• પૂ. રામબાપાના સાનિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું આયોજન રવિવાર તા.૧૭-૭-૧૬ સવારે ૧૧થી સાંજના ૫ દરમિયાન, સોશ્યલ ક્લબ હોલ, નોર્થવીક પાર્ક હોસ્પિટલ, હેરો, HA1 3UJ ખાતે કરાયું છે. ભોજન પ્રસાદીના સ્પોન્સરર નેમાબેન ફતુભાઈ મૂલચંદાણી અને સુનિતાબેન મંગલાણી (યુ.એસ.એ) છે. સંપર્ક. 020 8459 5758/ 07973 550 310.
સંસ્થા સમાચાર
Block: Site: Subtree Block
શ્રી જૈન સંઘ-ઇસ્ટ લંડન એન્ડ એસેક્સના ભગિની મંડળને ૨૫ વર્ષ પૂરાં થતાં તા.૧૮ જૂન, શનિવારે લેટન વિસ્તારના હરિબેન બચુભાઇ નાગ્રેચા મેમોરિયલ હોલમાં સમગ્ર જૈન મહિલાઓનું "નવનાત ત્રિવેણી સંગમ"નું આયોજન કર્યું હતું. આ પ્રસંગે નોર્થ લંડન, સાઉથ લંડન, વેસ્ટ લંડન, લૂટન, લેસ્ટર અને માંચેસ્ટર સહિત યુ.કેભરમાંથી ૫૫૦થી વધુ નવનાતી સન્નારીઓ સુંદર વસ્ત્રોમાં સજી-ધજીને કોચ અને ગાડીઓ દ્વારા લેટનના આ હોલમાં ઉમંગભેર આવ્યાં હતા.
સોરઠ (સૌરાષ્ટ્ર)ની ધરતી એટલે સંત ને શૂરાની પાવનભૂમિ. સાકર જેવી મધમીઠી વાણી બોલનારા કવિઓ ને કથાકારો પણ આ ધરતીની દેન છે. તાજેતરમાં હેરો લેઝર સેન્ટર ખાતે સાત દિવસ શિવ કથા દ્વારા દેવાધિદેવ મહાદેવના મહિમાનું રસપાન કરાવનાર પૂ. ગિરિબાપુને મળવાનો અવસર સાંપડ્યો. "વેસ્ટકોમ્બ" ગૃપના શ્રી વજુભાઇ પાણખાણિયા પરિવાર તરફથી આ શિવકથાનું આયોજન થયું હતું. સહ્દય, નિખાલસ અને ધર્મમયી શ્રી વજુભાઇના આગ્રહથી એમના હેરો ઓન ધ હિલના નિવાસસ્થાને મને ગયા શુક્રવારે સવારે પૂ. ગિરિબાપુ સાથે સત્સંગ કરવાની થોડીક પળો સાંપડી. દેશવિદેશમાં છેલ્લા ૨૦ વર્ષથી શિવકથા કરનાર પૂ. ગિરિબાપુની આ ૫૪૫મી શિવકથા છે.
• પૂ.રામબાપાના સાનિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું આયોજન રવિવાર તા ૧૦-૭-૧૬ સવારે ૧૧થી સાંજના ૫ દરમિયાન સોશ્યલ ક્લબ હોલ, નોર્થવીક પાર્ક હોસ્પિટલ, હેરો, HA1 3UJ (કાર પાર્ક ૩ સામે) ખાતે કરાયું છે. ભોજન પ્રસાદીના સ્પોન્સરર નીતાબેન મીરચંદાણી અને પરિવાર છે. સંપર્ક. 020 8459 5758/ 07973 550 310
વહાલા વાચક મિત્રો,
દીપાવલિ અને નૂતન વર્ષના આ શુભ પર્વે આપ સર્વે વાચક મિત્રો, જાહેરખબર દાતાઅો, દુકાનદાર વિતરક મિત્રોને નવું વર્ષ સુખદાયી, ફળદાયી, આરોગ્યપ્રદ અને મંગળદાયી નિવડે તેવી 'ગુજરાત સમાચાર પરિવાર'ની શતશત શુભેચ્છાઅો.
સરદાર પટેલ મેમોરિયલ સોસાયટી યુકે (SPMS) દ્વારા તા. ૧૪મી ડિસેમ્બર, ૨૦૧૪ના રોજ કડવા પાટીદાર સેન્ટર, હેરો ખાતે સરદાર પટેલ નિર્વાણ દિનનું શાનદાર આયોજન કરાયું હતું. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેલા ભારતીય જનતા પાર્ટીના વાઇસ પ્રેસિડેન્ટ અને રાજ્યસભાના ભૂતપુર્વ સાંસદ પરષોત્તમભાઇ રૂપાલા, લોર્ડ રાજ લુંબા, એમપી વિરેન્દ્ર શર્મા, જીએલએ સદસ્ય અોમકાર સહોટા, હેરોના મેયર કાઉન્સિલર અજય મારૂ, બ્રેન્ટના મેયર કાઉન્સિલર કાના, 'ગુજરાત સમાચાર - એશિયન વોઇસ'ના તંત્રી સીબી પટેલ, સોલીસીટર મિતેશ પટેલ, લોહાણા અગ્રણી સીજે રાભેરૂ, હરદયાલ લુથર સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત ભારતીય અગ્રણીઅોએ ભારતના લોખંડી પુરૂષ સરદાર પટેલને નતમસ્તક ઉભા થઇને ભાવભીની શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.
* શ્રી નવયુગ જૈન પ્રગતિ મંડળ દ્વારા નવયુગ સેન્ટર ખાતે તા. ૨૧-૧૨-૧૪ રવિવારે બપોરે ૩થી ૬ દરમિયાન શ્રીમતી આશાબેન અને શ્રી બિપીનભાઇ પરિવાર તરફથી 'સંતસંઘ'નું આયોજન કરવામાં આવ્યું છે. અલ્પાહાર મળશે. સંપર્ક: બિપીનભાઇ 020 8908 9024.
આપણી બહેન દિકરીઅોને લલચાવીને કહેવાતા પ્રેમમાં પાડીને તેમનું જાતીય શોષણ કરતા કેટલાક તત્વો સામે જાગૃતી કેળવવા સ્લાઉ હિન્દુ મંદિર, કીલ ડ્રાઇવ, સ્લાઉ SL1 2XU ખાતે આગામી રવિવાર તા. ૨૧-૧૨-૧૪ના રોજ સાંજના ૫-૩૦થી રાતના ૮ દરમિયાન ખૂબજ અગત્યના જનજાગૃતી સેમીનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે શીખ અવેરનેસ સોસાયટીના ભાઇ મોહન સિંઘ પ્રવચન કરશે.
સમન્વય પરિવાર, લેસ્ટર દ્વારા તા. ૧૯-૨૦ સપ્ટેમ્બરના રોજ લેસ્ટર ખાતે પૂ. સ્વામી સત્યમિત્રાનંદ ગીરીજીના ૮૩મા જન્મ દિનની શાનદાર ઉજવણી પ્રસંગે બે દિવસના વિસ્તૃત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
* ક્રિસમસ પર્વની ઉજવણી કરવા તેમજ આપની પાર્ટી, સાંજી, મહેંદી નાઇટ અને રીસેપ્શન સહિતના વિવિધ કાર્યક્રમોની ઉજવણી કરવા વેમ્બલી સ્ટેડીયમની સામે જ આવેલ મેટ્રોપોલીસ કોકટેઇલ લોંજ અને બારની મુલાકાત લો. દર રવિવારે 'દેશી બ્રંચ' અંતર્ગત ઢોંસા, ઇડલી, ઉપમા, સંભાર વગેરેની સવારે ૧૧થી મોજ માણો. સંપર્ક: 020 8903 3888.
