સંસ્થા સમાચાર

No

Block: Site: Subtree Block

    શ્રી જૈન સંઘ ઇસ્ટ લંડન અને એસેક્સ દ્વારા સ્થાપનાની રજત જયંતીની ઉજવણી કરવા વિશેષ કાર્યક્રમોનું શાનદાર આયોજન કરાઇ રહ્યું છે. ઉજવણીના વિવિધ કાર્યક્રમો પૈકી પ્રથમ કાર્યક્રમ તરીકે તા. ૨૫-૧-૧૫ના રોજ ત્રણ ધામની યાત્રાનું આયોજન કરાયું હતું.

    પૂ. રામબાપાના સાન્નિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું આયોજન તા. ૧૨-૪-૧૫ રવિવારે સવારે ૧૧થી ૫ દરમિયાન સોશ્યલ ક્લબ હોલ, નોર્થવીક પાર્ક હોસ્પિટલ, હેરો HA1 3UJ (કાર પાર્ક ૩ સામે, લિસ્ટર યુનિટ) ખાતે કરવામાં આવ્યું છે. પ્રસાદીનો લાભ મળશે. સ્પોન્સરર સુનિતાબેન મંગલાણી અને પરિવાર USA છે. સંપર્ક: 020 8459 5758 / 07973 550 310.

    'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા ગુજરાત હિન્દુ સોસાયટી, પ્રેસ્ટનના સહકારથી આગામી તા. ૧૨મી એપ્રિલ, ૨૦૧૫ રવિવારના રોજ બપોરના ૧૨થી સાંજના ૩ દરમિયાન પ્રેસ્ટનના ગુજરાત હિન્દુ સોસાયટી, - સનાતન મંદિર, સાઉથ મેડોલેન, પ્રેસ્ટન PR1 8JN ખાતે આપણા સૌના વિકાસ અને પ્રગતિ માટે પોતાનું સર્વસ્વ ન્યોચ્છાવર કરનાર આપણા સમાજના મોભી સમાન ૮૦ વર્ષ કરતાં વધુ વયના વડિલોના સન્માન સમારોહનું શાનદાર આયોજન કરવામાં આવ્યું છે.

    વેલજીભાઈ વેકરિયા SKLPC (UK)ના પ્રેસિડેન્ટ તરીકે ચૂંટાયા

    શ્રી કચ્છ લેવા પટેલ કોમ્યુનિટી(યુકે) (SKLPC,UK)ની ૪૬મી વાર્ષિક સાધારણ સભા ૧૮મી મેએ યોજાઈ હતી.જનરલ સેક્રેટરી સૂર્યકાન્ત વરસાણીએ ઉપસ્થિત રહેલા તમામ સભ્યોનું સ્વાગત કર્યું હતું.પ્રાર્થના પછી સભાની કાર્યવાહી શરૂ થઈ હતી.તેમાં પ્રેસિડેન્ટ માવજીભાઈ ધનજી જાદવા વેકરિયાએ ટૂંકો અહેવાલ પ્રસ્તુત કર્યો હતો.તેમણે સભ્યોને સૂચિત ન્યૂ ઈન્ડિયા ગાર્ડન પ્રોજેક્ટને સમર્થન આપવા અનુરોધ કર્યો હતો.ત્યારબાદ નવા હોદ્દેદારોની ચૂંટણી હાથ ધરાઈ હતી.

    • સરે ગુજરાતી હિંદુ સોસાયટી દ્વારા ગ્રેટ ઓર્મોન્ડ સ્ટ્રીટ હોસ્પિટલ ચીલ્ડ્રન્સ ચેરિટીના લાભાર્થે ‘ભૂલી બિસરી યાદે ચેરિટી ઈવેન્ટ’નું તા.૮.૬.૨૦૧૯ને શનિવારે સાંજે ૬.૩૦ વાગે આર્ચબિશપ લેનફ્રેન્ક સ્કૂલ, મીચમ રોડ, ક્રોયડન CR9 3AS ખાતે આયોજન કરાયું છે. ડિનર સાંજે ૭ વાગે. વધુ માહિતી માટે સંપર્ક. ઘનશ્યામ પટેલ 07932 781 163

    * સનસેટ એન્ડ ઇન્ડો યુ.કે. નિર્મિત ગુજરાતી નાટક "પત્ની પરણાવો સાવધાન"ના શોનું અાયોજન તા.૨૫ એપ્રિલ, શનિવારે ગુજરાત હિન્દુ સેન્ટર, સાઉથ મેડો લેન, પ્રેસ્ટન ખાતે સાંજે ૬.૩૦ વાગ્યે અને ભારતીય વિદ્યાભવન (૪એ, કાસલટાઉન રોડ, વેસ્ટ કેન્સીંગ્ટન)માં શનિવાર તા.૨ મે'ના રોજ સાંજે ૫.૩૦ વાગ્યે યોજાયો છે. સંપર્ક હેમંત પારેખ 07826 850 220

    લેસ્ટરમાં ૧૨ જુલાઈએ ગ્લુકોમા

    લેસ્ટરમાં તા.૧૨ જુલાઈને શુક્રવારે ગ્લુકોમાના દર્દીઓ તેમજ ઓપ્ટોમેટ્રિસ્ટ્સ, ઓપ્થાલ્મોલોજીસ્ટ્સ અને ગ્લુકોમા કેર સાથે સંકળાયેલા તમામ લોકો માટે કોન્ફરન્સનું આયોજન કરાયું છે. તેમાં સિટી યુનિવર્સિટી લંડનના પ્રો. ડેવિડ ક્રેબ અને ગ્લુકોમા કન્સલ્ટન્ટ ઉસ્માન સરોડીયા પ્રેઝન્ટેશન્સ રજૂ કરશે.

    શ્રી સ્વામીનારાયણ મંદિર, ભુજ ખાતે શ્રી નરનારાયણદેવના ૧૯૨માં વાર્ષિક પાટોત્સવ પ્રસંગે શ્રીમદ ભક્તિ ચિંતામણી શાસ્ત્ર અંતર્ગત (પરચાપ્રકરણ) પંચાહ્ન પારાયણ જ્ઞાનયજ્ઞ મહોત્સવનું આયોજન તા. ૧૯થી ૨૩ એપ્રિલ દરમિયાન ભુજ ખાતે કરવામાં આવ્યું છે.

    અમદાવાદ અને ભરૂચમાં પૂ. મહંત સ

    BAPS ના વડા પૂ. મહંત સ્વામી હાલ ભરૂચ ખાતે બિરાજમાન છે. તેઓ ૪ જુલાઈએ અમદાવાદથી ભરૂચ પધાર્યા હતા. પૂ. મહંત સ્વામીની પ્રાતઃપૂજા અને સાયંસભામાં હરિભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને તેમના દર્શન અને આશીર્વચનનો લાભ લઈ રહ્યા છે. અગાઉ ૧લીએ અમદાવાદમાં બાળ પ્રવૃત્તિ દિન દરમિયાન બાળકોએ કાર્યકરોની ભૂમિકા ભજવીને બાળ સભા યોજી હતી. ૨જીએ ‘વચનામૃતનું અમૃત’માં આત્મવિચાર અને સાંખ્યવિચારની વાત સંવાદોના માધ્યમથી રજૂ કરાઈ હતી.

    • નારાયણ સેવા સંસ્થાન ઉદયપુર – ઈન્ડિયા તેમજ નારાયણ સેવા સંસ્થાન યુકે દ્વારા તા.૧૬.૭.૨૦૧૯ બપોરે ૧થી ૩ દરમિયાન ભજન અને સત્સંગનું VHP ઈલ્ફર્ડ હિંદુ સેન્ટર, ૪૩, ક્લેવલેન્ડ રોડ એસેક્સ IG1 1EE ખાતે આયોજન કરાયું છે. કાર્યક્રમના અંતે મહાપ્રસાદની વ્યવસ્થા છે. સંપર્ક. 07404 564 196