વિવિધા

No

Block: Site: Subtree Block

    શ્વેતક્રાંતિના શિખરપુરૂષઃ ડો...

    સહજાનંદ સ્વામી, કાકાસાહેબ કાલેલકર, સયાજીરાવ ગાયકવાડ, ફાધર વાલેસ વગેરે ગુજરાત બહાર જન્મ્યા છતાં પ્રવૃત્તિઓથી સવાયા ગુજરાતી બની રહ્યા. તેમણે ગુજરાતને ગરવું, નરવું અને સરવું બનાવ્યું. ડો. વર્ગીસ કુરિયને લગભગ છ દશકા ગુજરાતમાં વસીને શ્વેતક્રાંતિના ક્ષેત્રે ગુજરાતને ભારતમાં શિખરે મૂક્યું. વિશ્વમાં અમૂલ મારફતે આણંદને જાણીતું કર્યું. દૂધ દ્વારા ભારતમાં શ્વેતક્રાંતિ લાવીને કરોડો ખેડૂતો અને ભૂમિહીન શ્રમજીવીઓના જીવનમાં સુરખી લાવ્યા. ગાંધીજી રેંટિયા મારફતે ભૂખ્યાને અડધો રોટલો મળે તો ય સંતોષ માનતા. કુરિયને કરોડો ભૂખ્યાને આખો રોટલો અપાવ્યો. સમગ્ર દેશમાં દૂધ માટેની ‘અમૂલ પેટર્ન’ ઊભી કરી.

    મારા જન્મ વખતનું અને આજનું કેન...

    જનેતા અને જ્ન્મભૂમી કદી ભુલાય ખરી? બન્ને અપાર હેત વરસાવે છે અને તેની યાદ આવતાં જ દિલમાં એક અનેરો આનંદ, લાગણી અને પ્રેમ ધબકવા માંડે. હંમેશા મારા મનમાં સુષુપ્ત અવસ્થામાં એક ઇચ્છા ધરબાયેલી હતી, કેન્યા અને મારી જન્મભૂમિ એલ્ડોરેટની એક વખત મુલાકાત લેવાની. મારી આ ઇચ્છા છેક ૫૬ વર્ષ પછી પૂરી થઈ. આ માટેના મારા પથદર્શક બન્યા હતા એલ્ડોરેટમાં જેમની સાથે મેં બાળપણ વિતાવ્યું હતું તે રમેશભાઈ કામેશ્વર ભટ્ટ.

    માતૃભાષા અને મહિલા સશક્તિકરણ

    ગુજરાતી ભાષાના ઉત્કર્ષ માટે પોતાની જીંદગીના અમૂલ્ય વર્ષો સમર્પિત કરનાર નિરંજનાબહેન દેસાઈ, ટૂંકમાં ‘સેતુ’ના નામે અોળખાતા હેરો વિમેન્સ એસોસિએશનના પ્રેસિડેન્ટ છે અને રાણી તરફથી MBE ખિતાબથી સન્માનિત છે. નિરંજનાબહેન ૪૨ વર્ષથી આ સંસ્થા ચલાવે છે અને આ દેશમાં આવીને સૌ પ્રથમ એશિયન શિિક્ષકા તરીકે હેરોની શાળામાં કામ કર્યું હતું. 

    ઈન્ડોનેશિયાનો સૌથી ગીચ વસતિવાળો મોટો ટાપુ તે જાવા. જાવા સાથે ગુજરાતનો હજારો વર્ષ જૂનો સંબંધ. કહેવત વપરાતી ‘જે કોઈ જાવા જાવે તે પાછો ના આવે, આવે તો પરિયાંના પરિયાં ખાવે એટલું તે લાવે.’ જાવામાં હીરા અને કાપડના વેપારમાં ગુજરાતીઓ જાણીતા છે. ઈન્ડોનેશિયાના પાટનગર જાકાર્તાની અંદાજે એક કરોડની વસતિમાં ૨૫,૦૦૦ જેટલા ભારતીય છે. આમાં ગુજરાતીઓની સંખ્યા માંડ ૫૦૦ જેટલી હશે. આ બધામાં એકમાત્ર ગુજરાતી ઉદ્યોગપતિ છે રાકેશ મહેતા.

    સિંગાપોરમાં વૈષ્ણવ ઓળખઃ ભરત ર

    વિશ્વના સમૃદ્ધ દેશોમાંનો એક તે સિંગાપોર. અહીં પાંચેક હજાર ગુજરાતીઓ વેપાર-ધંધા અને નોકરીમાં છે. ૩૫ જેટલા દેશોમાં એલ્યુમિનિયમ પેનલની નિકાસ કરનાર, પેનલનું ચીનમાં ઉત્પાદન કરનાર ભરત રાજ સિંગાપોરમાં સમૃદ્ધ ગુજરાતી ઉદ્યોગપતિ છે. જીભની મીઠાશ ધરાવનાર અને વૈષ્ણવી તિલક કરીને ઓફિસ જતા ભરતભાઈ નોખી છાપ ધરાવે છે. વૈષ્ણવ આચારવિચારથી ભરેલો, તેમનો ભક્તિમય પરિવાર જનકલ્યાણમાં રાચે છે. સિંગાપોરમાં તેમની પાસે મદદની આશાએ આવનારને નિરાશ ના થવું પડે. તે સાચી સલાહ આપે. રસ્તો બતાવે, વ્યવહારુ ઉકેલ શોધે.

    ધાર્મિક અને સામાજિક સેવામાં અ

    બાવીસ વર્ષનો યુવક આણંદ રેલવે સ્ટેશને ઊભો હતો અને યોગીજી મહારાજ ત્યાં આવીને કહે, ‘શાસ્રીજી મહારાજને મળવા આવ્યા છો. ચાલો લઈ જઉં...’ વાત સાચી હતી. યુવક વિચારતો હતો કે શાસ્રીજી મહારાજને શી રીતે મળાશે? યોગીબાપાને આની શી રીતે ખબર પડી હશે તેવો યુવકને વિચાર આવ્યો. તેને લાગ્યું કે તેમનામાં દિવ્યશક્તિ હશે. આ યુવક એટલે આજે આફ્રિકાના કેટલાય દેશોમાં અને ભારતમાં અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ સંપ્રદાયના સંનિષ્ઠ અને વડીલ સત્સંગી નાઈરોબીના મહેન્દ્રભાઈ બેરિસ્ટર.