સંસ્થા સમાચાર

No

Block: Site: Subtree Block

    બ્લડ બેંકિંગ, થેલેસેમિયા નિયંત્રણ અને અટકાવ, ગ્રામીણ શૈક્ષણિક માળખાકિય વિકાસ, શિક્ષણમાં શ્રેષ્ઠતા, સાયન્સ ઓફ લિવિંગ થ્રુ યોગા, પ્રાણાયામ અને ગ્રીનફિલ્ડ – એન્વાયર્નમેન્ટલ ઈન્ટરવેન્શન ક્ષેત્રે સક્રિય એવી રાજકોટની પ્રોજેક્ટ ‘લાઈફ’ના ચીફ ડેવલપમેન્ટ ઓફિસર ઋષિકેશભાઇ પંડ્યા અને જોઇન્ટ ડાયરેક્ટર શ્રીમતી મિત્તલ શાહે તાજેતરમાં જ યુકે, યુએસએ અને કેનેડાના ૪૮ દિવસના આંતરરાષ્ટ્રીય પ્રવાસના ભાગરૂપે યુકેની મુલાકાત લઇ સ્થાનિક સંસ્થાઅોના અગ્રણીઅોને પ્રોજેક્ટ ‘લાઈફ’ અને તેના કાર્યો અને સેવા પ્રવૃત્તીઅો અંગે માહિતી આપી હતી.

    યુગપુરુષ પ્ર. બ્ર. પૂ. પ્રમુખ સ્...

    એક મહાન યોગી, સાધક, હિન્દુ સમાજની એકતાના પ્રતિક, સ્વામીનારાયણ સંપ્રદાયનો સમગ્ર વિશ્વમાં જય જયકાર કરાવનાર ભારતના મહાન સંત અને યુગપુરુષ પ્ર. બ્ર. પૂ. પ્રમુખ સ્વામી મહારાજને શ્રધ્ધાંજલિ આપતા શબ્દો ખૂટી પડે છે. પૂ. બાપાના નામે સમગ્ર દેશ અને દુનિયામાં વિખ્યાત થયેલા પૂ. પ્રમુખ સ્વામી મહારાજ માટે જેટલું કહીએ તેટલું અોછું છે' તેમ બ્રિટનના અોવરસીઝ ફ્રેન્ડ્ઝ અોફ બીજેપી અને સંઘ પરિવારના વરિષ્ઠ અગ્રણી શ્રી લાલુભાઇ પારેખે પૂ. પ્રમુખ સ્વામી મહારાજને ભાવવિભોર શબ્દોમાં શ્રધ્ધાંજલિ આપતાં જણાવ્યું હતું.

    આપણા અતિથિ: મોહનભાઈ પરમાર...

    જામનગરના કોંગ્રેસ પક્ષના અગ્રણી અને જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના ભૂતપૂર્વ પ્રમુખ, જામનગર જિલ્લા પંચાયતના સભ્ય અને બોડકા સેવા સહકારી મંડળીના પ્રમુખ શ્રી મોહનભાઈ પરમાર તા. ૭ સપ્ટેમ્બરથી યુકેની મુલાકાતે સેવા પ્રવૃત્તિ માટે પધારી રહ્યા છે. તેઅો આગામી તા. ૭ ઓક્ટોબર ૨૦૧૬ સુધી યુકેમાં રોકાશે.

    * શ્રી આણદાબાવા સેવા સંસ્થા, જામનગર દ્વારા તા. ૬-૧-૧૫થી તા. ૧૩-૧-૧૫ દરમિયાન ધોરીવાવ ફાર્મ, જામનગર ખાતે 'અષ્ટોત્તરશત ૧૦૮ શ્રીમદ ભાગવત સપ્તાહ પારાયણ જ્ઞાન યજ્ઞ'નું આયોજન કરવામાં આવ્યું છે. સંપર્ક: 0091 288 2540155.

    * ધર્મજના બોરસદ તારાપુર રોડ પર આવેલ શ્રી જલારામ તિર્થના પુન:પ્રતિષ્ઠા મહોત્સવનું શાનદાર આયોજન તા. ૨૭-૧-૧૫ મંગળવારથી તા. ૨૯-૧-૧૫ ગુરૂવાર દરમિયાન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે વિવિધ કાર્યક્રમો તેમજ પ્રસાદનો લાભ મળશે. સંપર્ક: 0091-2697-244283.

    તારાપુર યુકે દ્વારા વાર્ષિક દ

    તારાપુરવાસીઓનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા તારાપુર યુકે (TUK) દ્વારા રવિવાર, છઠ્ઠી નવેમ્બરે ફિન્ચલીની કોમ્પ્ટન સ્કૂલમાં વાર્ષિક દિવાળી મેળાવડાનું આયોજન કરવામાં આવ્યું હતું.

    શ્રી જલારામ જ્યોત મંદિર ખાતે દ...

    વેમ્બલીના સડબરી ખાતે આવેલા જલારામ જ્યોત મંદિર ખાતે દીપાવલિ અને નૂતન વર્ષે પ્રસંગે દર્શનાર્થી ભક્તોનો મેળો જામ્યો હતો. જલારામ જ્યોત મંદિર તેની સ્થાપના થઇ ત્યારથી જ ધાર્મિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઅોનું કેન્દ્ર બની ગયું છે. દીપાવલિ અને નૂતન વર્ષ દરમિયાન ગુરૂવાર અને શનિવારે મોટી સંખ્યામાં ભક્તો દર્શને ઉમટી પડ્યા હતા અને મંદિરના ત્રણ પૂશ્રીનાથજી હવેલી, સડબરી ખાતે અન્નકૂટ મહોત્સવનું શાનદાર આયોજન કરવામાં આવ્યું હતું.

    ‘ગુજરાતી સંગીત સંધ્યા’ મેઘધનુષ્યના સાત રંગ અને સૂરોથી હેરોના આર્ટ્સ સેન્ટરમાં ગુજરાત ખડું થઈ ગયું હતું. રવિવાર ૨૫ સપ્ટેમ્બર ૨૦૧૬ની સાંજે સાત મિત્રોએ મળીને યોજેલી આ સાંજ ગુજરાતના અમરેલી જિલ્લાના બગસરા ગામના બાળકોની સુખાકારી અને વિકાસના લાભાર્થે યોજાઈ હતી.

    માહિતિસભર અને વિપુલ વાંચન સામગ્રી ધરાવતા વિશેષાંકો આપવાની પરંપરા ધરાવતા 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ નૂતન વર્ષ ૨૦૧૫નું કેલેન્ડર ગત તા. ૧૦-૧-૧૫ના અંક સાથે સર્વે લવાજમી ગ્રાહકોને સાદર અર્પણ કરવામાં આવ્યું હતું.

    એક સ્પેનીશ કહેવત છે કે માતાનો એક અંશ અસંખ્ય ધર્મગુરુઓના જેટલો જ મહત્વનો છે અને માટે જ આપણા શાસ્ત્રોમાં કહ્યું છે કે માનવતા અને સંસ્કૃતિનું મહાવિદ્યાલય અને સાચું સ્વર્ગ આપણી માતાનાં ચરણોની નીચે છે. આપણી જન્મદાત્રી માતાને ખરા દિલથી ભાવાંજલિ અર્પણ કરવા 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા ભારતથી પધારેલા વિખ્યાત ગાયીકા માયા દીપક અને સાથી કલાકારોના ગીત સંગીત કાર્યક્રમોનું આયોજન બ્રિટનભરના વિવિધ શહેરોમાં કરવામાં આવી રહ્યું છે.