સંસ્થા સમાચાર

No

Block: Site: Subtree Block

    તા. ૧૭મી ફેબ્રુઆરી, ૨૦૧૫ના રોજ 'મહા શીવરાત્રી પર્વ'ની ઉજવણી સમગ્ર બ્રિટનમાં થશે.

    શ્રી એડન દેપાલા મિત્ર મંડળના ભૂતપૂર્વ પ્રમુખ હિંમતલાલ જગાણીનું નિધન

    મૂળ એડનના વતની અને હાલ લંડનના ફિંચલી ખાતે રહેતા શ્રી એડન દેપાલા મિત્ર મંડળના ભૂતપૂર્વ પ્રમુખ હિંમતલાલ પરમાનંદ જગાણી  (દેપાલા) નું ટૂંકી માંદગી બાદ ૮૦ વર્ષની વયે નિધન થયું છે.

    છેલ્લા છ વર્ષથી સતત સફળતા મેળવી લંડનવાસીઅો તેમજ આજુબાજુના નગરોમાં રહેતો લોકોમાં અનેરી લોકચાહના મેળવનાર સાતમા આનંદ મેળામાં આ વખતે બાળકોના આરોગ્ય, શિક્ષણ અને કલ્યાણ માટે કાર્ય કરતી ચેરીટી સંસ્થા "હોપ ફોર ચિલ્ડ્રન"ની પસંદગી કરવામાં આવી છે. આપના દ્વારા ખરીદવામાં આવેલી £૨-૫૦ની ટિકીટની તમામ રકમ "હોપ ફોર ચિલડ્‌રન"ને સુપ્રત કરવામાં આવશે જેથી તે રકમ કોઇના લાડકવાયા બાળકના ભાવિને ઘડી શકે અને તે બાળક ભણીગણીને જવાબદાર નાગરીક બની શકે.

    ચાલો ફાધર્સ ડે પ્રસંગે "પિતૃ વ

    લંડન, લેસ્ટર, બર્મિંગહામ અને પ્રેસ્ટનમાં ગત માર્ચ અને એપ્રિલ માસ દરમિયાન યોજાયેલા શાનદાર "માતૃ વંદના" કાર્યક્રમોની ઝળહળતી સફળતા અને મનનીય માહિતી ધરાવતા "માતૃ વંદના વિશેષાંક"ની લોકપ્રિયતા બાદ આગામી તા. ૧૮મી જૂન ૨૦૧૭ રવિવારના રોજ આવી રહેલા ફાધર્સ ડે પ્રસંગે આપના પ્રાણપ્રિય સાપ્તાહિકો "ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ" દ્વારા બ્રિટનભરમાં "પિતૃ વંદના" કાર્યક્રમોનું શાનદાર આયોજન કરવામાં આવ્યું છે.

    મૂળ પોરબંદરના વતની અને જીંજા યુગાન્ડાથી અત્રે લંડન આવીને વસેલા BAPSના અગ્રણી સત્સંગી શ્રી રતિલાલભાઇ વલ્લભદાસ પલાણનું ગત ગુરૂવાર તા. ૨૭-૪-૨૦૧૭ના રોજ ૯૬ વર્ષની વયે નિધન થયું છે. સદ્ગત રતિલાલભાઇ BAPS સંસ્થાના ઇન્ટરફેઇથ ડિપાર્ટમેન્ટના વડા શ્રી નીતિનભાઇ પલાણના પિતાશ્રી હતા.

    આપણા અતિથિ: દિપેનભાઈ વિંડા...

    રાજકોટની જાણીતી કંપની એમ.બી. ઇન્ટરનેશનલના સીઇઓ અને મેનેજિંગ ડિરેક્ટર દિપેનભાઈ વિંડા અને તેમના પિતાશ્રી મોહનભાઈ વિંડા સામાજીક કાર્ય અર્થે યુ.કે.ની મુલાકાતે પધાર્યા છે.

    ખીમજીભાઇ જેસાણીનું નિધન...

    મૂળ કચ્છના બળદીયા ગામના વતની અને ઘણાં વર્ષો કંપાલા - યુગાન્ડામાં રહ્યા બાદ હાલ વેમ્બલી લંડન ખાતે રહેતા શ્રી ખીમજીભાઇ શામજીભાઇ જેસાણીનું તા. ૨-૫-૨૦૧૭ મંગળવારના રોજ ૯૫ વર્ષની વયે નિધન થયું છે.

    સ્‍વાદિષ્‍ટ ખોરાક, પર્યટન અને ઉત્સવો એ આપણા સૌ ભારતીયો અને એશિયનોના જીવનના ખાસ અંગ છે. આપણે દરેક તહેવારોની ઊજવણી મન ભરીને કરીએ છીએ. આપણા તહેવારો દરમિયાન મેળાનું આકર્ષણ પણ સૌ કોઇને હોય છે આથીજ ભારતની ભૂમીને મેળા અને ઉત્સવોની ભૂમી કહેવામાં આવે છે. મેળામાં સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર હોય તો તે છે ગીત, સંગીત, નૃત્ય અને મનોરંજન. જી હા છેલ્લા છ વર્ષથી સતત સફળતા મેળવી લંડનવાસીઅો તેમજ આજુબાજુના નગરોમાં રહેતો લોકોમાં અનેરી લોકચાહના મેળવનાર સાતમા આનંદ મેળામાં આ વર્ષે મનોરંજનનો માહાસાગર ઉભરાઇ જશે.

    ચાલો ફાધર્સ ડેની ઉજવણી કરીએ : લ

    "માતૃ વંદના" કાર્યક્રમોને લંડન સહિત વિવિધ શહેરોમાં મળેલી અનેરી સફળતા અને જનેતાને વંદન કરતી શબ્દાંજલિઅો સહિત વિવિધ માહિતી ધરાવતા "માતૃ વંદના વિશેષાંક"ની લોકપ્રિયતા બાદ આગામી તા. ૧૮મી જૂન ૨૦૧૭ રવિવારના રોજ આવી રહેલા ફાધર્સ ડે પ્રસંગે બ્રિટનના પ્રિય સાપ્તાહિકો "ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ" દ્વારા લેસ્ટર, લંડન, કાર્ડીફ અને બર્મિંગહામમાં "પિતૃ વંદના - ભૂલી બીસરી યાદે" કાર્યક્રમોનું શાનદાર આયોજન કરવામાં આવ્યું છે.

    ગ્રાહકને બજારનો રાજા કહેવાય છે. ગ્રાહકને ઘણાં દેવતાનું સ્વરૂપ પણ આપે છે. ગ્રાહક પર જ તો ઘણા બધાની રોજી-રોટી નિર્ભર છે. પણ આ ગ્રાહક રાજા મળે તો ક્યાં મળે? તેનો જવાબ છે આનંદ મેળો. 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા આગામી તા. ૧૭ અને ૧૮ જૂન ૨૦૧૭ - શનિવાર અને રવિવારના રોજ સવારના ૧૦થી સાંજના ૭-૩૦ દરમિયાન નોર્થ વેસ્ટ લંડનના હેરો લેઝર સેન્ટરના બાયરન હોલ (HA3 5BD) ખાતે યોજાઇ રહેલ શાનદાર આનંદ મેળો સૌ કોઇ માટે આનંદ મેળવવાનું એક માત્ર સ્થળ છે.