સંસ્થા સમાચાર

No

Block: Site: Subtree Block

    * ભારત સેવાશ્રમ સંઘ, ૯૯એ ડેવનપોર્ટ રોડ, લંડન W12 8PB ખાતે હિન્દુત્વ બાબતે તા. ૯-૪-૧૬ના રોજ શનિવારે બપોરે ૪થી ૫-૩૦ દરમિયાન સ્વામી શ્રી નિર્લીપ્તાનંદજીના પ્રવચનનું આયોજન કરવામાં આવ્યું છે. સંપર્ક: 020 8743 9048.

    * સરસ્વતી ભવન દ્વારા સમગ્ર યુકેમાં કોઇ પણ સ્થળે ક્રિસમસ અને ન્યુ યર કે પછી અન્ય તમામ પ્રસંગો માટે આપના ઘરે આવી ગાર્ડનમાં ફ્રેશ ઢોંસા બનાવી આપવામાં આવશે. ક્રિસમસ પાર્ટીનું બુકિંગ ચાલુ છે. સંપર્ક: 07748 63 62 64 જુઅો જાહેરાત પાન નં. ૧૮.

    * શ્રી જલારામ મંદિર, ગ્રીનફર્ડ - રઘુવંશી મહાજન લંડન (રામા) દ્વારા શ્રી હનુમાન જયંતિ મહોત્સવની ઉજવણીનું આયોજન ૨, વોડસવર્થ રોડ, પેરિવેલ, મીડલસેક્સ UB6 7JD ખાતે તા. ૨૨-૪-૧૬ના રોજ સવારે ૧૦થી સાંજના ૫ દરમિયાન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે આરતી, ૧૦૮ હનુમાન ચાલીસા અને બપોરે તેમજ સાંજે મહાપ્રસાદનો લાભ મળશે. સંપર્ક: 020 8578 8088.

    * શ્રી જલારામ મંદિર, ગ્રીનફર્ડ - રઘુવંશી મહાજન લંડન (રામા)ના પેરિવેલ ખાતે આવેલા મંદિરની સ્થાપના અને શુભારંભ કાર્યક્રમનું આયોજન ૨ વોડસવર્થ રોડ, પેરિવેલ, મીડલસેક્સ UB6 7JD ખાતે રવિવાર, ૧૭ એપ્રિલ ૨૦૧૬ના રોજ કરવામાં આવ્યું છે. સવારે ૯થી ૧૦ દરમિયાન ૩૯/૪૫, ઓલ્ડફિલ્ડ લેન સાઉથ ગ્રીનફોર્ડ મીડલસેક્સ, UB6 9LB ખાતે અલ્પાહાર અને આરતી થશે અને ૧૧ કલાકે પેરિવેલ તરફ પ્રયાણ થશે અને બપોરે ૧૨.૩૦ કલાકે પેરિવેલ મંદિરે શુભારંભ સમારોહ થશે. તે પછી સદાવ્રત, ભજન અને સાંજે ૬ થી ૭.૩૦ પ્રસાદ અને આરતીનો લાભ મળશે. સંપર્ક: 020 8578 8088.

    * BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર, ૧૦૫-૧૧૯ બ્રેન્ટફિલ્ડ રોડ, નિસડન, લંડન NW10 8LD ખાતે શુક્રવાર તા. ૧૫-૪-૧૬ના રોજ શ્રી સ્વામિનારાયણ જયંતિ અને શ્રી રામનવમી ઉત્સવનું આયોજન સવારે ૯થી સાંજના ૮ દરમિયાન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે દર્શન, અન્નકૂટ, થાળ, આરતી, શ્રી રામ જન્મોત્સવ આરતી, રામજીનું પારણુ ઝુલાવવાનો અવસર, કિર્તનભક્તિ, સંધ્યા આરતી અને રાત્રે ૮થી ૧૦-૧૫ શ્રી સ્વામિનારાયણ જયંતિ અને શ્રી રામનવમી સભાનો લાભ મળશે. સંપર્ક: 020 8965 2651.

    * શ્રી જલારામ મંદિર, ગ્રીનફર્ડ - રઘુવંશી મહાજન લંડન (રામા) દ્વારા શ્રી હનુમાન જયંતિ મહોત્સવની ઉજવણીનું આયોજન ૨, વોડસવર્થ રોડ, પેરિવેલ, મીડલસેક્સ UB6 7JD ખાતે તા. ૨૨-૪-૧૬ના રોજ સવારે ૧૦થી સાંજના ૫ દરમિયાન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે આરતી, ૧૦૮ હનુમાન ચાલીસા અને બપોરે તેમજ સાંજે મહાપ્રસાદનો લાભ મળશે. તા. ૨૩-૪-૧૬ના રોજ ૨૧ હનુમાન ચાલીસાનો લાભ મળશે. દરરોજ બપોરે ૧થી ૨-૩૦ સદાવ્રતનો લાભ મળશે. સંપર્ક: 020 8578 8088.

    આપના લોકપ્રિય અને વાચવાનું સદાય ગમે તેવા 'ગુજરાત સમાચાર' સાપ્તાહિકને વધુ લોકભોગ્ય, સત્વશીલ અને સમાચારોથી સભર બનાવવા માટે અમે સૌ વાચકોને, મંદિરો તેમજ સંસ્થાઅોના હોદ્દેદારોને તેમની સંસ્થાઅોના સામાજીક, ધાર્મિક અને શૈક્ષણીક કાર્યક્રમો, સમાચારો અને અન્ય માહિતી વિના મૂલ્યે પ્રસિધ્ધ કરવાની અમે ફરજ માનીએ છીએ. આ બાબતમાં હવે સમય મર્યાદા નિયત કરી છે. આજ રીતે વાચક મિત્રો તરફથી રજૂ થતા પ્રતિભાવો એટલે કે તમારી વાતના પત્રોના વિભાગ માટે આવતા પત્રોની સમય મર્યાદા પણ નિયત કરી છે.

    ભાદરણ બંધુ સમાજ ચેરીટી ટ્રસ્ટ...

    ભાદરણ બંધુ સમાજ ચેરીટી ટ્રસ્ટ દ્વારા હેમરસ્મિથ હોસ્પિટલ કીડની પેશન્ટ્સ એસોસિએશનના કીડનીના દર્દીઅોના લાભાર્થે રિકમન્સવર્થ સ્થિત વોટર્સમીટ થિએટર ખાતે રવિવાર તા. ૨૪ એપ્રિલના રોજ એક મહેફીલ કાર્યક્રમનું આયોજન કરીને £૬,૦૦૦ એકત્ર કરાયા હતા. કર્મયોગા ફાઉન્ડેશને સંસ્થા દ્વારા જેટલી રકમ એકત્ર કરાશે તેટલી રકમનો સહયોગ આપવાની જાહેરાત કરી હતી. જેથી ભાદરણ બંધુ સમાજ ચેરીટી ટ્રસ્ટ દ્વારા £૩,૦૦૦ની રકમ એકત્ર કરાતા કર્મયોગા ફાઉન્ડેશને પણ £૩,૦૦૦નો સહયોગ આપ્યો હતો.

    * એશિયન ફાઉન્ડેશન ફોર હેલ્પ દ્વારા ભારતના અંધજનો અને જરૂરતમંદોના લાભાર્થે આઇ કેમ્પ માટે ફંડ એકત્ર કરવા તા. ૩૦ જૂન ૨૦૧૬થી તા. ૯ જુલાઇ ૨૦૧૬ રોજ સવારે ૧૦થી બપોરના ૨ દરમિયાન બ્રેન્ટ ઇન્ડિયન એસોસિએશન હોલ, ૧૧૬ ઇલીંગ રોડ, વેમ્બલી HA0 4TH ખાતે રામાયણ કથાનું આયોજન કરાયું છે. જેમાં કથાનો લાભ શાસ્ત્રી શ્રી રમણીકભાઇ દવે આપશે. સંપર્ક: ગોપાલભાઇ 07977 475 529.

    બર્મિંગહામના હોલ ગ્રીન સ્થીત BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર ખાતે તા. ૨૩-૨૪ના રોજ દીપાવલિ અને નૂતન વર્ષની ઉજવણીના શાનદાર કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે બર્મિંગહામના લોર્ડ મેયર અને કાઉન્સિલર શફીક શાહ અને સોલીહલના મેયર કાઉન્સિલર કેટ વાઇલ્ડ, એમપી લોર્લી બર્ટ, કાઉન્સિલરો સર્વશ્રી સામ બર્ડન અને જેરી ઇવાન્સ ઉપસ્થિત રહ્યા હતા.