વિવિધા

No

Block: Site: Subtree Block

    આફ્રિકન અભ્યુદયના અભિલાષીઃ મ

    ઈ.ટી.જી. કંપની એની કોર્પોરેટ ઓફિસ સિંગાપોરમાં ધરાવે છે. શ્યામવર્ણી આફ્રિકાના ૪૫ દેશો અને ભારતમાં ય તેની ઓફિસ છે. કંપનીના ૨૦૧૨-૧૩ના છાપેલા વાર્ષિક અહેવાલમાં તેણે ૩૨ લાખ ટન અનાજ અને બીજી વસ્તુઓનો કરેલો વેપાર ૧૯૦ કરોડ ડોલરનો હતો. ૨૦૧૪માં કંપનીનું ટર્નઓવર ૨૫૦ કરોડ ડોલરે પહોંચ્યું, પછી વધતું રહ્યું છે. અનેક દેશોમાં તેની પાસે પથરાયેલાં મોટાં અદ્યતન ગોડાઉનોની સંખ્યા ૩૫૦ છે. કંપની પાસે સંખ્યાબંધ આફ્રિકી દેશોમાં ત્યાંની સરકારો પાસે મેળવેલી હજારો એકર જમીન છે. એની પાસે બારેક હજાર કર્મચારી છે. આમાં ૨૫૦થી ૩૦૦ જેટલા ભારતીય હશે. આવી મોટી કંપનીના માલિક મહેશભાઈ પટેલનું મૂળ વતન ચરોતરનું વડદલા.

    મેરુમાં મેરુઃ ગિરીશ મોમાયા...

    મેરુ એટલે મહર્ષિ યુરોપિયન રિસર્ચ યુનિવર્સિટી. આ ‘મેરુ’ છે નેધરલેન્ડની હદમાં પણ જર્મન સીમાને અડીને વ્લોડ્રોપ નગરમાં આવેલી, ૧૦૦ એકરના સંકુલમાં પથરાયેલી, પહાડોની ગોદમાં, લીલીછમ વનરાજીથી શોભતી યુનિવર્સિટી. એના કર્તાહર્તા, ડિરેક્ટર છે ગિરીશ મોમાયા.

    સાંધાના ઓપરેશનોમાં વિશ્વવિખ્...

    ઢીંચણ હોય કે એડી. કોણી હોય કે ખભો. એનો દુઃખાવો માણસમાં હતાશા પ્રેરે. જીવવામાં રસ ના રહે તેવો કંટાળો આવે. યુવાન પણ અકાળે ઘડપણ અનુભવે. આમાંથી છૂટકારા માટે ભાતભાતના અખતરા થયા, પણ સર્જરી મારફતે સાંધાના સવિશેષ તો ઢીંચણના દુઃખાવામાં કાયમી છૂટકારો મળે એવી શોધ કરનાર ડો. દિનેશ પટેલ છે. એમના નામે આ શોધની પેટન્ટ નોંધાઈ છે.

    મદદ એટલે કમલેશ મેકવાન...

    વિશ્વના બધા ખંડોમાંથી કાયદેસર અને ગેરકાયદે અમેરિકામાં ઉજ્જવળ ભવિષ્યની આશાએ જનપ્રવાહ સતત આવતો રહ્યો છે. આમાંના કેટલાય અમેરિકામાં ખોવાઈ અથવા ખવાઈ જાય છે. અજાણી ભૂમિમાં આવેલી વ્યક્તિઓમાંથી કેટલાકને અણધારી આફત આવે. પોતાનાં માન્યાં હોય તે પારકાં બની જાય ત્યારે વ્યક્તિ નિરાધાર બની જાય. આવી નિરાધાર વ્યક્તિની ટેકણલાકડી બનનાર ડો. કમલેશ મેકવાન છે. ડો. મેકવાન ઈલીનોઈસ રાજ્યના પિયોરિયામાં સ્થાયી છે, પણ રાજ્યના મુખ્ય નગર શિકાગોમાં માનવતાથી ભરેલા ડો. મેકવાને જે કર્યું છે તે સમગ્ર ગુજરાતીઓને અને હિંદીઓને ગૌરવ અપાવે તેવું છે.

    સરદાર પટેલનો લંડનવાસ...

    ૧૯૧૩માં લંડનના છાપામાં એક તેજસ્વી હિંદી વિદ્યાર્થીની કારકિર્દીના સમાચાર આવ્યા. આ હિંદી વિદ્યાર્થી ગુજરાતી હતો અને તે બેરિસ્ટરની પરીક્ષામાં પ્રથમ નંબર મેળવીને યશસ્વી રીતે પાસ થયો હતો. બેરિસ્ટરની પરીક્ષામાં ત્રણ વર્ષ થાય પણ તેજસ્વિતાને લીધે તેણે અઢી વર્ષમાં પાસ કરી હતી. આ પહેલાં કોઈ પણ ગુજરાતી પ્રથમ વર્ગમાં બેરિસ્ટર થયો ન હતો. પ્રથમ વર્ગમાં અને તેય પ્રથમ આવનાર વલ્લભભાઈ ત્યારે એક માત્ર ગુજરાતી હતા. લંડનમાં આ સમયે શેપર્ડ નામના એક નિવૃત્ત આઈ.સી.એસ. અધિકારી હતા. જે અગાઉ ગુજરાતના ઉત્તર વિભાગના કમિશનર હતા. પાટીદારો ભણીને સુખી થાય તેવી તેમની ઝંખના હતી. પાટીદારોમાં સમાજસુધારા કરવામાં તેમને રસ હતો. આ પાટીદાર યુવકના સમાચાર જાણીને આનંદ વ્યક્ત કરવા અને અભિનંદન આપવા તેઓ ત્યારે વલ્લભભાઈને ત્યાં ગયા હતા.