સંસ્થા સમાચાર

No

Block: Site: Subtree Block

    લંડનની સીટી બોન્ડ ટ્રાવેલ્સને તેના વેચાણ માટેની સિધ્ધીઅો બદલ સતત સાતમી વખત જેટ એરવેઝનો 'સેલ્સ રેક્ગનાઇઝેશન એવોર્ડ' બુધવાર તા. ૨ માર્ચ ૨૦૧૬ના રોજ એનાયત કરાયો હતો.

    'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' તેમજ 'વિશ્વ હિન્દુ પરિષદ, ઇલફર્ડ'ના સહયોગથી સંસ્થાના ઇલફર્ડ સ્થિત હોલ ખાતે માતા પિતા કે આપણા અન્ય વડિલોની તન, મન અને ધનથી સેવા કરતા ૨૨ જેટલા સંતાનો અને સ્વજનોના સન્માન કરવાના નવતર કાર્યક્રમ 'શ્રવણ સન્માન' અને આપણા સૌ માટે સર્વસ્વ ન્યોચ્છાવર કરનાર ૮૦ વર્ષ કરતા વધુ વયના ૫૬ જેટલા વડિલોના સન્માન સમારોહનું શાનદાર આયોજન શનિવાર તા. ૧૯મી માર્ચ ૨૦૧૬ના રોજ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કી-નોટ સ્પીકર તરીકે અમદાવાદથી ટ્રાઇડન્ટ ઇન્ડિયા લી.ના એમડી અને ચેરમેન તેમજ શ્રવણ સન્માન માટે પ્રેરણા આપનાર શ્રી જતીનભાઇ પારેખ, રેડબ્રિજ કાઉન્સિલના નેતા કાઉન્સિલર જસ અઠવાલ મુખ્ય મહેમાન તરીકે તેમજ કાઉન્સિલર દેવ શર્મા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

    * પૂ. રામબાપાના સાન્નિધ્યમાં શ્રી જિજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસા મહાયજ્ઞનું અાયોજન તા.૨૭ માર્ચ ૨૦૧૬, રવિવારે સવારે ૧૧ થી સાંજના ૫.૦૦ સુધી સિંધી મંદિર, ૩૧૮ ક્રિકલવુડ બ્રોડવે, લંડનNW2 6QD (વિક્સની સામે) કરવામાં અાવ્યું છે. શ્રી રાજીવભાઇ શર્મા અને પરિવાર તરફથી અા મહાયજ્ઞને સ્પોન્સર કરવામાં અાવ્યો છે. કાર્યક્રમના અંતે મહાપ્રસાદ. સંપર્ક 0208 459 5758, 07973550310.

    * સંગમ એસોસિએશન અોફ એશિયન વીમેન, ૨૧૦ બર્ન્ટ અોક બ્રોડવે, એજવેર HA8 0AP ખાતે તા. ૬-૪-૧૬ના રોજ સવારે ૧૧થી અલ્ઝાઇમરની બીમારી અંગે જાગૃતી લાવવા શ્રી બેવિંગ્ટનના પ્રવચન અને બપોરે ૧-૧૫થી નાટક 'ડીમેન્શીયા કા સફર'નું અયોજન કરવામાં આવ્યું છે. એકતા પ્રોજેક્ટ ન્યુહામ દ્વારા આ નાટક રજૂ થશે. સંપર્ક: લવિના 020 8952 7062.

    સરદાર એટલે સરદાર

    શ્રી વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલ બેરિસ્ટરની પદવી પ્રાપ્ત કરીને ગુજરાતમાં આવ્યા. ભદ્રમાં મકાન રાખીને રહેણાંક કર્યું. વકીલ તરીકેની શરૂઆત કરી. તેમના રહેણાંક સામે ‘ગુજરાત ક્લબ’ તેમાં તેઓ નિયમિત જતા. વલ્લભભાઈ ઈ.સ. ૧૯૧૩માં આવ્યા. તે પછીના બે વર્ષ બાદ ગાંધીજીનું ગુજરાતમાં આગમન થયું અને કોચરબ આશ્રમ ઊભો કર્યો.

    ચેરીટી સંસ્થાઅો મેકમિલન કેન્સર સપોર્ટ અને સેવ ધ ચિલ્ડ્રન્સના લાભાર્થે લેસ્ટર, બર્મિંગહામ અને લંડન ખાતે ગત તા. ૨૫ થી ૨૭ માર્ચ દરમિયાન વિખ્યાત બોલિવુડ પ્લેબેક સિંગર અને ભજન ગાયીકા અનુરાધા પૌડવાલના ભક્તિ ગીતોના કાર્યક્રમનું શાનદાર આયોજન કરવામાં આવ્યું હતું.

    BAPSના નિષ્ઠાવાન સત્સંગી અને મૂળ જીંજા, યુગાન્ડાના વતની તથા હાલ લંડનમાં વસતા શ્રી ચંદુભાઇ છત્રભૂજભાઇ દાલીયા તા. ૪-૪-૧૬ના સોમવારના રોજ અક્ષરનિવાસી થયા છે. સેવાભાવી અને સમર્પિત સત્સંગી તરીકે નામના મેળવનાર શ્રી ચંદુભાઇ જીંજામાં શ્રી મગનભાઇના સંપર્કમાં આવ્યા હતા અને બાલ મંડળમાં જોડાયા હતા. તેઅો ઇસ્ટ આફ્રિકામાં વિચરણ માટે ગયેલા બ્ર. સ્વ. પૂ. યોગીજી મહારાજના દર્શન કરવામાં પણ સદ્ભાગી બન્યા હતા.

    જૈન સમાજ માંચેસ્ટર દ્વારા નેપાલ ભુકંપ પીડીતો માટે વેલેન્ટાઇન ડે ડીનર એન્ડ ડાન્સ કાર્યક્રમનું આયોજન કરીને £૧૫૬૬ એકત્ર કરાયા હતા. જૈન સમાજ માંચેસ્ટરની જીવ દયા ટીમનો ઇરાદો વિરાયતન દ્વારા નેપાલમાં સ્થાપવામાં આવેલ વોકેશનલ ટ્રેઇનીંગ કેમ્પ માટે £૫૩૦૦ એકત્ર કરવાનો હતો. જેથી સ્થાનિક લોકો નવું કૌશલ્ય મેળવીને પોતાની આજીવીકા ઉભી કરી શકે.

    નેશનલ એસોસિએશન અોફ પાટીદાર સમાજ દ્વારા બુધવાર તા. ૨૩-૩-૧૬ના રોજ સાંજે સમાજના ટૂટીંગ સ્થિત હોલ ખાતે હોળી દહન કરવામાં આવ્યું હતું. જેમાં સ્થાનિક વિસ્તારના ૧૨૦૦ જેટલા રહીશો ઉપસ્થિત રહ્યા હતા અને અબાલ વૃધ્ધ સૌએ પૂજા - દર્શનનો લાભ લીધો હતો. પ્રસાદ અને શ્રીફળ ધરાવતા ભક્તો માટે દસેક જેટલા વોલંટીયર્સે સેવા આપી હતી.

    * શ્રી જલારામ જ્યોત મંદિર, WASP, રેપ્ટન એવન્યુ, સડબરી, વેમ્બલી HA0 3DW ખાતે રામનવમી પર્વ પ્રસંગે શુક્રવાર, ૧૫ એપ્રિલના રોજ સવારના ૧૦ પૂજા, બપોરના ૧૨ રામ જન્મ અને બપોરના ૨-૩૦થી ૫.૩૦ રામકથાનો લાભ મળશે. આ પછી સાંજના ૬.૩૦ સુધી ભજન કરાશે. પ્રસાદનું વિતરણ બપોરના ૧.૦૦થી ૨.૩૦ સુધી થશે. સંપર્કઃ સી. જે. રાભેરુ- 07958 275 222.