સંસ્થા સમાચાર

No

Block: Site: Subtree Block

    લોર્ડ ભીખુભાઇ પારેખે કાર્ડીફ

    લોર્ડ ભીખુભાઇ પારેખ અને તેમના પત્ની શ્રીમતી પ્રેમિલાબેન પારેખે તા. ૭મી મેના રોજ કાર્ડીફ સ્થિત હિન્દુ કાઉન્સિલ અોફ વેલ્સ તેમજ સનાતન ધર્મ મંડળ અને કોમ્યુનિટી સેન્ટરની મુલાકાત લીધી હતી અને વેલ્સ વિસ્તારમાં ખમતીધર હિન્દુ સંસ્થાઅોની પ્રગતિ અને વિકાસ જોઇને આનંદ વ્યક્ત કર્યો હતો.

    આ પૃથ્વીના પગથારે મનુષ્ય જન્મ લેતાં આપણે માની ગોદમાં આંખો ખોલી અને બાપને ખભે ચઢી જગ જોયું એની સેવાથી અધીક બીજી કોઇ સેવા નથી. મા-બાપ માટે દુ:ખ સહન કરવું એ કોઇ અહેસાન કે બોજ નથી, એ આપણી ફરજ છે, આપણા માથે એનું કર્જ છે, મા-બાપને સાથે રાખી એમની સાર-સંભાળ કરવી એ કોઇ ભિક્ષા કે દાન નથી, એ આપણું કર્તવ્ય છે. બાગની રખવાળી કરનાર માળી જેમ હરેક ફૂલ-પત્તીની ખૂબ જતનપૂર્વક રખવાળી કરી, દરેક ફૂલપત્તી ને ડાળીએ પાણી સિંચે એમ કુટુંબ રૂપી વાડીના હરેક છોડ, ફુલને પરિશ્રમના પરસેવા વડે સિંચી પ્રેમથી જતન કરે છે એવા "બાગબાન" રૂપી પિતાનું ઋણ અદા કરવા વર્ષનો એક દિવસ આપણા માટે ખૂબ મહત્વનો હોય છે.

    'પિતૃ વંદના - ભૂલી બિસરી યાદે' ક

    "ગુજરાત સમાચાર" તથા "એશિયન વોઇસ" સાપ્તાહિકો દ્વારા પ્રયોજીત અને કાર્ડીફ સ્થિત હિન્દુ કાઉન્સિલ વેલ્સ અને બર્મિંગહામ સ્થિત શ્રી હિન્દુ કોમ્યુનિટી સેન્ટરના સહયોગથી યોજાયેલ ગુજરાતના વિખ્યાત ગાયીકા માયા દીપક અને સાથી કલાકારોના ગીત સંગીત કાર્યક્રમ "પિતૃ વંદના - ભૂલી બિસરી યાદે"ને અદ્ભુત સફળતા સાંપડી હતી. માર્ચ અને એપ્રિલ માસમાં માતૃ વંદના કાર્યક્રમને બ્રિટનભરના વિવિધ શહેરોમાં મળેલી જ્વલંત સફળતા પછી જૂન માસ દરમિયાન લેસ્ટર, લંડન, કાર્ડીફ અને બર્મિંગહામ ખાતે "પિતૃ વંદના - ભૂલી બિસરી યાદે" કાર્યક્રમનું આયોજન થયું હતું. જેને બ્રિટનની જનતા તરફથી ખૂબ લોકઆવકાર સાંપડ્યો હતો.

    વિલ્સડન સ્વામિનારાયણ મંદિરના...

    શ્રી વિલ્સડન સ્વામિનારાયણ મંદિર દ્વારા વડીલો માટે તૈયાર થનારા નવા રહેણાક સંકુલનું ખાતમૂહુર્ત નરનારાયણ દેવ ગાદી અમદાવાદના આચાર્ય પૂ. કોશલેન્દ્ર પ્રસાદજી તથા સ્વામિનારાયણ મંદિર, ભૂજના પૂ.ધર્મનંદનદાસજીના હસ્તે ગત ૨ જુલાઈને રવિવારે સવારે કરાયું હતું. આ પ્રસંગે મહારાજશ્રી અને મહંત સ્વામી તથા ભૂજથી આવેલા ૧૮ સંતોની પાવન ઉપસ્થિતિમાં કરાર પર હસ્તાક્ષરોની વિધિ યોજાઈ હતી. આ રીજનરેશન પ્રોજેક્ટ ઝડપથી અને સફળતાપૂર્વક બે વર્ષમાં પૂરો થાય તે માટે મહારાજશ્રી અને મહંતસ્વામીએ સંકુલના નિર્માણકાર્યમાં સંકળાયેલા સૌને આશીર્વચન પાઠવ્યા હતા.

    BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર, ૧૦૫-૧૧૯ બ્રેન્ટફિલ્ડ રોડ, નીસડન, લંડન NW10 8LD ખાતે તા. ૧૭-૨-૧૫ મંગળવારના રોજ સવારના ૯થી રાત્રિના ૮ દરમિયાન મહા શિવરાત્રિ પર્વનું આયોજન કરાયું છે.

    શ્રી જલારામ જ્યોત મંદિર, WASP, રેપ્ટન એવન્યુ, સડબરી HA0 3DW ખાતે દરરોજ બપોરના ૧થી ૨ ગરીબો અને વડીલો માટે મફત ભોજન. • દર ગુરુવારે જલારામ ભજન-ભોજન સાંજના ૭થી રાત્રિના ૯.૧૫ • દર શનિવારે ૨૧ હનુમાન ચાલીસા- પ્રસાદ સવારના ૧૧થી ૧.૧૫. સંપર્ક: 020 8902 8885.

    • ગુજરાત હિંદુ સોસાયટી દ્વારા શનિવાર તા.૧૧-૧૧-૧૭ સાંજે ૭ વાગે 'શામ મસ્તાની' મ્યુઝિક કોન્સર્ટનું GHS મેઈન હોલ, સાઉથ મેડો લેન, પ્રેસ્ટન, PR1 8JN ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 01772 253 901

    પ્રાઇડવ્યૂ ગ્રુપે યોજેલો વાર

    પ્રાઇડવ્યૂ ગ્રુપએ તા. ૮ નવેમ્બરના રોજ સેન્ટ્રલ લંડનમાં યોજેલા વાર્ષિક ઇન્વેસ્ટમેન્ટ સેમિનારમાં ૧૦૦થી વધુ ખાનગી રોકાણકારોએ ભાગ લીધો હતો. આ પ્રસંગે મુખ્ય વક્તા તરીકે જ્યોર્જ વોકર (અોલસેપના પાર્ટનર અને અોક્શનીયર) ઉપસ્થિત રહ્યા હતા. જેમણે વર્તમાન બજાર અને તેમની £૧૫૦ મિલિયનની મિલક્તોના હરાજીથી કરાયેલા વેચાણ (૨૦૦૬ પછી સૌથી વધુ) અને અન્ય બાબતો પર ચર્ચા કરી હતી.

    મૂળ તારાપુરના વતની અને હાલ થેમ્સબીટન ખાતે રહેતા જયમીનભાઇ (ટીનુભાઇ) જીતેન્દ્રભાઇ બ્રહ્મભટ્ટનું તા. ૧૨-૨-૧૫ના રોજ ટૂંકી બીમારી બાદ ૫૧ વર્ષની વયે દુ:ખદ નિધન થયું છે.