પાકિસ્તાન માટે અબજો ખર્ચનાર પરિવાર પસ્તાય છે
વિવિધા
Block: Site: Subtree Block
કેરળની કોંગ્રેસ સરકારે રાજવી પરિવારની ત્રણેય શાખાના ૮૨૬ વંજશોને પેન્શનનો નિર્ણય કર્યો હતો અને માર્ક્સવાદી સરકારે એને યોગ્ય લેખ્યો હતો
ભણતરની ડિગ્રી વિના પણ સૂઝ, સ્વભાવ અને શ્રમનિષ્ઠા હોય તો માણસ શૂન્યમાંથી સર્જન કરી શકે છે. મફતલાલ ગગલદાસ શેઠ, ગૌતમ અદાણી, સવજીભાઈ ધોળકિયા એવી સેંકડો વ્યક્તિઓ અલ્પશિક્ષણે સમાજમાં ટોચે છે. એક જ વર્ગમાં ભણતા આગળના હોંશિયાર વિદ્યાર્થી ડિગ્રી મેળવે અને નોકરી મેળવીને સલામતીમાં જીવે પણ એ જ વર્ગમાં છેલ્લા બેસતા ભણતરમાં પાછળ રહેલા ધંધામાં કે નવા સાહસમાં ઝંપલાવે. પછી પેલા ભણેલા ઊંચી ડિગ્રીવાળાને નોકરી આપે છે. હોંગકોંગના ગિરીશ શાહ આ દાખલો પૂરો પાડે છે.
હિંદુ મહાસભા સાથેના સંબંધને કારણે તપાસ, પણ નિર્દોષ છૂટ્યા
આધુનિકતા અને એકાંગીપણાની આજે બોલબાલા છે. ડાબી આંખનો ડોક્ટર જમણી આંખની દવા ના કરે એવી એકાંગિતા વિકસી છે ત્યારે અનેકવિધ ક્ષેત્રોમાં નિપુણતા હોય તેવી વ્યક્તિઓ જૂજ મળે. તેમાંય ઘર અને વરમાં સ્ત્રીઓ ખોવાયેલી રહેતી હોય ત્યારે એકસાથે અનેક ક્ષેત્રોમાં પ્રવૃત્તિશીલ અને તેમાંય બધે સફળ હોય તેવી ગુજરાતી મહિલાઓ આંગળીના વેઢે ગણાય તેટલી છે. આવી એક મહિલા છે લતા ચાંપસી.
અન્ય પર્વોની જેમ રક્ષાબંધન (આ વર્ષે ૭ ઓગસ્ટ) સાથે પણ પૌરાણિક કથાઓ જોડાયેલી છે. જે કથાઓ આજે બહુ પ્રસ્તુત ન લાગે તો પણ કહેવાતી રહેતી હોય. જે કથાઓ સમયના વિરાટ પરિવર્તનો છતાં ટકી ગઈ હોય તેની પાછળ કશુંક શક્તિશાળી તત્ત્વ હોવાની પૂરી શક્યતા છે. આવી કથાઓ તેના દેખીતા અર્થ કરતાં પ્રતીકો અને રૂપકો દ્વારા ઘણું વધારે કહેતી હોય છે. ઉપરાંત વાર્તા તરીકે તેની એક મઝા પણ હોય છે. બાળકોને તો ખૂબ મઝા પડે છે. આજે રક્ષાબંધન સાથે જોડાયેલી આવી જ કથાઓ જોઈએ.
૧૯૮૬માં ઈટાલીમાં ટ્રેડ ફેર થયો. આમાં અમેરિકા વસતો, નોકરી કરતો યુવક, તેની પત્ની અને નાનકડી બાળકી ગયાં. ગયાં હતાં કંપની વતી નિરીક્ષણ માટે, નવું જાણવા માટે, હોટેલમાં ઊતર્યાં. હોટેલની રેસ્ટોરાંમાં નાસ્તા માટે ગયાં. સોહામણી અને ખિલખિલાટ હસતી નાનકડી બાળકી ઋતાને જોઈને સામે બેઠેલી એક વ્યક્તિએ કહ્યું, ‘ભારતીય લાગો છો? ક્યાં રહો છો?’
સરદાર પટેલને વિલયના ત્રણ મહિના પછી હરિસિંહે વિલય રદ કરવા લખ્યું!
માર્ક ટ્વેઇને ‘ફોલોઇંગ ધી ઇક્વેટર’માં કહ્યું છે કે, ભારત માનવ પ્રજાતિનું પારણું છે, માનવીય બોલી-ભાષાનું જન્મસ્થાન છે, ઇતિહાસની જનેતા છે, દંતકથા-કિવદંતીઓનાં નાની છે અને સંસ્કૃતિક પરંપરાઓની મહાન દાદી છે. લાંબો સમય સુધી સંઘર્ષ કર્યા બાદ ૧૯૪૭ની ૧૫મી ઓગસ્ટની મધ્યરાત્રિએ ભારતને સ્વતંત્રતા હાંસલ થઇ અને આ દિવસ દેશના ઇતિહાસનો સૌથી વધુ મહત્તા ધરાવતો દિવસ બની ગયો. આ પર્વ દર વર્ષે ભારે હર્ષોલ્લાસ ઉજવવામાં આવે છે. ભારતના સ્વાતંત્ર્ય સંઘર્ષની કેટલીક રસપ્રદ માહિતી અહીં રજૂ કરી છે.
ભારતની આઝાદી સમયે હિંદુ અને મુસ્લિમોની વચ્ચે ફાટી નીકળેલા રમખાણો પાછળ અંગ્રેજો પણ એટલા જ જવાબદાર હતા જેટલા આ દેશના કટ્ટરવાદીઓ. જોકે આ અંગ્રેજોમાં એક અંગ્રેજ એવો હતો કે જે ઇચ્છતો હતો કે ભારત અને પાકિસ્તાનના ભાગલા વહેલા પાડવામાં આવે કે જેથી રમખાણો ઓછાં થાય. બીજી તરફ જેમણે આ દેશને આઝાદી અપાવી તેમણે જ આઝાદીનાં પર્વની ઉજવણી નહોતી કરી. દેશ આઝાદીનું પર્વ ઊજવી રહ્યો હતો ત્યારે ગાંધીજી દુઃખી હતા અને ઊજવણી ટાળી હતી...
