વિવિધા

No

Block: Site: Subtree Block

    કોકીલકંઠી ગાયિકાઃ માયા દીપક...

    ગાયકોની દુનિયા નોખી હોય છે. કેટલાક ગાયકો ગાતી વખતે ભાતભાતના ચાળા કરે, અંગઉપાંગ હલાવે, માથું ધુણાવે, હાથ લંબાવે અને પોતે બીજા કરતાં તદ્દન જુદા છે તેવું બતાવવા મથે. કેટલાક વળી કહે, ‘અમારે આ ના ખવાય, તે ના ખવાય, અમારો સ્વર બગડે.’ આમ છતાં કામ મેળવવા ખુશામત કરે કે પોતે આ કર્યું, તે કર્યું કહ્યા કરે. આમાં અપવાદરૂપ છે માયા દીપક.

    સેવા, સખાવત અને સંબંધોનો જીવઃ

    ૧૯૭૨માં યુગાન્ડાના એન્ટેબી એરપોર્ટ પર યુવકે પોતાનો યુગાન્ડાનો પાસપોર્ટ બતાવીને દેશમાં રહેવા દેવા લશ્કરી અમલદારને વિનંતી કરી. અમલદારે એનો પાસપોર્ટ ફાડી નાંખીને સામે ગન ધરીને કહ્યું, ‘તારે દેહ સાચવવો હોય તો દેશ છોડીને ચાલ્યો જા.’ યુગાન્ડામાં જ જન્મેલ, ભણેલ અને સરકારી નોકરી કરેલ યુવકે નાછૂટકે દેશ છોડવો પડ્યો. આ યુવક તે કિશોર મોઢા.

    * ઇમ્પીરીયલ લોંજ એન્ડ રેસ્ટોરંટ, એરપોર્ટ હાઉસ, પર્લી વે, ક્રોયડન CR0 0XZ ખાતે ક્રિસમસ પર્વે લંચ, ડિનર અને પાર્ટી માટે ડ્રિંક્સ, કોકટેઇલ, મોકટેઇલ, આથેન્ટીક ઇન્ડિયન અને ઇન્ડો-ચાઇનીઝ કુઝીનની ખૂબ જ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. આપ મિત્રો, સગાં સંબંધીઅો માટે ક્રિસમસ પાર્ટીનું આયોજન પણ કરી શકો છો. સંપર્ક: 020 3583 4760 વધુ માટે જુઅો જાહેરાત પાન ૧૯.

    ક્રિસમસ પ્રેમનું પર્વ છે. પ્રેમ સ્વરૂપ પરમેશ્વર માનવ બની અવતર્યા અને સહુ માનવોને પ્રેમનો માર્ગ બતાવ્યો. ડિસેમ્બરની પહેલી તારીખથી ક્રિસમસ ઇવ ૨૪ ડિસેમ્બર સુધીના સમયને એડવેન્ટ એટલે આગમનના સમય તરીકે ઉજવવામાં આવે છે. પ્રેમભાવ અને શુભેચ્છા દર્શાવવાનો, તૂટેલા સંબંધો બાંધવાનો અને સતકાર્યોમાં સામેલ થવાનો આ સમય છે.

    પ્રગતિની પહેલના પ્રેરક અને પો

    ચાર વર્ષની વયે પિતા ગુમાવ્યા. અઢી વર્ષની વયે માતા ગુમાવ્યાં. મોસાળમાં ઊછર્યાં. આવા લાખાજીરાજ રાજકોટના નાનકડા રાજ્યના રાજવી. તેમને ભણવા માટે રાજકોટની રાજકુમાર કોલેજમાં મોકલ્યા. રાજકુમારોને ભણાવતી આ હાઈસ્કૂલનું નામ કોલેજ રાખેલું. રાજ્યના ખર્ચે અહીં વિદ્યાર્થીઓને દારૂ, માંસ અને બગડવા માટે જોઈએ તે અપાતું. લાખાજીરાજ આમાંથી બચ્યા અને શિક્ષકોના માનીતા થયા.

    અર્થબાઉન્ડ એક્સપિડિશન્સ – શ્

    એડવેન્ચર ટ્રાવેલ એન્ડ ટ્રેકિંગનો વ્યાપ વધતો જાય છે ત્યારે નેપાળ, તિબેટ, કૈલાશ માનસરોવર, ભારત, ભૂતાન, શ્રીલંકા અને વિયેતનામની ટ્રીપ્સના આયોજનમાં ખૂબ જ કુશળ અને એવોર્ડ વિજેતા અર્થબાઉન્ડ એક્પિડિશન્સ ખૂબજ લોકપ્રિય થઇ રહી છે. ટ્રેકિંગ, ટ્રાવેલ અથવા વોકિંગ હોલિડે માટે અર્થબાઉન્ડની ગ્રેટ હિમાલયન માઉન્ટેન્સ અને તે ઉપરાંત સાઉથઈસ્ટ એશિયાના ‘ઓફ ધ બીટન પાથ’ સ્થળોના સ્વતંત્ર અથવા ગ્રૂપ ટ્રાવેલર્સના પ્રવાસમાં તેઅો નિષ્ણાત છે.