'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' અને 'વિશ્વ હિન્દુ પરિષદ, ઇલફર્ડ'ના સહયોગથી સંસ્થાના હોલ (55, Albert Road, Ilford, Essex, IG1 1HS) ખાતે 'શ્રવણ સન્માન' અને ૮૦ વર્ષ કરતા વધુ વયના વડિલોના સન્માન સમારોહનું શાનદાર આયોજન શનિવાર તા. ૧૯મી માર્ચ ૨૦૧૬ના રોજ સવારે ૧૧થી બપોરના ૪ દરમિયાન કરવામાં આવ્યું છે. આપણા માતા પિતા કે આપણા અન્ય વડિલોની તન, મન અને ધનથી સેવા કરતા તેમના સંતાનો અથવા તો સ્વજનોના સન્માન કરવાના આ નવતર 'શ્રવણ સન્માન' કાર્યક્રમનું આયોજન યુકેમાં સૌ પ્રથમ વખત કરવામાં આવી રહ્યું છે.
સંસ્થા સમાચાર
Block: Site: Subtree Block
જાણીતા સામાજીક અગ્રણી અને હાસ્ય કલાકાર શ્રી ભાનુભાઇ પંડ્યા અને તેમના ધર્મપત્ની શ્રીમતી ભદ્રાબેન પંડ્યાએ તા. ૮મી ફેબ્રુઆરી ૨૦૧૬ના રોજ પોતાની ૫૦મી લગ્ન જયંતિની પોતાના ઘરે જ સાદાઇથી ઉજવણી કરી હતી. પંડ્યા દંપત્તીને તેમના ચાહકો, મિત્રો, સંબંધીઅોએ રૂબરૂ તેમજ ફોન કરીને શુભકામનાઅો પાઠવી હતી.
નેપાળમાં ગત વર્ષે તા. ૨૫-૪-૧૬ના રોજ આવેલા વિનાશક ધરતીકંપ બાદ બોચાસણવાસી અક્ષરપુરોષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા (BAPS) યુકે દ્વારા વિશ્વસ્તરે કુદરતી આફતોનો ભોગ બનેલા લોકોને સહાયરૂપ થવા ફંડ એકત્ર કરવા અપીલ કરાઇ હતી. જેના ફળ સ્વરૂપે એકત્ર થયેલ ફંડમાંથી BAPS ચેરીટીઝ યુકે દ્વારા ગત તા. ૨૯-૮-૧૫ના રોજ નેપાળના બ્રિટન સ્થિત રાજદુત શ્રી તેજ બહાદુર છેત્રીને £ ૨૫,૦૦૦નો ચેક એનાયત કરાયો હતો. જ્યારે તા. ૨૭-૨-૧૬ના રોજ BAPS ચેરીટીઝ યુકેના ટ્રસ્ટી અને ગોલ્ડન ટુર્સના સંચાલક શ્રી નીતિનભાઇ પલાણ દ્વારા યુનિસેફના યુકે સ્થિત ટ્રસ્ટી શ્રી સુરિન્દર શર્માને £૪૦,૦૦૦નો ચેક એનાયત કરાયો હતો.
* BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર, ૧૦૫-૧૧૯ બ્રેન્ટફિલ્ડ રોડ, નિસડન, લંડન NW10 8LD ખાતે તા. ૭-૨૦૧૬ના રોજ સવારે ૯થી રાતના ૮ દરમિયાન મહાશિવરાત્રિ પર્વની ઉજવણી કરવામાં આવશે. આ શુભ અવસરે મંદિરમાં ભગવાન શ્રી મહાદેવના શિવલીંગ પર બીલીપત્ર અને દૂધ દ્વારા વૈદિક રૂદ્રાભિષેક, મંદિરની હવેલીમાં શ્રી અમરનાથના પ્રતિક સમાન બરફના શિવલીંગના દર્શનનો તેમજ અન્નકૂટના દર્શનનો લાભ મળશે. અન્નકૂટ આરતી સવારે ૧૧-૪૫થી ૧૨ અને સંધ્યા આરતી સાંજે ૭થી ૭-૨૦ દરમિયાન થશે. સંપર્ક: 020 8965 2651.
* પૂ. રામબાપાના સાન્નિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું આયોજન તા. ૬-૩-૧૬ રવિવારે સવારે ૧૧ થી બપોરના ૫ દરમિયાન સોશ્યલ ક્લબ હોલ, નોર્થવીક પાર્ક હોસ્પિટલ, હેરો, HA1 3UJ (કાર પાર્ક ૩ સામે) ખાતે કરવામાં આવ્યું છે. સૌને ભોજન પ્રસાદીનો લાભ મળશે. સ્પોન્સરર વલ્લભભાઇ મિસ્ત્રી અને પરિવાર છે. સંપર્ક: 020 8459 5758 / 07973 550 310.
* પૂ. રામબાપાના સાન્નિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું આયોજન તા. ૧૩-૩-૧૬ રવિવારે સવારે ૧૧ થી બપોરના ૫ દરમિયાન સોશ્યલ ક્લબ હોલ, નોર્થવીક પાર્ક હોસ્પિટલ, હેરો, HA1 3UJ (કાર પાર્ક ૩ સામે) ખાતે કરવામાં આવ્યું છે. સૌને ભોજન પ્રસાદીનો લાભ મળશે. સ્પોન્સરર ધન્નાબેન પગરાણી (દુબાઇ) અને પરિવાર છે. સંપર્ક: 020 8459 5758 / 07973 550 310.
બ્રિટન તેમજ ઇસ્ટ આફ્રિકામાં પોતાના ભજન અને સત્સંગ દ્વારા લોકોને ઘેલુ લગાડનાર અને ઘણાબધા અનુયાયીઅો ધરાવતા પૂ. હિરજી બાપાની ૪૦મી પૂણ્યતિથી પ્રસંગે શ્રી હિન્દુ મંદિર અને કોમ્યુનિટી સેન્ટર, અોફ બર્નાબાસ રોડ, લેસ્ટર LE5 4BD ખાતે શનિવાર તા. ૨૬મી માર્ચ ૨૦૧૫ના રોજ બપોરે ૩ વાગ્યાથી બીજા દિવસે તા. ૨૭મી માર્ચ ૨૦૧૬ના સવારના ૬ વાગ્યા સુધી ભજન સત્સંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ભજન સત્સંગ ઉપરાંત નૃત્ય પણ રજૂ થશે અને ઠેરઠેરથી ભક્તો ઉપસ્થિત રહેશે.
* સર્વોદય હિન્દુ એસોસિએશન દ્વારા તા ૨૨-૩-૧૬ના રોજ મંગળવારે મોલ્ડન મેનોર પાર્ક ખાતે હોળી ઉત્સવની ઉજવણી થશે.
* પૂ. રામબાપાના સાન્નિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું આયોજન તા. ૨૦-૩-૧૬ રવિવારે સવારે ૧૧ થી સાંજના ૫ દરમિયાન સોશ્યલ ક્લબ હોલ, નોર્થવીક પાર્ક હોસ્પિટલ, હેરો, HA1 3UJ (કાર પાર્ક ૩ સામે) ખાતે કરવામાં આવ્યું છે. સૌને ભોજન પ્રસાદીનો લાભ મળશે. સ્પોન્સરર ચંદ્રીકાબેન અમુભાઇ કક્કડ અને પરિવાર છે. સંપર્ક: 020 8459 5758 / 07973 550 310.
'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા 'વિશ્વ હિન્દુ પરિષદ, ઇલફર્ડ'ના સહયોગથી વિશ્વ હિન્દુ પરિષદ સંસ્થાના હોલ (55, Albert Road, Ilford, Essex, IG1 1HS) ખાતે વડિલોની સેવા કરતા સંતાનો તેમજ સ્વજનોના 'શ્રવણ સન્માન' અને ૮૦ વર્ષ કરતા વધુ વયના વડિલોના સન્માન સમારોહનું શાનદાર આયોજન શનિવાર તા. ૧૯મી માર્ચ ૨૦૧૬ના રોજ બપોરના ૨-૩૦થી ૭ દરમિયાન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ઇલફર્ડ સાઉથના એમપી માઇક ગેપ્સ અને રેડબ્રિજ કાઉન્સિલના લીડર જશ અટવાલ ઉપસ્થિત રહેશે.
