળપણથી જ પોતાનાં અને પારકાને પાઠ ભણાવતા મહાત્મા ગાંધી મણિલાલની પ્રેમિકા ફાતિમા ગુલ સાથે લગ્ન કરવાની એની ઈચ્છાને એ મુસ્લિમ હોવાને કારણે ફગાવી બેઠા હતા. 

    પૈસા, પુણ્ય અને પ્રતિષ્ઠાની કમ...

    સુભાષચંદ્ર બોઝની આઝાદ હિંદ ફોજમાં સિંગાપોરમાંથી કર્નલ બનેલા ગિરીશભાઈ કોઠારીને મળતાં, કહે, ‘સિંગાપોરમાં ધનિક ગુજરાતીઓનો પાર નથી પણ નગીનભાઈ એકલા પૈસા કમાવવામાં પડ્યા નથી. પુણ્ય અને પ્રતિષ્ઠાની એમની કમાણીએ સૌને ભાવતા અને ફાવતા બન્યા છે.’ આ નગીનભાઈ દોશી સિંગાપોરમાં વસ્યે સાડા છ દસકા વીત્યા છે. સિંગાપોરમાં એમનાથી પહેલાં સ્થાયી થયેલા જીવતા ગુજરાતી કદાચ બીજા કોઈ નથી. નગીનભાઈ સ્થાનકવાસી જૈન છે. જૈન શબ્દનો અર્થ જે જીતે તે. જાતને જીતનાર. નગીનભાઈએ ગુજરાતીઓના હૃદય પર જીત મેળવી છે.